ટ્રમ્પના ચોંકાવનારાં પગલાં
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એ પોતાના એક્ઝિક્યુટિવ ઓર્ડર માં ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ (International Criminal Court) પર પ્રતિબંધો લગાવવાનો નિર્ણય લીધો છે.
ટ્રમ્પનું આ પગલું ICC દ્વારા ઇઝરાયલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી કર્યા બાદ લેવામાં આવ્યું છે
ટ્રમ્પે આ કાર્યવાહીને “ગેરકાયદેસર અને પાયાવિહોણી” ગણાવી અને ICC પર તેની સત્તાનો દુરુપયોગ કરવાનો આરોપ પણ લગાવ્યો છે.
અમેરિકા કે ઇઝરાયલ આ કોર્ટના સભ્ય નથી. પ્રતિબંધો અંગે ICC તરફથી તાત્કાલિક કોઈ પ્રતિક્રિયા આવી નથી.
ટ્ર્મ્પ એ ICC ના તપાસને ખોટી કહી
ડોનાલ્ડ ટ્રમ્પના આદેશમાં કહેવામાં આવ્યું છે કે ICC અફઘાનિસ્તાનમાં અમેરિકન સૈનિકો અને ગાઝામાં ઇઝરાયલી સૈનિકો દ્વારા કથિત યુદ્ધ ગુનાઓની તપાસ કરી રહ્યું છે.
ટ્રમ્પે તેને અમેરિકા અને તેના નજીકના સાથી ઇઝરાયલને નિશાન બનાવતી ગેરકાયદેસર કાર્યવાહી ગણાવી હતી.
આ આદેશમાં ICC અધિકારીઓ, કર્મચારીઓ અને તેમના પરિવારો સામે સંપત્તિ જપ્ત કરવા અને મુસાફરી પ્રતિબંધનો નિર્દેશ આપવામાં આવ્યો છે.
નેતન્યાહૂની અમેરિકા મુલાકાત
આ અઠવાડિયે જ નેતન્યાહૂ એ વ્હાઇટ હાઉસમાં ટ્રમ્પને મળ્યા હતા.
જ્યાં તેમણે ગાઝા પર યુએસ “કબજો” લાદવાની અને પેલેસ્ટિનિયનોને અન્ય મધ્યપૂર્વીય દેશોમાં સ્થળાંતર કરવાની તેમની યોજનાનું અનાવરણ
કર્યું હતુ.
ઇઝરાયલ પ્રત્યે ટ્રમ્પનો ટેકો વ્યક્ત કરવા માટે નેતન્યાહૂની વ્હાઇટ હાઉસની મુલાકાત બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.
READ MORE :
સ્વિડનમાં સ્કૂલમાં ગોળીબારની ઘટના : 10 લોકોના મોત, અનેક ઘાયલ વડાપ્રધાન પણ ચિંતિત
ICC દ્વારા જારી કરાયેલ ધરપકડ વોરંટ
ICC એ 21 નવેમ્બર 2024 ના રોજ ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ, તેમના ભૂતપૂર્વ સંરક્ષણ પ્રધાન યોવ ગાલાન્ટ અને હમાસના
લશ્કરી વડા મોહમ્મદ દેઇફ સામે ધરપકડ વોરંટ જારી કર્યું હતુ.
આ વોરંટ તેમના પર “માનવતા વિરુદ્ધના ગુનાઓ” અને “યુદ્ધ અપરાધો”નો આરોપ મૂકે છે.
ઇઝરાયલે દાવો કર્યો છે કે મોહમ્મદ દેઇફ મૃત્યુ પામ્યો છે.
ટ્રમ્પનો આ નિર્ણય આંતરરાષ્ટ્રીય રાજકારણમાં એક મોટો સંકેત છે અને તેનાથી અમેરિકા અને ઇઝરાયલના ICC સાથેના સંબંધોમાં તણાવ વધુ
વધી શકે છે.
READ MORE :
ચીનનું ટેરીફ વૉર : અમેરિકા સામે ચીનનો નિર્ણય ,કોલસો અને ક્રૂડ ઑઈલ પર 15% ટેક્સ લગાવવાની કાર્યવાહી