વડોદરામાં કોર્પોરેટરોની
વડોદરા કોર્પોરેશનની સામાન્ય સભામાં સત્તા પક્ષ અને વિપક્ષના અનેક સભ્યોએ પોતાના વિસ્તારમાં પાણી ન આવવા મામલે રજૂઆત કરી હતી.
ભાજપના મહિલા કોર્પોરેટર સ્નેહલબેન પટેલે જણાવ્યું કે, પાલિકાનું તંત્ર વોર્ડ નંબર 15 અને 16માં જાણે જોઈને હેરાનગતિ કરી રહ્યું હોય તેવું લાગે છે.
હવે કદાચ વોર્ડ નંબર 4 (મેયરના વોર્ડ)માં બધા પ્રશ્નો હલ થઈ જતા હશે પણ મેયરને શહેરના તમામ વોર્ડના પ્રશ્નોના હલ કરવાની જવાબદારી છે.
વોર્ડ નંબર ત્રણના કાઉન્સિલર છાયાબેન ખરાદીએ જણાવ્યું કે, મારા વિસ્તારમાં પાણીની ખૂબ સમસ્યા હોવા છતાં વોર્ડમાં પૂરતા એન્કર મળી
રહ્યા નથી.
દિવાળી પછી છેલ્લા દસ દિવસથી હું અધિકારીને ફોન કરું છું પરંતુ તેઓ ફોન ઉપાડતા નથી.
કોઈ કામ થાય તો તેની માહિતી અમારાથી પહેલા કાર્યકર્તાને આપી દેવામાં આવે છે,
જેથી પ્રજામાં એક એવી છાપ ઊભી કરવામાં આવે છે કે, કાર્યકર્તાએ કામ કરાવ્યું હોય.
સ્થાયી સમિતિ સભ્ય જાગૃતીબેન કાકાએ જણાવ્યું કે, મારા વોર્ડમાં પાણીની ગંભીર સમસ્યા છે.
વડોદરામાં કોર્પોરેટરોની
read more :વડોદરાની ગુજરાત રિફાઈનરીમાં વધુ એક દુર્ઘટના, વિસ્ફોટથી આસપાસના મકાનો ધ્રૂજી ઉઠ્યા
તેની વિગતો રજૂ કરો. એક મહિલા કાઉન્સિલરે જણાવ્યું કે, મારી સોસાયટીમાં જ પાણી નથી
આવતું તો સમગ્ર વોર્ડની સમસ્યા કેવી રીતે હલ કરીએ? અમને હવે વિસ્તારમાં જતા શરમ આવે છે.
ભાજપના કાઉન્સિલર કલ્પેશ પટેલે રજૂઆત કરી કે, વોર્ડ દીઠ સંકલનની બેઠકો પુનઃ શરૂ કરો.
એટલે બધાના સભાસદોના પ્રશ્નો હલ થવા માંડે. કાઉન્સિલર રણછોડ રાઠવાએ કહ્યું કે, સંગઠનની
બેઠકમાં પણ રજૂઆત પછી પણ કામના ઉકેલ આવતા નથી અને જાણે અમને ચા નાસ્તો કરવા બોલાવ્યા હોય તેવી અનુભૂતિ થાય છે.
આશિષ જોષીએ જણાવ્યું કે, વાઘોડિયા રોડ વિસ્તારની અનેક સોસાયટીમાં નર્કા ગાર સ્થિતિ છે અને ટેન્કર વિના પાણી લોકો મેળવી શકતા નથી.
read more :
સિદ્ધનાથ તળાવની હાલત: સુંદરીકરણ બાદ પણ ગંદકીનું સામ્રાજ્ય
રાજકોટમાં 60 લાખનું મોટું GST કૌભાંડ સામે આવ્યું, 14 પેઢી વિરુદ્ધ કાર્યવાહી
સુરત નેશનલ હાઈવે 48 પર ભયાનક અકસ્માત, બસ રોડ સાઈડથી નીચે ઉતરી જતા 15-20 મુસાફરો ઘાયલ