ટ્રમ્પ સાથે પીએમ મોદીની બેઠક
ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા પછી વડાપ્રધાન મોદી અમેરિકાની મુલાકાતે જઈ રહ્યા છે.
અને તેમના પ્રવાસ કાર્યક્રમને અંતિમ સ્વરૂપ પણ આપી દેવામાં આવ્યું છે.
પીએમ મોદી ફેબ્રુઆરીમાં જ અમેરિકાના બે દિવસના પ્રવાસે જશે અને 13 મી અને 14 મી ફેબ્રુઆરી એ ત્યાં જ રહેશે.
ટ્રમ્પે સત્તા ગ્રહણ કર્યા બાદ બંને નેતાએ વચ્ચે આ પહેલી દ્વિપક્ષીય મંત્રણા હશે.
અમેરિકાના પ્રવાસ પહેલા તેઓ 12 મી ફેબ્રુઆરી એ ફ્રાન્સ મા યોજાયેલી કોન્ફરન્સ મા પણ ભાગ લેશે.
અને તેના પછી તેઓ ફ્રાન્સ થી જ સીધા અમેરીકા જશે. કોન્ફરન્સ એ એઆઈ આધારીત છે.
જો કે , તેમનો આ કાર્યક્રમ એ હજુ જાહેર કરવામા આવ્યો નથી .
પરંતુ એવી માહીતી મળી છે કે વડાપ્રધાન મોદી એ 10 અને 11 ફ્રેબુઆરી મા ફ્રાન્સ મા જ રહેશે.
અને ત્યા ગ્રાન્ડ પેલેસ ખાતે યોજાયેલા શિખર સમેલન મા ભાગ પણ લેશે.
ટ્રમ્પ સાથે પીએમ મોદીની બેઠક
મોદી અને ટ્રમ્પ વચ્ચે શું ચર્ચાઓ થશે
ટ્રમ્પ અને મોદી 13 મી ફેબ્રુઆરીએ અમેરિકામાં મુલાકાત કરી શકે છે.
આ સમય દરમિયાન ટ્રમ્પ પીએમ મોદી માટે રાત્રી ભોજનનિં પણ આયોજન કરશે.
આ પછી યોજનારી બેઠકમાં અમેરિકા અને ભારત વચ્ચે સંરક્ષણ જોધા અને પ્રાદેશિક સહયોગના મુદ્દા પર ચર્ચા થશે.
ઇન્ડો પેસિફિક મુદ્દે પણ ચર્ચા થઈ શકે છે. ટ્રમ્પે USAID બંધ કરવાનો સંકેત આપ્યો છે.
જો ટ્રમ્પ વહીવટી તંત્ર આમ કરશે તો તેની ભારત પર ઓછામાં ઓછી અસર પડશે.
આ મુદ્દે બંને દેશ વચ્ચે વાતચીત પણ થઈ શકે છે.