ટ્રમ્પનો મોટો નિર્ણય : 227 વર્ષ જૂના કાયદાને આધારે ગેરકાયદે પ્રવાસીઓને દેશમાંથી કાઢવાનો ઇરાદો

By dolly gohel - author
ટ્રમ્પ 227 વર્ષ જૂના કાયદાને લાગુ કરે છે, ગેરકાયદે પ્રવાસીઓને દેશમાંથી કાઢવાની યોજના

ટ્રમ્પનો મોટો નિર્ણય 

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્ર્મ્પ એ ગેરકાયદેસર ઈમિગ્રન્ટસ ને બહાર કાઢવાનો નિર્ણય કરવામા આવ્યો છે.

ટ્ર્મ્પ એ સતામા આવ્યા પછી ભારત , બ્રાઝિલ અને મેક્સિકો સહિત ધણા દેશના હજારો લોકોને પરત મોકલવામા આવ્યા છે.

આ દરમિયાન હવે ટ્ર્મ્પ એ 227 વર્ષ જૂનો કાયદો લાવવાની તૈયારી કરી રહયો છે.

ટ્રમ્પનો મોટો નિર્ણય જે દરેક બિન અમેરિકન તરીકે વસવાટ કરતા હોય તેના માટે ખતરનાક સાબિત થઈ શકે છે.

તેમના આ નિર્ણય ને કોર્ટ મા લાવવાની પણ ચર્ચા થઈ રહી છે.

પરંતુ જો તે કાયદાનો અમલ કરી શકશે તો અમેરિકા સહિત સમગ્ર વિશ્વમાં મોટો હલચલ મચાવશે.

આ કાયદો છે, એલિયન એનિમી એક્ટ 1798 જે પ્રમુખને રાષ્ટ્રીય હિતના નામે કોઈપણ બિન-અમેરિકન લોકોને દેશમાંથી બહાર કાઢી શકે છે.

ટ્રમ્પ 227 વર્ષ જૂના કાયદાને લાગુ કરે છે, ગેરકાયદે પ્રવાસીઓને દેશમાંથી કાઢવાની યોજના
ટ્રમ્પ 227 વર્ષ જૂના કાયદાને લાગુ કરે છે, ગેરકાયદે પ્રવાસીઓને દેશમાંથી કાઢવાની યોજના

READ MORE :

કેરળના મલપ્પુરમમાં ભયંકર દુર્ઘટના : ફૂટબોલ મેચ પહેલા ભયંકર વિસ્ફોટ, 30થી વધુ લોકો ઘાયલ

 

એલિયન એનિમી એક્ટ એ શું છે?

એલિયન એનિમી એક્ટ એ 1798 વોરટાઈમ માટે હતો અને અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આ કાયદો સામાન્ય પરિસ્થિતિઓમાં લાગુ કરવા માંગે છે.

આ અંગે વિવાદ ચાલી રહ્યો છે અને આ કાયદાને પડકાર આપવાની તૈયારીઓ ચાલી રહી છે.

છતાં ટ્રમ્પ જે રીતે પોતાના ઈરાદાઓ પર કામ કરી રહ્યા છે તે જોતાં, લોકોમાં ડર પેદા થવો સ્વાભાવિક છે.

આ કાયદામાં કહેવામાં આવ્યું છે કે, જ્યારે પણ અમેરિકા અને અન્ય કોઈપણ દેશ વચ્ચે યુધ્દ્ર થઈ શકે છે.

ત્યારે અમેરિકન પ્રમુખ પાસે બિન અમેરિકન તરીકે વસવાટ કરતા લોકો અંગે નિર્ણય લેવાની સત્તા હશે.

તે ખાસ કરીને 14 વર્ષ અને તેથી વધુ ઉંમરના લોકો અંગે નિર્ણયો લઈ શકે છે અને તેમને દેશમાંથી બહાર પણ કાઢી શકાય છે.

આ કાયદા અંગે અમેરિકામાં ઘણી ચર્ચા ચાલી રહી છે.

હાલમાં ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્ર કાયદાનો અમલ કેવી રીતે કરવો તે અંગે વિચાર કરી રહ્યું છે.

ટ્રમ્પ વહીવટીતંત્ર કહે છે કે ટ્રેન ડી અરાગુઆ ગેંગને આતંકવાદી સંગઠન તરીકે નિયુક્ત કરવામાં આવશે.

આકાયદો ફકત તેનો સામનો કરવા માટે જ લાગુ કરવામા આવશે.

2024 ની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પે ઘણી વખત કહ્યું હતું કે, હું સત્તામાં આવીશ તો એલિયન એનિમી એક્ટ લાગુ કરવામા આવશે.

 

READ MORE :

 

પાકિસ્તાન સરકારનો ઐતિહાસિક નિર્ણય : પાકિસ્તાન મંદિરોની પુનર્વસાવટ માટે 30 કરોડ રૂપિયાનું બજેટ જાણો પાડોશી દેશનો માસ્ટર પ્લાન શું છે?

ઈઝરાયલમાં ત્રણ અલગ-અલગ સ્થળોએ બસો પર બોમ્બ હુમલો , આખા શહેરમાં દહશતનો માહોલ

Share This Article
author
Follow:
ડોલી ગોહિલ – TV1 Gujarati News માં કન્ટેન્ટ રાઇટર હું ડોલી ગોહિલ, TV1 Gujarati News માં એક સમર્પિત કન્ટેન્ટ રાઇટર છું. લખવાનું મારા માટે માત્ર એક કામ નથી, તે મારી ઓળખ છે. મારી કલમે એ સમાચાર લખવા કેવળ જાણકારી આપે, પણ વાચકોના મનમાં અસર છોડી જાય. ડિજિટલ પત્રકારિતાની ગહન સમજ સાથે, હું એવા લેખો તૈયાર કરું છું જે માહિતીપ્રદ, રસપ્રદ અને SEO-ફ્રેન્ડલી હોય. તાજા સમાચાર, વિશ્લેષણાત્મક લેખો કે સમાજને પ્રેરણાદાયી સ્ટોરીઝ મારા લખાણનો ધ્યેય હંમેશા સાફ રહે છે: વાચકોને ચોકસાઈભર્યું અને વિશ્વસનીય કન્ટેન્ટ આપવા.