વડોદરામાં શિક્ષકોની બદલીઓ માટે
વડોદરા જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષકોની બદલીનો કેમ્પ યોજવામાં આવ્યો હતો.
બદલી બાબતે નવા નિયમોને પગલે યોજાયેલા આ કેમ્પમાં બહારના જિલ્લાના શિક્ષકોને બોલાવીને શાળા પસંદ કરનારને સ્થળ ઉપર જ
ઓર્ડર આપવામાં આવ્યા હતા.
જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ જણાવ્યું હતું કે કેમ્પમાં ઇન્ફર્મેશન ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
જેમાં ત્રણ બાબતો મહત્વની હતી. જેમ કે, અગ્રતા યાદી, સિનિયોરિટી લિસ્ટ અનેખાલી પડેલી જગ્યાની યાદી ઓનલાઇન મૂકવી.
જેના ક્યુઆર કોડ જનરેટ કરાયા હતા. જેમાં બદલી કેમ્પના સ્થળના લોકેશનના પણ ક્યુઆર મૂકવામાં આવ્યા હતા.
અગ્રતા યાદીમાં સરકારી સેવામાં હોય એવા દંપતિ, વિધવા અને દિવ્યાંગ શ્રેણીમાંઆવતા હોય એવા શિક્ષકોનો સમાવેશ કરાયો હતો.
જેમને બદલીમાં અગ્રતા આપવામાં આવે છે. આ ઉપરાંત વરિષ્ઠતા ક્રમ અને ખાલી સ્થળની વિગતો પણ આ ક્યુઆર કોડથી જોઇ શકાતી હતી.
વડોદરામાં શિક્ષકોની બદલીઓ માટે
read more :“BAPSનું વિશાળ ‘કાર્યકર સુવર્ણ મહોત્સવ’ અમદાવાદમાં, 30 દેશોના એક લાખ કાર્યકરો એકત્રિત થશે”
125 શિક્ષકોએ સ્થળ પસંદ કરતા તેને સ્થળ ઉપર જ ઓર્ડર આપી દેવામાં આવ્યા હતા.
જિલ્લા ફેરના એક તરફી બદલી માટેની માંગણીમાં 2009થી ડિસેમ્બર-2022 સુધીની પ્રાથમિક વિભાગની યાદી વાળા 1178 શિક્ષકોને
રાજ્યભરમાં બોલાવ્યા હતા. તેમાંથી 143 શિક્ષકો હાજર રહ્યા હતા.
શિક્ષકોને પીળા અને તેના પરિવારજનને વાદળી કોડ આપી જિલ્લા શિક્ષણાધિકારીને કચેરીએ બોલાવવામાં આવ્યા હતા.
તેમાંથી બહારના શિક્ષક કેમ્પમાં આવે તે બાદ રજીસ્ટ્રેશન કરાવવાનું હોય છે અને શાળા પસંદ કરવાની હોય છે.
ખાલી જગ્યાની માહિતી ક્યુઆર કોડથી આપવામાં આવી હતી. બાદમાં સમિતિ સમક્ષ સહમતી આપવાની હોય છે.
સહમતી આપ્યા બાદ તુરંત જ ઓર્ડર આપી દેવામાં આવ્યા હતા. ઉચ્ચ પ્રાથમિક ભાષામાં 196 શિક્ષકોને બોલાવવામાં આવ્યા હતા.
જેમાંથી 32 શિક્ષકો હાજર રહેતા તેને ઓર્ડર આપવામાં આવ્યા હતા.
વડોદરામાંથી છોટાઉદેપુર જિલ્લાનું વિભાજન થયું એ બાદ ત્યાંથી વડોદરા આવવા માંગતા હોય એવા 15 શિક્ષકોને બોલાવ્યા હતા.
તેમાંથી 7 ઓર્ડર કરવામાં આવ્યા હતા. અન્ય જિલ્લામાંથી 157 શિક્ષકો વડોદરામાં આવ્યા છે.
read more :અદિતિ અને સિદ્ધાર્થ : રીતે બને ના બીજા લગન મા સાચા પ્રેમની નવી શુરૂઆત!