ઇન્સ્ટાગ્રામે ૧૩થી ૧૮ વર્ષની ઉમરના યુઝર્સ માટે ખાસ પ્રકારની સિક્યોરિટી ધરાવતા એકાઉન્ટ લૉન્ચ કર્યુ છે.
આ પ્રકારના એકાઉન્ટ્સનો કંટ્રોલ પેરન્ટ્સ પાસે રહેશે.
આ એકાઉન્ટ્સમાથી આન્ય યુઝરને ફોલો કરાતા હશે, તેમને જ મેસેજ અને ટેગ કરી શકાશે.
ઉપરાંત સેન્સિટિવ કન્ટેન્ટ હશે, તે પણ ઓટોમેટિકલી આ પ્રકારના એકાઉન્ટ્સના યુઝર્સ જોઇ નહી શકે.
તેમા રાત્રે ૧૦ વાગ્યા પછી પણ કોઇ નોટિફિકેશન નહિ આવે.
પરંતુ ૬૦ મિનિટ પછી એપ્લિકેશન બંધ કરવાનુ નોટિફિકેશન આવશે.
ભારતમા આ ટીન એકાઉન્ટ્સ જાન્યુઆરીથી કાર્યરત થશે.
ટીન એકાઉન્ટ્સનો ફાયદો
ઈન્સ્ટાગ્રામે ૧૩ થી૧૭ વર્ષના ટીનેજર્સ માટે લૉન્ચ કર્યુ ‘ ટીન એકાઉન્ટ્સ, કંટ્રોલ પેરેન્ટ્સ પાસે રહેશે.
આ પ્રકારના એકાઉન્ટમા યુઝર્સ જેમને ફોલો કરતા હશે, તેમને જ મેસેજ અને ટેગ કરી શકશે.
ડાયરેક્ટ મેસેજમા જેમને ફોલો કર્યા હશે, તેમના પણ ફક્ત મેસેજ રિસીવ કરી શકાશે.
યુઝર્સ સેન્સિટિવ કન્ટેન્ટ પણ નહી જોઇ શકે, રાતે ૧૦ વાગ્યા પછી નોટિફિકેશન બંધ.
આ પ્રકારના એકાઉન્ટમા ૬૦ મિનિટ પછી એપ બંધ કરવાનુ નોટિફિકેશન આવશે.
ભારતમા જાન્યુઆરીથી આ ફિચરની સુવિધા મળશે, પેરેન્ટ્સ સ્ક્રીન ટાઇમ લિમિટ નક્કી કરી શક્શે.
બાળકો શુ જોઇ રહ્યા છે અને કોની સાથે ચેટ કરી રહ્યા છે તે પણ પેરેન્ટ્સ જોઈ શકશે.
પેરેન્ટ્સ ચોક્ક્સ સમયે એપ બ્લોક કરીને સ્ક્રીન ટાઇમ કંટ્રોલ કરી શકશે.
ઇન્સ્ટાગ્રામ
ઇન્સ્ટાગ્રામ એક મોબાઈલ, ડેસ્કટૉપ અને ઈંટરનેટ-આધારિત ફોટો-શેરિંગ એપ્લિકેશન છે.
જે ઉપયોગકર્તાઓ ને ફોટો કે વિડિઓ ને સાર્વજનિક રૂપ થી કે નિજી તૌર પર શેર કરવાની અનુમતિ આપે છે.
તેની સ્થાપના ૨૦૧૦ માં કેવિન સિસ્ટરૉમ અને માઇક કેગરે કરી હતી.
ઓક્ટોબર ૨૦૧૦ માં આઈઓએસ(આઈઓએસ ઑપરેટિંગ સિસ્ટમ) ના માટે વિશેષ રૂપ થી મફત મોબાઈલ એપ ના રૂપ માં લૉન્ચ કરવામાં
આવ્યું હતું.
એન્ડ્રોઇડ (પ્રચાલન તંત્ર) ઉપકરણ ના માટે એક સંસ્કરણ બે વર્ષ પછી, એપ્રિલ ૨૦૧૨ માં રજૂ કરાઈ હતી.
નવેમ્બર ૨૦૧૨ માં ફીચર-સીમિત વેબસાઈટ ઇન્ટરફેસ, અને ૧૦ મોબાઈલ અને વિન્ડોઝ ૧૦ માટે ઓક્ટોબર ૨૦૧૬ માં એપ્લિકેશન તૈયાર કરાઈ હતી.
ઇન્સ્ટાગ્રામ પર આજે રજિસ્ટર્ડ સભ્યો અસંખ્ય ચિત્રો અને વિડિઓઝ શેર કરી શકે છે
જેમાં તેઓ ફિલ્ટર્સ પણ બદલી શકે છે. સાથે જ આ ચિત્રો ભેગું પોતાનું લોકેશન અર્થાત સ્થિતિ પણ જોડી શકાય છે.
આ ઉપરાંત જેમ ટ્વિટર અને ફેસબુક માં હૈશટૈગ જોડાય છે એમજ આમાં પણ હૈશટૈગ લાગવાનું વિકલ્પ મળે છે.
સાથે જ ફોટો અને વિડિઓ ના ઉપરાંત લખીને પણ પોસ્ટ કરી શકાય છે