AHMEDABAD NEWS: ગુજરાત ભાજપમાં ભડકો: દિલ્હીથી નિયમો પર આવ્યો મોટો આદેશ

By dolly gohel - author

AHMEDABAD NEWS

ગુજરાતમાં ભાજપના નવા પ્રદેશ પ્રમુખનુ નામ જાહેર થાય તે પહેલાં સંગઠનની રચનાને  આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.

જેના ભાગરુપે બધાં જિલ્લામાં તાલુકા વોર્ડ  પ્રમુખની નિમણૂંક માટે પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.

પરંતુ અચાનક જ દિલ્હી હાઈકમાન્ડે ભાજપ સંગઠનની ચૂંટણી પ્રક્રિયા સ્થગિત કરવા આદેશ કર્યો છે.

વોર્ડ તાલુકા ભાજપ પ્રમુખપદ માટે વયમર્યાદા ઉપરાંત ચોક્કસ નિયમો ઘડાતાં ભાજપમાં ભડકો થયો છે.

આંતરિક રોષ ભભૂકતાં હવે વોર્ડ-તાલુકા પ્રમુખ માટેની વયમર્યાદા સહિત માર્ગદર્શિકામાં બદલાવ કરવો પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.

એક તરફ, ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની મુદત પૂર્ણ થઈ છે.

કેબિનેટમંત્રી  પદ મળ્યાં બાદ પાટીલને પણ હવે ગુજરાત ભાજપના સંગઠનમાં રસ રહ્યો નથી.

તાજેતરમાં પાટીલે દિલ્હીમાં ફેરવેલ પાર્ટી યોજી સંગઠનમાંથી વિદાય લેવાના સંકેતોઆપી દીધા છે.

બીજી તરફ ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખની શોધખોળ ચાલી રહી છે.

ત્યારે ભાજપે સંગઠનની રચના કરવાના ભાગરુપે વોર્ડ-તાલુકા પ્રમુખની  પસંદગી પ્રક્રિયા આરંભી દીધી છે.

આ વખતે ભાજપે એવા નિયમો ઘડ્યો છે કે, બેવખત સક્રિય સભ્ય હોય તે જ વોર્ડ અને તાલુકા પ્રમુખનો દાવેદાર થઈ શકશે.

સાથે સાથે 40 વર્ષથી વધુ વયના કાર્યકર પ્રમુખપદ માટે ફોર્મ ભરી શકશે નહીં.

આ કારણોસર ભાજપને સક્ષમ વોર્ડ અને તાલુકા પ્રમુખ મળવા અઘરાં બન્યાં છે.

બીજુ કે, યુવાઓને સસ્તી રાજનીતિમાં રસ રહ્યો નથી. 

AHMEDABAD NEWS

READ MORE : 

AMRELI NEWS: અમરેલીમાં હીરા ઉદ્યોગ મંદીનો શિકાર, 500 કારખાનાઓ બંધ

ક્યારે અનુકૂળ 60 વર્ષની વયમર્યાદા કરવી પડે તેવી દશા

બે દિવસમાં જ વોર્ડ- તાલુકા પ્રમુખ માટે જેમણે દાવેદારી નોંધાવી છે.

તે મુદ્દે ચૂંટણી અધિકારી ભાજપના કાર્યકરોનો અભિપ્રાય મેળવવાનો હતો.

આ અગાઉ અચાનક જ દિલ્હીથી આદેશ છૂટતાં જ વોર્ડ-તાલુકા પ્રમુખની પસંદગી પ્રક્રિયા રોકી દેવામાં આવી છે. એવું જાણવા મળ્યું છે

કે, સક્ષમ પ્રમુખ ન મળતાં નાછૂટકે ભાજપે વોર્ડ-તાલુકા પ્રમુખની વયમર્યાદા 40થી વધારી 60 વર્ષ સુધી કરવી પડે તેવી સ્થિતિનું નિર્માણ થયુ છે.

આમ વયમર્યાદા સહિત અન્ય નિયમો ઘડાતાં ભાજપમાં આંતરિક રોષ ભભૂક્યો છે.

પરિણામે વોર્ડ-તાલુકા પ્રમુખની પસંદગી પ્રક્રિયા રોકવી પડી છે. ભાજપાન ચૂંટણી અધિકારીઓ પણ વિમાસણમાં મૂકાયાં છે.

જો સંગઠન પર પક્કડજમાવવી હોય તો 50થી વધુ વયના લોકોને વોર્ડ-તાલુકા પ્રમુખપદની કમાન સોપવી પડે.

જો આવુ ન થાય તો સંગઠનના કાર્યક્રમથી માંડીને ચૂંટણીમાં ધાર્યુ પરિણામ મળી શકે તેમ નથી.

