તૂર્કિ એ ભૂકંપનો જોરદાર ઝટકો અનુભવ્યો, રિક્ટર સ્કેલ પર તીવ્રતા 5.9 જણાવવામાં આવી રહી છે

17 02

17 03

તૂર્કિયેએ ભૂકંપનો જોરદાર ઝટકો

ભૂકંપના ભયાનક ઝટકાથી તૂર્કિયે હચમચી ગયું છે.

જણાવવામાં આવી રહ્યું છે કે, આજે પૂર્વી તૂર્કિયેએ ભૂકંપનો જોરદાર ઝટકો અનુભવ્યો છે.

જેની રિક્ટર સ્કેલ પર તીવ્રતા 5.9 જણાવવામાં આવી રહી છે.

ભૂકંપના ઝટકા લાગવાથી લોકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે.

અધિકારીઓએ જણાવ્યું કે, હાલ ભૂકંપથી કોઈપણ નુકસાનની સૂચના નથી મળી, પરંતુ આ વિશે વધારે જાણકારી મેળવવામાં આવી રહી છે.

સરકારી આપત્તિ અને ઇમરજન્સી મેનેજમેન્ટ પ્રેસિડેન્સી અથવા એએફએડી અનુસાર, 5.9 તીવ્રતાનો ભૂકંપ માલાટ્યા પ્રાંતના કાલે શહેરમાં

સવારે 10:46 વાગ્યે આવ્યો હતો.

ભૂકંપની અસર નજીકના શહેર દિયારબાકિર, એલાજિગ, એર્જિનકન અને ટુન્સેલીમાં પણ અનુભવાયો હતો.

માલાટ્યાના મેયર સામી એરએ જણાવ્યું કે, ‘અમને હજુ સુધી કોઈપણ પ્રકારની સમસ્યાની સૂચના નથી મળી.

તૂર્કિયેના અધિકારીઓએ કહ્યું કે, હજુ પણ દૂરના વિસ્તારોમાં સંભવિત નુકસાનની આકારણી કરવામાં આવી રહી છે.

મળતી માહિતી મુજબ, આખાય ક્ષેત્રમાં લોકો ડરીને ઘરમાં અને ઓફિસોમાંથી બહાર નીકળી રહ્યા છે.

માલાટ્યા એ 11 પ્રાંતમાંથી છે જે ગયાં વર્ષે તૂર્કિયે અને ઉત્તર સીરિયાના અમુક ભાગમાં આવેલા ભૂકંપથી તબાહ થઈ ગયું હતું.

આ ભૂકંપમાં ભારતે સૌથી પહેલાં તૂર્કિય ની મદદ કરી હતી.

READ  MORE : 

 અંકલેશ્વર બાદ દાહોદમાં 168 કરોડ રૂપિયાના 112 કિલો જેટલું એમડી ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો !

યુક્રેનમાં લડાઈ માટે તૈનાત થાય તો રશિયામાં ઉત્તર કોરિયાના સૈનિકો છે, યુએસનો દાવો

સુરત : સ્કૂલ વેન પલટી ખાતાં વિદ્યાર્થીઓ ઘાયલ, તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા

ટાટા ગ્રુપના શેરમાં 7%નો ઉછાળો : મોર્ગન સ્ટેન્લીએ ઓવરવેઈટ કોલ જાળવી રાખ્યો અને રેકોર્ડ હાઈ

Share This Article