સુરત : સ્કૂલ વેન પલટી ખાતાં વિદ્યાર્થીઓ ઘાયલ, તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા

24 03

સુરત 

સુરતમાં એક સ્કૂલ વેનને અકસ્માત નડ્યો. અન્ય કાર ચાલકની બેદરકારીથી સ્કૂીલ વેન પલટી ગઈ હતી,

જેથી તેમાં બેઠેલા વિદ્યાર્થીઓને સામાન્ય ઈજા પહોંચી હતી.

બાળકોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા.

સ્કૂલ વેન પલટી ખાઈ જવાની જાણ થતા વિદ્યાર્થીઓના વાલીઓના જીવ તાળવે ચોંટી ગયા હતાં.

શહેરના ડભોલી વિસ્તારમાં આવેલા એલ પી સવાણી રોડ પર વાત્સ્લય સ્કૂલના 7 જેટલા વિદ્યાર્થી ભરેલી વેન પલટી મારી ગઈ હતી.

અન્ય એક કારે સ્કૂલ વેનને ટક્કર મારી હતી, જેથી સ્કૂલ વેનના ડ્રાઈવરે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવી દીધો હતો.

જેના કારણે વેન પલટી ગઈ હતી. ઘટના બાદ આસપાસના લોકોનું ટોળુ એકઠું થઈ ગયું હતું,

જેમણે બાળકોને સલામત રીતે બહાર કાઢ્યા હતા. બાદમાં ઈજાગ્રસ્ત બાળકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા.

સમગ્ર ઘટનાને લઈને હોબાળો મચી જવા પામ્યો હતો. જો કે, આ ઘટનામાં કોઈ મોટી જાનહાની થઈ ન હતી.

ઘટનાની જાણ વાલીઓને થતા ઈજાગ્રસ્ત તેઓ તાત્કાલિક હોસ્પિટલમાં પહોંચ્યા હતા.

સિંગણપોર પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

Read More :

Gold Price Today : સોના-ચાંદીના ભાવમાં ઉછાળો, સોનું રૂ. 80,700 પર પહોંચ્યું

ટાટા ગ્રુપના શેરમાં 7%નો ઉછાળો : મોર્ગન સ્ટેન્લીએ ઓવરવેઈટ કોલ જાળવી રાખ્યો અને રેકોર્ડ હાઈ

Hyundai Listing Price : ડી-સ્ટ્રીટ પર હ્યુન્ડાઈ ઈન્ડિયા શેરની આજથી એન્ટ્રી, શું ચમકશે બજાર?

કોચીન ઈન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ જણાવ્યા અનુસાર મુંબઈ જઈ રહેલા એક મુસાફર તરફથી મૌખિક બોમ્બની ધમકી મળી હતી.

 
Share This Article