અંતરીક્ષમાંથી દેશનું સૌંદર્ય નિહાળતા સુનિતા વિલિયમ્સે પિતાને યાદ કર્યા ,અને કહ્યુ કે હુ જલ્દી ભારત આવીશ

By dolly gohel - author
અંતરીક્ષમાંથી દેશનું સૌંદર્ય નિહાળતા સુનિતા વિલિયમ્સે પિતાને યાદ કર્યા ,અને કહ્યુ કે હુ જલ્દી ભારત આવીશ

અંતરીક્ષમાંથી દેશનું સૌંદર્ય નિહાળતા 

ભારતીય મૂળના અમેરિકન અંતરીક્ષયાત્રી સુનિતા વિલિયમ્સે અંતરીક્ષથી પરત આવ્યા બાદ પહેલી વાર પત્રકાર પરિષદ યોજી હતી.

તેમણે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈલોન મસ્કનો આભાર વ્યક્ત કર્યો.

તેમણે કહ્યું હતું કે ધરતી પર પરત આવીને સારું લાગી રહ્યું છે. 

સુનિતા વિલિયમ્સ જલ્દી જ ભારત પણ આવશે.

તેમણે કહ્યું છે, કે મને આશા છે કે મારા પિતાના દેશ અને આગામી એક્સીઑમ મિશન પર જનારા ભારતીય નાગરિકો સાથે જલ્દી જ મુલાકાત કરીશ.

અને મારા અનુભવ વર્ણવીશ. ભારત એક મહાન દેશ છે અને એક અદભુત લોકતંત્ર છે.

જે અંતરીક્ષ ઉદ્યોગ ડગલાં ભરી રહ્યું છે. અમે તેનો હિસ્સો બની મદદ કરવાનું પસંદ કરીશું.

અંતરીક્ષથી હિમાલય અને ભારતના અન્ય ભાગોના રંગ જોઈ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

 

અંતરીક્ષમાંથી દેશનું સૌંદર્ય નિહાળતા

અંતરીક્ષમાંથી દેશનું સૌંદર્ય નિહાળતા સુનિતા વિલિયમ્સે પિતાને યાદ કર્યા ,અને કહ્યુ કે હુ જલ્દી ભારત આવીશ
અંતરીક્ષમાંથી દેશનું સૌંદર્ય નિહાળતા સુનિતા વિલિયમ્સે પિતાને યાદ કર્યા ,અને કહ્યુ કે હુ જલ્દી ભારત આવીશ

દિવસ અને રાત બંને સમયે ભારતને જોવું એક અવિશ્વસનીય અનુભવ હતો.

વિલિયમ્સે જણાવ્યું હતું કે પૃથ્વી પર પરત આવ્યા બાદ સૌથી પહેલા તેમણે પોતાના પતિ અને પાલતુ કૂતરાઓને ગળે લગાવ્યા.

સૌથી પહેલા ગ્રીલ્ડ સેન્ડવીચનો સ્વાદ માણ્યો અને પિતાને યાદ કર્યા. 

તે જરુર તેના પિતાના દેશ ભારત આવશે.

તેમણે એક્સિઓમ મિશનમાં ભારતની ભાગીદારીને મહત્વપૂર્ણ ગણાવી હતી.

 

READ MORE :

નિધિ તિવારી PM મોદીના નવા પ્રાઈવેટ સેક્રેટરી તરીકે નિમણૂંક, જાણો વિગત

 

9 મહિના સ્પેસ મા સુનિતા વિલિયમ્સ રહ્યા હતા

ગયા વર્ષે સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર આઠ દિવસ ના એક મિશન પર સ્ટારલાઈનર મા સવાર થઈને અંતરિક્ષમા ગયા હતા.

જોકે ટેકનિકલ સમસ્યાના કારણે તેમણે 9 મહિના સુધી અંતરીક્ષમાં જ રોકાવવું પડ્યું હતું.

જે બાદ ઈલોન મસ્કની કંપની સ્પેસએક્સે એક સ્પેશિયલ મિશન લોન્ચ કર્યું હતું. 

સુનિતા વિલિયમ્સ મૂળ ભારતીય અમેરિકન અંતરીક્ષયાત્રી છે. તેમનો જન્મ 19 સપ્ટેમ્બર 1965ના રોજ અમેરિકામાં થયો હતો.

તેમના પિતા દિપક પંડ્યાનું મૂળ વતન ગુજરાતનાં મહેસાણા જિલ્લામાં સ્થિત ઝુલાસણ ગામ છે.

તેઓ 1957માં મેડિકલના શિક્ષણ માટે અમેરિકા ગયા હતા. 

 

READ MORE :

ભારત-અમેરિકા સંબંધો મજબૂત રહેવાનું ટ્રમ્પનો વિશ્વાસ, PM મોદીને ‘સ્માર્ટ’ ગણાવ્યા

મ્યાનમાર બાદ ટોંગા દેશમાં 7.1 ની તીવ્રતાનો ભૂકંપ ,સુનામીની ચેતવણી જારી

Share This Article
author
Follow:
ડોલી ગોહિલ – TV1 Gujarati News માં કન્ટેન્ટ રાઇટર હું ડોલી ગોહિલ, TV1 Gujarati News માં એક સમર્પિત કન્ટેન્ટ રાઇટર છું. લખવાનું મારા માટે માત્ર એક કામ નથી, તે મારી ઓળખ છે. મારી કલમે એ સમાચાર લખવા કેવળ જાણકારી આપે, પણ વાચકોના મનમાં અસર છોડી જાય. ડિજિટલ પત્રકારિતાની ગહન સમજ સાથે, હું એવા લેખો તૈયાર કરું છું જે માહિતીપ્રદ, રસપ્રદ અને SEO-ફ્રેન્ડલી હોય. તાજા સમાચાર, વિશ્લેષણાત્મક લેખો કે સમાજને પ્રેરણાદાયી સ્ટોરીઝ મારા લખાણનો ધ્યેય હંમેશા સાફ રહે છે: વાચકોને ચોકસાઈભર્યું અને વિશ્વસનીય કન્ટેન્ટ આપવા.