અમેરિકાનો મોટો નિર્ણય
વિશ્વના પ્રમુખ વિકસિત દેશો બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા, ચીન અને સાઉથ આફ્રિકાનું સંગઠન BRICS વેપાર માટે યુએસ ડોલર પરની
નિર્ભરતા ઘટાડવા માટે પોતાની કરન્સી શરુ કરવા વિચારણા કરી રહ્યું છે.
એવામાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બ્રિક્સ દેશોને ધમકી આપી છે.
ટ્રમ્પે કહ્યું કે બ્રિક્સ દેશોએ સમજવું જોઈએ કે તેઓ યુએસ ડોલરને બદલી ન શકે.
જો એવું કરવાનો કોઈ પ્રયાસ કરવામાં આવશે તો અમેરિકા આ દેશો પર 100 ટકા ટેરિફ લાદશે.
ટ્રમ્પે કહ્યું કે આ હોસ્ટાઈલ દેશો અમેરિકન ડૉલરના વર્ચસ્વને પડકારવાનો પ્રયાસ ન કરે અને ન તો બ્રિક્સ દેશોની કોઈ કરન્સી લાવે.
અમેરિકાનો મોટો નિર્ણય અથવા તેને સપોર્ટ કરે. જો કોઈએ આવું કર્યું તો બ્રિક્સ દેશો પર 100% ટેરિફ લગાવાશે.
ટ્રમ્પ એ શુ ધમકી આપી હતી ?
ટ્રમ્પે કહ્યું કે જો બ્રિક્સ અમેરિકન ડોલરને સામે પોતાની નવી કરન્સી લોન્ચ કરશે તો ભારે કિંમત ચૂકવવી પડશે.
આ દેશોને અમેરિકન બજારમાંથી બાકાત રાખવામાં આવશે. ટ્રમ્પે કહ્યું કે અમેરિકા પ્રેક્ષક બનીને બેસી રહશે નહી.
જો ડોનાલ્ડ ટ્ર્મ્પ એ બ્રિકસ દેશો તરફ કોઈ નિર્ણય લેશે , તો તે નિર્ણય એ ભારત માટે મોટો પડકાર ઉભો થશે.
ટ્રમ્પે તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરીને લખ્યું કે બ્રિક્સ દેશો યુએસ ડોલરના વર્ચસ્વને પડકારવાનો પ્રયાસ કરી રહ્યા છે .
અમે ઇચ્છીએ છીએ કે આ દેશો ન તો નવી બ્રિક્સ કરન્સી શરુ કરે ન તો અમેરિકન ડોલરના વર્ચસ્વને પડકારવા માટે અન્ય કોઈ ચલણને ટેકો આપે.
જો અમારી વાત નહીં માનવામાં આવે તો બ્રિક્સ દેશો પર 100 ટકા ટેરિફ લાદવામાં આવશે.
ટ્રમ્પે કહ્યું કે આ દેશો માટે અમેરિકન બજારના દરવાજા બંધ થઈ જશે. તેમને બીજું બજાર શોધવું પડશે.
બ્રિક્સ દેશો આંતરરાષ્ટ્રીય બજારમાં યુએસ ડોલરને બદલે અન્ય કોઈ ચલણને પ્રાધાન્ય આપે તેવી કોઈ શક્યતા નથી.
બ્રિક્સ દેશોને નવી કરન્સીનું શું જરૂર છે ?
અમેરિકાના કટ્ટર વિરોધી દેશો રશિયા અને ચીન પહેલાથી જ ડોલરને બદલે યુઆન અને અન્ય કરન્સીમાં વેપાર કરી રહ્યા છે.
ભારત અને બ્રાઝિલ પણ વેપારમાં ડોલરને બદલે સ્થાનિક કરન્સીને પ્રોત્સાહન આપવાનું વિચારી રહ્યા છે.
જો બ્રિક્સનું નવું ચલણ શરુ કરે તો અમેરિકાની આર્થિક સ્થિતિને નબળી થઇ શકે છે. નવી કરન્સી શરુ કરવાના ઘણા કારણો છે.
તાજેતરના વૈશ્વિક નાણાકીય પડકારો અને અમેરિકાની આક્રમક વિદેશ નીતિઓને કારણે બ્રિક્સ દેશો માટે નવી કરન્સીની જરૂરિયાત ઉભી થઈ છે.
નવી કરન્સીની જરૂરિયાત અંગે સૌપ્રથમ ચર્ચા એ 2022 માં 14 મી બ્રિક્સ સમિટ દરમિયાન થઈ હતી.
તે સમયે, રશિયન રાષ્ટ્રપતિ પુતિને કહ્યું હતું કે બ્રિક્સ દેશો એક નવી વૈશ્વિક કરન્સી રજૂ કરવાની યોજના બનાવી રહ્યા છે.
બ્રિક્સની કરન્સીથી અમેરિકાને વાંધો કેમ? જો બ્રિક્સ પોતાની કરન્સી લોન્ચ કરે છે, તો અમેરિકન ડોલરનું વર્ચસ્વ નબળું પડી શકે છે.
અમેરિકાની વૈશ્વિક આર્થિક શક્તિનું એક મુખ્ય કારણ ડોલરનું વર્ચસ્વ છે.
જો દુનિયા ડોલરને બદલે બ્રિક્સ કરન્સી અપનાવવાનું શરૂ કરે, તો અમેરિકન અર્થતંત્રને મોટો ફટકો પડી શકે છે.
READ MORE :
લંડનની હીથ્રો એરપોર્ટ 24 કલાક માટે બંધ, પાવર સબસ્ટેશનમાં લાગેલા આઘાતક આગથી વિમાનો પર અસર