આ જોતાં ભાજપે ઘડેલી માર્ગદર્શિકાનો અંદરખાને ભારે વિરોધ થઈ રહ્યો છે.

AHMEDABAD NEWS

યુવાઓને સસ્તી રાજનીતિમાં રસ નથી: કેવી રહેશે ગુજરાત નો ભવિષ્ય?

સ્‍થાનિક સ્‍વરાજ્યની ચૂંટણીઓના પડઘમ વાગી ચૂક્યા છે, ત્‍યારે જૂનાગઢ જિલ્લામાંથી સત્તાધારી ભાજપ માટે માઠા સમાચાર આવ્‍યા છે.

2017ની ભાજપમાંથી વિધાનસભા ચૂંટણી લડી ચૂકેલા અને જિલ્લાના પૂર્વ મહામંત્રી એવા કડવા પાટીદાર સમાજના આગેવાન નીતિન ફળદુ (ટીનુ)

એ ભાજપમાંથી રાજીનામું આપતો પત્ર જાહેર કર્યો છે. એમાં તેમણે જણાવ્યું છે

કે નરેન્‍દ્ર મોદી સાહેબને અપશબ્દો કહેનારા ધારાસભ્યને ભાજપમાં લઈ ખૂબ મોટું પાપ થયું છે.

કડવા પાટીદાર સમાજને પાર્ટી દ્વારા કરાી રહેલા અન્‍યાય સાથે વર્તમાન ધારાસભ્યની નીતિ રીતિથી નારાજ થઈ રાજીનામું આપ્‍યું હોવાનું જણાવ્યું છે.

જોકે કડવા પાટીદાર સમાજના યુવા આગેવાનના એકાએક રાજીનામાથી સ્‍થાનિક રાજકારણમાં ભૂકંપ જેવી સ્‍થ‍િતિ સર્જાઈ છે.

પત્રમાં વધુમાં જણાવ્યું છે કે ગુજરાતના 182 ધારાસભ્યમાંથી સૌથી વધારે નરેન્‍દ્ર મોદી સાહેબને અપશબ્દો કહેવા અને નામ ખરાબ કરવું.

તેવા ધારાસભ્યને ભાજપમાં લઈ ખૂબ મોટું પાપ થયું છે.

આ ધારાસભ્ય હાલની પરિસ્‍થ‍િતિએ પોતાની વિધાનસભામાં સ્‍વતંત્ર અધિકાર આપી ભાજપએ ભૂલ કરી છે.

સંગઠનના કાર્યક્રમો, ખાતમુહૂર્તના કાર્યક્રમો તેમજ અન્‍ય કોઈપણ જાહેર કાર્યક્રમોમાં જિલ્લા સંગઠન, ભાજપના દરેક સમાજના આગેવાનો તથા

કોઈપણને જાણ કર્યા વગર પોતાની મનમાની ચલાવે છે.

ભાજપમાં આ ધારાસભ્યને કારણે જૂથવાદ, જ્ઞાતિવાદ જેવા અનેક પ્રકારના વિવાદો થયા છે.

રાજીનામું આપવાનાં ઘણાંબધાં કારણો છે કે આવનારા સમયમાં એ ભાજપને નડતરરૂપ થશે.

આ બધી બાબતોને ઘ્‍યાનમાં લઈને મારું રાજીનામું સ્‍વીકારવા નમ્ર અરજ છે.

READ MORE :

દીપિકા પટેલના આપઘાતનું રહસ્ય, અઠવાડિયું પૂર્ણ છતાં કારણ અજાણ

કરણી સેનાએ પુષ્પા 2 મેકર્સ પર નિશાન સાધ્યું, ફિલ્મ પર ક્ષત્રિયોનું અપમાન કરવાનો આરોપ

 
 
Share This Article
author
Follow:
ડોલી ગોહિલ – TV1 Gujarati News માં કન્ટેન્ટ રાઇટર હું ડોલી ગોહિલ, TV1 Gujarati News માં એક સમર્પિત કન્ટેન્ટ રાઇટર છું. લખવાનું મારા માટે માત્ર એક કામ નથી, તે મારી ઓળખ છે. મારી કલમે એ સમાચાર લખવા કેવળ જાણકારી આપે, પણ વાચકોના મનમાં અસર છોડી જાય. ડિજિટલ પત્રકારિતાની ગહન સમજ સાથે, હું એવા લેખો તૈયાર કરું છું જે માહિતીપ્રદ, રસપ્રદ અને SEO-ફ્રેન્ડલી હોય. તાજા સમાચાર, વિશ્લેષણાત્મક લેખો કે સમાજને પ્રેરણાદાયી સ્ટોરીઝ મારા લખાણનો ધ્યેય હંમેશા સાફ રહે છે: વાચકોને ચોકસાઈભર્યું અને વિશ્વસનીય કન્ટેન્ટ આપવા.