વેલસ્પન કોર્પોરેશનના શેરોમા મંગળવાર, ૧ ઓક્ટોબરના રોજ ૩ ટકાથી વધારે તેજી જોવા મળી હતી.
તેની સાથે જ શેરે તેની ઓલ ટાઇમ હાઈને સ્પર્શ કરી હતી. આ તેજી કંપનીને મળેલા એક ઓર્ડરને કારણે આવી છે.
વાસ્તવમા કંપનીને અમેરીકા બજારથી 2400 કરોડ રુપિયાનો એક મોટો ઓર્ડર મળ્યો છે.
આ ખબર બાદ રોકાણકારો તરફથી શેરમા જોરદાર ખરીદી કરવામા આવી હતી. કરોબાર દરમિયાન કંપનીના
શેર 794.75 રુપિયાની નવી રેકોર્ડ હાઇ પર પહોચી ગયા, જે તેના ગત બંધ ભાવથી 3.71 ટકા વધારે છે.
HSAWપાઈપ્સના સપ્લાય માટે એક મોટો ઓર્ડર મળ્યો
કંપનીના શેરમા તેજી યથાવત નરહી શકી અને કરોબારના અંતમા શેર 2.81 ટકાના ઘટાડા સાથે
744.80 રુપિયાના સ્તર પર બંધ થયા હતા. કંપનીના શેરની 52 સપ્તાહની નીચી સપાટી 376.15 રુપિયા પ્રતિ શેર છે.
કંપનીએ શેરબજારને આપેલી જાણકારીમા જણાવ્યુ કે, તેને કોટેડ HSAW પાઈપ્સના સપ્લાય માટે એક મોટો ઓર્ડર મળ્યો છે.
જે અમેરિકામા નેચરલ ગેસ પઈપલાઈન પ્રોડેક્ટ સંબંધિત છે.
આ ઓર્ડર વર્તમાન નાણાકીય વર્ષ અને નાણાકીય વર્ષ 2026મા પૂરો કરવામા આવશે.
ભારત અને અમેરિકામાં તેના પાઈપલાઈન ઓર્ડરની કુલ વેલ્યૂ 1,348 કરોડ રૂપિયા થઈ ગઈ
કંપનીએ સ્ટોક એક્સચેન્જને આપેલ જાણાવ્યુ કે,
આ ઓર્ડર મળવાથી અમારી વિશ્વસનીયતા વધી છે અને તે અમેરિકાની બજારમા અમારી અગ્રણી સ્થિતને દર્શાવે છે.
અમેરિકા બજાર માટે આમારુ દ્રષ્ટિકોણ પોઝિટિવ છે. અમારી પાસે ઘણા અન્ય પ્રોજેક્ટ્સ છે,
જેમા અમે ભાગ લઈ રહ્યા છીએ અને આશા છે કે, અમને હજુ પણ વધારે ઓર્ડર મળશે.
આ કંપનીને બે દિવસોમા મળેલો બીજો ઓર્ડર છે. આ પહેલા સોમવારે કંપનીએ કહ્યુ કે,
તેને કોટેડ LSAW પાઈપ અને બેન્ડના સપ્લાય માટે મિડલ ઈસ્ટ તરફથી ઓર્ડર મળ્યો છે.
વેલ્સપન કોર્પે કહ્યુ કે, સોમવારે ઓર્ડર મળ્યા બાદ ભારત અને અમેરિકામા તેના પાઈપલાઈન ઓર્ડરની કુલ વેલ્યુ 1,348 કરોડ રુપિયા થઈ ગઈ છે.
વેલ્સપન લોર્પોરેશનના શેરોમા ગત એક વર્ષમા 92.06 ટકા તેજી આવી છે.
જ્યારે, ગત 3 વર્ષોમા આ શેરે 428.96 ટકાનુ મલ્ટીબેગર રિટર્ન આપ્યુ છે.
Read More : Business News : ઈથીરાનના ઈઝરાયલ પર હુમલા: વચ્ચે શેરબજારના રોકાણકારોનું ટેન્શન, જાણો આવતી કાલે શું થશે!