અમેરિકાની ઠંડી વચ્ચે ટ્રમ્પનો મોટો નિર્ણય : 1985 પછી પ્રથમ વખત US કેપિટલમાં શપથ સમારોહ યોજાશે

અમેરિકાની ઠંડી વચ્ચે

અમેરિકાના નવા ચૂંટાયેલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ એ 20 મી જાન્યુઆરી સોમવાર ના દિવસે પ્રમુખ પદના શપથ લેવાની તૈયારી કરી રહ્યા છે. 

આ દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પે જમાવ્યું હતું કે, સોમવારે મારા શપથ ગ્રહણ સમારોહમાં ભીષણ ઠંડીને કારણે બહારના બદલે અમેરિકન કેપિટોલની અંદર થશે.

40 વર્ષમાં આ પહેલીવાર બનશે જ્યારે કોઈ અમેરિકાના પ્રમુખ શપથ ગ્રહણ સમારોહ US કેપિટલમાં યોજાશે.

ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે ટ્રુથ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ લખ્યું હતું કે, વોશિંગ્ટન, ડીસીનું તાપમાન રેકોર્ડ નીચા સ્તરે પહોંચાડી શકે છે.

દેશમાં આર્કટિક વાવાઝોડું ફૂંકાઈ રહ્યું છે. હું નથી ઇચ્છતો કે લોકો આનાથી પ્રભાવિત થાય.

તેથી  શપથ ગ્રહણ સમારોહ સહિત અન્ય કાર્યક્રમ યુનાઇટેડ સ્ટેટ્સ કેપિટોલમાં આપવાનો આદેશ આપ્યો છે.

 

અમેરિકાની ઠંડી વચ્ચે

READ  MORE  :

ઓસ્ટ્રેલિયામાં દુર્ઘટના: સી પ્લેનની દુર્ઘટના, પાઈલટ સહિત 3 લોકોના મોત, 3 દર્દીઓ ઈજાગ્રસ્ત

અમેરિકાના નવા ચૂંટાયેલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઠંડીને કારણે છેલ્લી વખત શપથવિધિ અંદર યોજાઈ હતી.

અગાઉ  વર્ષ 1985માં પૂર્વ રિપબ્લિકન પ્રમુખ રોનાલ્ડ રીગનના શપથ ગ્રહણ પણ કેપિટોલ રોટુન્ડામાં યોજાયો હતો. 

આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે,સમર્થકો કેપિટલ વન એરેનાની અંદર સ્ક્રીન પર સમારોહ જોઈ શકે છે.

કેપિટલ વન એરેના એ વોશિંગ્ટન શહેરના મધ્યમાં સ્થિત એક રમતગમત સ્થળ છે જે 20,000 લોકો બેસી શકે છે.

અમેરિકાના પૂર્વ ફર્સ્ટ લેડી મિશેલ ઓબામા ડોનાલ્ડ ટ્રમ્પના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપશે નહીં.

અમેરિકન ઇતિહાસમાં છેલ્લા 150 વર્ષમાં આ પહેલી વાર છે જ્યારે પૂર્વ પ્રમુખ અને તેમના જીવનસાથી સમારોહમાં હાજરી આપી રહ્યા નથી.

મિશેલ ઓબામા શપથ ગ્રહણ સમારોહમાં કેમ હાજરી આપી રહ્યા નથી તે અંગે કોઈ ચોક્કસ સ્પષ્ટતા આપી નથી.

મિશેલ ઓબામાએ ભૂતપૂર્વ યુએસ રાષ્ટ્રપતિ જિમી કાર્ટરના અંતિમ સંસ્કારમાં પણ હાજરી આપી ન હતી.

જેમાં બરાક ઓબામા ટ્રમ્પ સાથે વાત કરતા જોવા મળ્યા હતા, જેનો ફોટો પણ વાયરલ થઈ રહ્યો છે.

 

READ MORE :

 

શટડાઉનનો ભય: અમેરિકનોમાં પગાર વગર કામ કરવા અને સરકારી સેવાઓ બંધ થવાની ચિંતા !

પુતિન વિરુદ્ધ મસ્કનો આક્રમક જવાબ, રશિયાએ ‘સ્ટારલિંક કિલર’ લોન્ચ કર્યું ,યુક્રેનની સંચાર વ્યવસ્થાને નુકસાન થવાની શક્યતા !

ફ્રાંસ: સંસદમાં અવિશ્વાસની દરખાસ્તમાં વડાપ્રધાન માઈકલ બર્નીયર પરાજિત

 

 

Share This Article