ટ્ર્મ્પનો મોટો નિર્ણય : ભારત સહિત અનેક દેશોમા ટેરિફ ધટાડવા અંગેની ચર્ચા

By dolly gohel - author
ટ્ર્મ્પનો મોટો નિર્ણય : ભારત સહિત અનેક દેશોમા ટેરિફ ધટાડવા અંગેની ચર્ચા

ટ્ર્મ્પનો મોટો નિર્ણય 

ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર તેમની વેપાર નીતિઓને લઈને ચર્ચાઓમાં છે.

આ વખતે તેમણે નવી ટેરિફ નીતિ હેઠળ ભારત, ઇઝરાયલ અને વિયેતનામ જેવા મહત્ત્વપૂર્ણ વેપારી ભાગીદારો સાથે વાટાઘાટો શરૂ કરી દીધી છે.

2 એપ્રિલ, 2025 ના રોજ, યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત, ઇઝરાયલ અને વિયેતનામ પર નવી આયાત જકાત (ટેરિફ) ની જાહેરાત કરી છે.

જે 9 એપ્રિલથી અમલમાં આવશે.

ડોનાલ્ડ ટ્રમ્પની જાહેરાત મુજબ, ભારત પર 26%, વિયેતનામ પર 46% અને ઇઝરાયલ પર 17% ટેરિફ લાદવામાં આવ્યો છે.

ટ્રમ્પનો તર્ક છે કે આ નીતિ પારસ્પરિક વેપારના સિદ્ધાંત પર આધારિત છે.

જ્યાં જેટલું અમેરિકા કોઈ દેશમાંથી આયાત કરે છે તેના કરતા ઓછી અથવા તેના જેટલી નિકાસ થવી જોઈએ.

ટ્ર્મ્પનો મોટો નિર્ણય

ટ્ર્મ્પનો મોટો નિર્ણય : ભારત સહિત અનેક દેશોમા ટેરિફ ધટાડવા અંગેની ચર્ચા
ટ્ર્મ્પનો મોટો નિર્ણય : ભારત સહિત અનેક દેશોમા ટેરિફ ધટાડવા અંગેની ચર્ચા

ભારત સહિત ત્રણ દેશો સાથે ટ્ર્મ્પ એ વાત કરી રહ્યા છે

અમેરિકા એ ભારત , ઈઝરાયલ અને વિયેતનામાના પ્રતિનિધિઓ સાથે સક્રિય વેપારઘાટો કરી રહ્યુ છે.

ટ્ર્મ્પ ઈચ્છે કે સમયમર્યાદા પહેલા એક કરાર થાય જેથી ટેરિફ ને ટાળી શકાય.

ટ્રમ્પની ટ્રુથ સોશિયલ પોસ્ટ અનુસાર, વિયેતનામ કોમ્યુનિસ્ટ પાર્ટીના જનરલ સેક્રેટરીએ કહ્યું છે કે જો અમેરિકા સાથે કોઈ કરાર થાય છે.

તો તેઓ તેમના ટેરિફ શૂન્ય સુધી ઓછા કરવા તૈયાર છે.

આ એક સંકેત છે કે વિયેતનામ આ સોદા અંગે લવચીક વલણ અપનાવી શકે છે.

 

ટેરિફ પર ભારતનુ વલણ 

આ ટેરિફ એ ભારત માટે ખાસ કરીને પડકારજનક છે, કારણ કે અમેરિકા ભારત નુ સૌથી મોટુ નિકાસ બજાર છે.

26 ટકા આયાત કર ભારતીય ઉદ્યોગો પર, ખાસ કરીને કાપડ, આઇટી અને ફાર્મા જેવા ક્ષેત્રો પર ઊંડી અસર કરી શકે છે.

ઇઝરાયલ વિશે વાત કરીએ તો, ઇઝરાયલી અધિકારીઓએ પહેલાથી જ ચિંતા વ્યક્ત કરી છે.

કે યુએસ ટેરિફ ઇઝરાયલી કંપનીઓની સ્પર્ધાત્મકતાને નુકસાન પહોંચાડી શકે છે.

આ કારણે, કેટલીક કંપનીઓ અમેરિકામાં મેન્યુફેક્ચરિંગ યુનિટ શરૂ કરવાનું વિચારી શકે છે.

 

ટ્રમ્પની ‘ડીલ મેકિંગ’ રણનીતિ

ડોનાલ્ડ ટ્રમ્પે હંમેશા ડીલ મેકર તરીકેની પોતાની છબી જાળવી રાખી છે.

પત્રકારો સાથે વાત કરતા તેમણે કહ્યું કે દરેક દેશ અમને કૉલ કરી રહ્યો છે.

એ જ અમારી સુંદરતા છે, આપણે આપણી જાતને ડ્રાઇવરની સીટ પર રાખીએ છીએ.

તેમનું માનવું છે કે ટેરિફ દબાણનું એક સાધન છે, જેના દ્વારા દેશોને વાટાઘાટોના ટેબલ પર લાવી શકાય છે.

ટ્ર્મ્પનો મોટો નિર્ણય : ભારત સહિત અનેક દેશોમા ટેરિફ ધટાડવા અંગેની ચર્ચા
ટ્ર્મ્પનો મોટો નિર્ણય : ભારત સહિત અનેક દેશોમા ટેરિફ ધટાડવા અંગેની ચર્ચા

READ MORE :

મ્યાનમાર પછી પાપુઆ ન્યૂ ગિનીમાં 6.9 ની તીવ્રતાનો ધરતીકંપ , તટીય વિસ્તારો માટે સુનામી ચેતવણી જાહેર

 

ચીન અને કેનેડા તરફથી પ્રતિક્રિયા

જ્યારે કેટલાક દેશો વાટાઘાટોની તૈયારી કરી રહ્યા છે.

ત્યારે ચીન અને કેનેડાએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ યુએસ ટેરિફ સામે જવાબી કાર્યવાહી કરશે.

આનાથી સંભવિત વેપાર યુદ્ધનું વાતાવરણ સર્જાઈ શકે છે.

 

READ MORE :

લંડનથી ભારત આવી રહેલી ફ્લાઇટ તુર્કી ખાતે અટવાઈ, બે ગુજરાતી સહિત 300 ભારતીયો ફસાયા

ટ્રમ્પનું મોટું નિવેદન : અમેરિકાએ ભારત પર 26% ટેરિફ લગાડયો, અને કહ્યુ કે અમે અડધો જ ટેરિફ વસૂલ કરશુ

Share This Article
author
Follow:
ડોલી ગોહિલ – TV1 Gujarati News માં કન્ટેન્ટ રાઇટર હું ડોલી ગોહિલ, TV1 Gujarati News માં એક સમર્પિત કન્ટેન્ટ રાઇટર છું. લખવાનું મારા માટે માત્ર એક કામ નથી, તે મારી ઓળખ છે. મારી કલમે એ સમાચાર લખવા કેવળ જાણકારી આપે, પણ વાચકોના મનમાં અસર છોડી જાય. ડિજિટલ પત્રકારિતાની ગહન સમજ સાથે, હું એવા લેખો તૈયાર કરું છું જે માહિતીપ્રદ, રસપ્રદ અને SEO-ફ્રેન્ડલી હોય. તાજા સમાચાર, વિશ્લેષણાત્મક લેખો કે સમાજને પ્રેરણાદાયી સ્ટોરીઝ મારા લખાણનો ધ્યેય હંમેશા સાફ રહે છે: વાચકોને ચોકસાઈભર્યું અને વિશ્વસનીય કન્ટેન્ટ આપવા.