SP રિંગ રોડ પર
અમદાવાદ ગ્રામ્ય અને અમદાવાદ શહેર પોલીસમાં સરદાર પટેલ રીંગ રોડ પર બનેલા ગુનાઓ અને અકસ્માતોને લઈને વિવાદ થવાના અનેક
કિસ્સામાં સામે આવ્યા છે.
જેમાં સ્થળ પહોંચ્યા બાદ શહેર પોલીસ દાવો કરે છે કે આ કે આ હદ અમદાવાદ ગ્રામ્યની છે.
જ્યારે ગ્રામ્ય પોલીસે હદ શહેર પોલીસની હોવાનું કહે છે.
જેના કારણે ફરિયાદી અને ભોગ બનનારને કલાકો સુધી હેરાન થવાના વારા આવ્યા છે.
એક બાજુ ગુનાખોરી બેહદ વધી છે અને પોલીસ તંત્ર હદની બાબતે હજી વિવાદ જ કરી રહ્યું છે.
તાજેતરમાં પોલીસ કમિશનર જી. એસ.મલિકને પોલીસ અધિકારીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી.
જેમાં એસ. પી. રીંગ રોડને જો અમદાવાદ ગ્રામ્ય પોલીસમાં સમાવિષ્ટ કરવામાં આવે તા હદને લગતા પ્રશ્નનું નિરાકરણ આવી શકે છે.
જે સંદર્ભમાં અમદાવાદ શહેર પોલીસ દ્વારા એક પ્રેઝન્ટેશન તૈયાર કરીને ગૃહવિભાગને રજૂઆત કરવામાં આવશે.
જેમાં અગાઉ હદના મામલે બનેલા કિસ્સા તેમજ વિવાદ અંગે પણ જાણ કરવામાં આવશે.
SP રિંગ રોડ પર
read more :
સુરત પાલિકાના ભાજપના કોર્પોરેટર દ્વારા દબાણ દુર કરવાની ફરિયાદમાં પાર્ટીની નબળાઈનો ખુલાસો
વિવાદનો પર્દાફાશઃ અમદાવાદ ગ્રામ્ય શહેર પોલીસમાં એસ.પી. રિંગરોડ વિવાદ
હવે આ પ્રશ્નનો કાયમી નિવેડો આવેતે માટે એસ. પી. રીંગ રોડની સાઈડ કાયમીપણે
અમદાવાદ ગ્રામ્ય પોલીસમાં સમાવેશ કરવા માટે વિચારણા હાથ ધરવામાં આવી છે.
આ માટે ગ્રામ્ય અને શહેર પોલીસ પાસેથી ગૃહવિભાગ વિગતો મંગાવીને આગામી
સમયમાં હદના મામલે મહત્ત્વનો નિર્ણય લઈ શકે તેમ છે.અમદાવાદ શહેરના સરખેજ
પોલીસ સ્ટેશન કે બોપલ પોલીસ સ્ટેશનની હદમાં જ્યારે સરદાર પટેલ રીંગ રોડની
પરની પાસે કોઈ ઘટના બને ત્યારે અનેકવાર એવી સ્થિતિનું નિર્માણ થાય છે કે
બનાવનું સ્થળ ક્યા પોલીસ સ્ટેશનની હદમાં છે. તે નક્કી કરવામાં ઘણો સમય જતો
હોવાથી ફરિયાદી અને ભોગ બનનારને પરેશાન થવાના કિસ્સા પણ બન્યા છે. કેટલીક
ઘટનાઓમાં આરોપીઓને છટકી જવાની તક મળતી હોવાનું સામે આવ્યું છે.
આ પ્રકારની સ્થિતિનું નિર્માણ અસલાલી, કણભા અને ચાંગોદર તેમજ ગાંધીનગર પોલીસ સાથે પણ થયું છે.
read more :
Rajputana Biodiesel IPO allotment રિલિઝ થવાની તૈયારીમાં: ઓનલાઇન સ્ટેટસ ચેક કરવાની પૂરી માહિતી