Vadodara News- વડોદરામાં ભારે વરસાદની આગાહી: સત્તાવાળાઓએ સંભવિત પાણી ભરાવા અને ટ્રાફિક વિક્ષેપ માટે ચેતવણી જારી કરી છે

Vadodara News –

વિશ્વામિત્રી નદીની સપાટી આજે ઘટીને 26 ફૂટે પહોંચી છે. જ્યારે આજવા સરોવરની સપાટી 213.70 ફૂટ પર સ્થિર છે.

ભારે વરસાદના કારણે રાજ્યમાં આફતની સ્થિતી સર્જાઇ છે.

ત્યારે આ વડોદરામાં ભારે વરસાદના કારણે નદીના પાણી શહેરમાં આવતા ભારે નુકશાન પહોંચ્યુ છે.

વિશ્વામિત્રી નદીમાં પૂર

વડોદરા અને ગ્રામ્ય વિસ્તારોમાં ભરાયેલા પાણી હવે નહિવત્ છે.

પૂરના પાણી ઓસરતા હવે નુકસાનીના વરવા દૃશ્યો સામે આવ્યા છે.

પાણી ઓસરતા શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી 13 મૃતદેહો મળી આવ્યા છે.

તો બીજી બાજુ શહેરમાં ત્રણ દિવસથી કોઈપણ મૃતદેહની અંતિમક્રિયા થઈ નથી.

26મી ઓગસ્ટ, સોમવારના જન્માષ્ટમીના દિવસથી શરૂ થયેલા વરસાદના કારણે જળબંબાકાર સર્જાયો હતો.

ત્યારબાદ વિશ્વામિત્રી નદીના પૂરે વડોદરામાં પાણી પાણી કરી નાખ્યું હતું.

શહેરના જે વિસ્તારોમાં ક્યારેય પાણી ભરાતા ન હતા તેવા પણ અનેક વિસ્તારોમાં પૂરના પાણી ભરાયા હતા.

જેના કારણે લોકોના ઘરોમાં પાણી ભરાયા હતા. હવે વડોદરા અને ગ્રામ્ય વિસ્તારોમાંથી પાણી નહિવત્ છે.

ભારે વરસાદ અને વિશ્વામિત્રી નદીમાં પૂરને કારણે વડોદરા શહેરમાં પાણીનો મોટાપાયે ભરાવો થયો છે.

આવી સ્થિતિનો ક્યાસ કાઢવા ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી વડોદરા પહોંચ્યા હતા.

ઉપરાંત વડોદરામાં વિશ્વામિત્રી નદીએ વેરેલા વિનાશ બાદ વિશ્વામિત્રી રિડેવલપમેન્ટ માટે રૂ. 1200 કરોડ ફાળવવાની ગૃહ રાજ્યમંત્રીએ

જાહેરાત કરી હતી.

આ સાથે તેમણે કહ્યું છે કે, વડોદરા શહેરમાં પાણી વિતરણ કરતા 13 સંપ બંધ થયા હતા, જે પૈકી હવે માત્ર 4 જ બંધ હાલતમાં છે.

આવી કપરી પરિસ્થિતિમાં શહેરમાં વીજ વિતરણ કરતા 118 ફીડર બંધ થઈ ગયા હતા.

VMC, AMC અને SMC સાથે

વડોદરા અને ઉપરવાસમાં ભારે વરસાદના પગલે વડોદરામાં વિશ્વામિત્રી નદીના પાણી ફરી વળતા પૂરની સ્થિતિ સર્જાઈ હતી.

આજે વડોદરાના કેટલાક વિસ્તારોમાંથી વિશ્વામિત્રીના પાણી ઓસર્તા જ કોર્પોરેશન કામે લાગ્યુ છે.

વડોદરા કોર્પોરેશન સાથે અમદાવાદ અને સુરત કોર્પોરેશન પણ મદદે જોડાયુ છે.

SMCના 350થી વધુ કર્મચારીને વડોદરામાં કામે લાગ્યા છે.

સફાઈ કર્મીઓ ,આરોગ્ય કર્મીઓ એન્જીનીયરીંગ વિભાગના અધિકારીઓ કામે લાગ્યા છે.

જેસીબી, વોટર પંપ, ટ્રકો સાથે SMCની ટીમો વડોદરા પહોંચી છે.

સાઉથ ઝોન અને નોર્થ ઝોનમાં સફાઈ માટે ટીમો બનાવવામાં આવી છે.

વધુ વરસાદ ના કારણે પાણી ઘરમાં ઘુસ્યુ

ગુજરાતમાં સોમવારે વરસાદે વારો પાડ્યો હોય તેમ મોટા ભાગના વિસ્તારોમાં પડ્યો હતો.

ત્યારે આજે પણ વડોદરા સહિત અનેક જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.

વડોદરામાં છેલ્લા 24 કલાકમાં 12 ઇંચથી વધારે વરસાદ વરસ્યો છે.

વિશ્વામિત્રી નદીની કાલાઘોડા બ્રિજ પરથી સપાટી હાલ 32 ફૂટ પર પહોંચી છે.

અનેક રાજમાર્ગો પર વિશ્વામિત્રી નદીના પાણી ફરી વળ્યા છે.

શહેરના સમા ઊર્મિ બ્રિજથી અમિતનગર સર્કલ સુધી વિશ્વામિત્રી નદીના પાણી આવી ગયા છે.

શહેરના મંગલપાંડે રોડ, સમા ગામ, સયાજીગંજ વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયો છે.

વડસર, કારેલીબાગ, મુજમહોડા, ફતેગંજ વિસ્તાર પાણીમાં ગરકાવ થયા છે.

પરિસ્થિતિને પહોંચી વળવા

આને પહોંચી વળવા માટે મ્યુનિસિપલ કમિશનર, મેયર, ચેરમેન, સાંસદ, વિધાનસભા દંડક, ધારાસભ્યો આખી રાત કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરમાં બેસી સ્થિતિનો તાગ મેળવ્યો હતો.

 પરિસ્થિતિને જોતા તંત્રએ આર્મી અને એરફોર્સને સ્ટેન્ડબાય રાખી છે.

Share This Article