અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેવાવાળા ભારતીયોને ટ્રમ્પના આદેશ હેઠળ વિમાને ભારત મોકલવામાં આવ્યા

By dolly gohel - author

અમેરિકામાં ગેરકાયદેસર રીતે

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આદેશ બાદ અમેરિકાએ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને બહાર કાઢવાનું શરૂ કરી દીધું છે.

સોમવારે એક અમેરિકન મિલિટરી પ્લેન અમેરિકાથી માઈગ્રન્ટ્સને લઈને ભારત આવવા રવાના થયું હતું.

રોયટર્સે એ જણાવ્યા મુજબ C-17 લશ્કરી વિમાન પ્રવાસીઓ સાથે રવાના થયું છે. તેમન આ પ્લેન 24 કલાકે ભારત પહોંચશે. 

રાષ્ટ્રપતિ ટ્રમ્પના વ્હાઇટ હાઉસ પરત ફર્યા બાદ ભારતમાં આ પ્રથમ દેશનિકાલ છે.

ટ્રમ્પે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને વિદેશમંત્રી એસ જયશંકર સાથે અમેરિકામાં ભારતીય ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સના મુદ્દા પર ચર્ચા કરી હતી.

અગાઉ, ભારત ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને પરત લેવા માટે સંમત થયું હતું.

અને લગભગ 18,000 ગેરકાયદે ઇમિગ્રન્ટ્સને પરત લેવાની વાત કરી હતી.

 

ભારતીયો પાસે સૌથી વધુ H-1B વિઝા મળ્યા 

 
જેઓ ગેરકાયદેસર રીતે અમેરિકામાં છે. ટૂંક સમયમાં વડાપ્રધાન મોદી એ  અમેરિકાના પ્રવાસે જવાના છે.
 
આ દરમિયાન તેઓ યુએસ રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે મહત્વપૂર્ણ બેઠક કરાવના છે, જેના પર સૌની નજર છે.
 
આ બેઠક દરમિયાન ભારતીય ઇમિગ્રન્ટ્સ અંગે ચર્ચા થઇ શકે છે.
 
અમેરિકા દ્વારા જારી કરવામાં આવેલા મોટાભાગના H-1B વિઝા ભારતીયોને મળ્યા છે. ટ્રમ્પે તેમના ચૂંટણી પ્રચાર દરમિયાન કહ્યું હતું
 
જ્યારે હું ફરીથી ચૂંટાઈશ ત્યારે અમે અમેરિકન ઈતિહાસનું સૌથી મોટું દેશનિકાલ અભિયાન શરૂ કરીશું.

 

અમેરિકન સેનાની પણ મદદ માંગી 

ગેરકાયદેસર ઈમિગ્રન્ટ્સ વિરુદ્ધના આ અભિયાનમાં ટ્રમ્પ પ્રશાસને અમેરિકી સેનાની પણ મદદ માંગી છે.

આ માટે યુએસ-મેક્સિકો બોર્ડર પર વધારાના સૈનિકો તૈનાત કરવામાં આવ્યા છે .

અને સ્થળાંતર કરનારાઓને રાખવા માટે સૈન્ય મથકોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

ગેરકાયદેસર વસાહતીઓને પાછા મોકલવા માટે લશ્કરી વિમાનોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

આ અંતર્ગત માઈગ્રન્ટ્સને ગ્વાટેમાલા, પેરુ અને હોન્ડુરાસ જેવા દેશોમાં મોકલવામાં આવ્યા છે.

ભારત એ  સૌથી દૂરનું સ્થાન છે જ્યાં દેશનિકાલ ફ્લાઇટ જશે.

 

ટ્રમ્પ અને પીએમ મોદીની ઈમિગ્રેશન પર ચર્ચા કરશે

ડોનાલ્ડ ટ્રમ્પે ગયા મહિને પીએમ મોદી સાથે ફોન પર વાતચીત દરમિયાન ગેરકાયદેસર ઇમિગ્રેશન અંગે ચર્ચા કરી હતી.

ટ્રમ્પે કહ્યું કે ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને પરત લેવા માટે ભારત યોગ્ય પગલાં લેશે.

વ્હાઇટ હાઉસના જણાવ્યા અનુસાર બંને નેતાઓ વચ્ચે સકારાત્મક અને સહયોગને લઈને વાતચીત થઈ.

 

READ MORE :

International News : BRICS સમિટ માટે વડા પ્રધાન મોદી રશિયા પહોંચ્યા, વિશ્વના નેતાઓ સાથે મુલાકાતનું મહત્વ શુ છે ?

Gujarat News : ધો.10-12ની બોર્ડ પરીક્ષા : પરીક્ષાની ફી મા વધારો એ વાલીઓ માટે ચિંતાનો વિષય બની ગયો છે

 
Share This Article
author
Follow:
ડોલી ગોહિલ – TV1 Gujarati News માં કન્ટેન્ટ રાઇટર હું ડોલી ગોહિલ, TV1 Gujarati News માં એક સમર્પિત કન્ટેન્ટ રાઇટર છું. લખવાનું મારા માટે માત્ર એક કામ નથી, તે મારી ઓળખ છે. મારી કલમે એ સમાચાર લખવા કેવળ જાણકારી આપે, પણ વાચકોના મનમાં અસર છોડી જાય. ડિજિટલ પત્રકારિતાની ગહન સમજ સાથે, હું એવા લેખો તૈયાર કરું છું જે માહિતીપ્રદ, રસપ્રદ અને SEO-ફ્રેન્ડલી હોય. તાજા સમાચાર, વિશ્લેષણાત્મક લેખો કે સમાજને પ્રેરણાદાયી સ્ટોરીઝ મારા લખાણનો ધ્યેય હંમેશા સાફ રહે છે: વાચકોને ચોકસાઈભર્યું અને વિશ્વસનીય કન્ટેન્ટ આપવા.