અમેરિકામાં મોટી છટણી
અમેરિકામાં લગભગ 10 હજાર સરકારી કર્મચારીઓને નોકરી પરથી કાઢી મૂકવામાં આવ્યા છે.
ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના સહયોગી ઈલોન મસ્કે સાથે મળીને એક જ દિવસમાં 9500 કર્મચારીઓને કાઢી મૂકવાનો નિર્ણય લીધો છે.
આ કર્મચારીઓ સરકારી જમીનોના રક્ષણથી લઈને નિવૃત્ત સૈનિકોની સારસંભાળ રાખવાના કામમાં રોકાયેલા હતા.
અમેરિકામાં મોટી છટણી ડોનાલ્ડ ટ્રમ્પની સરકારે નોકરશાહીમાં ઘટાડો કરવા માટે આ કડક પગલું ભર્યું છે.
ફેડરલ લેન્ડથી માંડીને નિવૃત્ત સૈનિકોની સંભાળ રાખવાની જવાબદારી નિભાવી રહેલા કર્મચારીઓને છૂટા કરવામાં આવ્યા છે.
ટ્રમ્પે જણાવ્યું હતું કે મસ્કે તેને વચન આપ્યું છે કે તે સરકારમાં છેતરપિંડી અને વેસ્ટ મેનેજમેન્ટ ઓળખી દ્વારા એક ટ્રિલિયન ડોલર બચાવી આપશે.
આ રકમ કુલ ફેડરલ ફંડિંગના 15 ટકા જેટલી થાય છે. અમેરિકામાં કુલ ૩૦ લાખ ફેડરલ એમ્પ્લોયી છે.
મસ્ક તેમા 70 ટકા કાપ મૂકવાની વાત કરી ચૂક્યો છે.
કયા કયા સરકારી વિભાગોમાં છટણી કરવામા આવી ?
નોકરીમાંથી કાઢી મૂકાયેલા મોટાભાગના લોકો પ્રોબેશન પીરિયડ પર હતા.
ઘણા કર્મચારીઓને નોકરી પર એક વર્ષ પણ પૂરું નહોતું થયું.
જ્યારે કેટલીક સરકારી એજન્સીઓ પણ બંધ કરી દેવામાં આવી છે.
તેમાં કન્ઝ્યૂમર ફાઈનાન્શિયલ પ્રોટેક્શન બ્યુરોનો પણ સમાવેશ થાય છે
આ દરમિયાન ઈન્ટરલ રેવન્યૂ સર્વિસમાં પણ હજારો કર્મચારીઓને કાઢી મૂકવાની તૈયારી છે.
READ MORE :
પ્લેનમાં ભયાનક આગ : 300થી વધુ મુસાફરોમાં ગભરાટ મચી , ફ્લાઇટ ક્રેશ થતા માંડ-માંડ બચી
3 ટકા સરકારી કર્મચારીઓએ સ્વૈચ્છાએ નોકરી છોડી?
15 એપ્રિલ પહેલા આ વિભાગમાં મોટી સંખ્યામાં કર્મચારીઓને કાઢી મૂકવામાં આવી શકે છે.
વ્હાઇટ હાઉસના જણાવ્યા અનુસાર, 75,000 એવા કર્મચારીઓ હતા.
જેમણે ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈલોન મસ્કના વિરોધમાં સ્વેચ્છાએ નોકરી છોડી દીધી હતી.
અમેરિકાનો કુલ સરકારી સ્ટાફ આશરે 23 લાખ છે. આ
વી સ્થિતિમાં, લગભગ 3 ટકા સરકારી કર્મચારીઓએ પોતાની નોકરી જાતે છોડી દીધી છે.
READ MORE :
રેસિપ્રોકલ ટેરિફ : ભારતના ઊદ્યોગોને રેસિપ્રોકલ ટેરિફના અમલથી કયા પ્રકારના ખતરો આવી શકે છે?