ભારતનો મોટો નિર્ણય : બિયાસ અને સતલજ નદીઓના પાણી અંગે પાકિસ્તાન માટે પડકાર

By dolly gohel - author
ભારતનો મોટો નિર્ણય સિંધુ જળ સંધિ અનુસાર સતલજ, બિયાસ અને રાવી નદીઓ પર ભારતનું નિયંત્રણ છે.

ભારતનો મોટો નિર્ણય

સિંધુ જળ સંધિ અનુસાર સતલજ, બિયાસ અને રાવી નદીઓ પર ભારતનું નિયંત્રણ છે.

જ્યારે, સિંધુ, ઝેલમ અને ચિનાબ નદીઓનું પાણી પાકિસ્તાન હસ્તક રહે છે.

પાકિસ્તાનને સતલજ અને બિયાસ નદીનું પાણી ખાસ કિસ્સાઓમાં જ ફાળવવામાં આવે છે.

સિંધુ જળ સંધિ 1960 હેઠળ ભારત અને પાકિસ્તાન વચ્ચે પાણી માટે કરાર કરાયેલા છે.

સંધિ મુજબ સતલજ , બિયાસ અને રાવી ના પાણી પર ભારત નુ સંપૂર્ણ નિયંત્રણ છે.

કેન્દ્રીય જલ શક્તિ રાજ ભૂષણ ચૌધરીએ લોકસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં આ માહિતી આપી હતી.

આ મુદ્દો એ દાયકાઓથી વિવાદનો વિષય રહયો છે.

ભારતનો મોટો નિર્ણય 

1960 ની સિંધુ જળ સંધિ હેઠળ ભારત અને પાકિસ્તાન વચ્ચે પાણીની વહેંચણી કરવામાં આવી છે.

કેન્દ્રીય જલ શકિત રાજ ભૂષણ ચૌધરી એ લોકસભામા જણાવ્યુ કે સતલજ અને બિયાસ નુ પાણી એ પાકિસ્તાન ને માત્ર ચોમાસા મોસમ મા અને અમુક ખાસ કિસ્સાઓ મા જ આપવામા આવશે.

સતલજ અને બિયાસ ની નદીઓ મા થી પાકિસ્તાન ને ખૂબ જ ઓછુ પાણી આપવામા આવશે. આવુ ચોમાસા દરમિયાન જ થાય છે.

બિયાસ અને સતલજ નદીઓનું પાણી માત્ર ચોમાસા દરમિયાન ભારે વરસાદને કારણે પાણીના સ્તરમાં વધારો થવાના કિસ્સામાં જ પાકિસ્તાન

માટે છોડવામાં આવે છે, તેમ કેન્દ્ર સરકારે લોકસભામાં માહિતી આપી હતી.

સિંધુ જળ સંધિ એ ભારત અને પાકિસ્તાન બને   પાણી ની વહેંચણી વચ્ચે એક કાનૂની માળખુ છે.

 

સિંધુ જળ સંધિ અનુસાર સતલજ, બિયાસ અને રાવી નદીઓ પર ભારતનું નિયંત્રણ છે.

તે જ સમયે, સિંધુ, ઝેલમ અને ચિનાબ નદીઓનું પાણી પાકિસ્તાન પાસે છે.

પાકિસ્તાનને સતલજ અને બિયાસ નદીનું પાણી ખાસ સંજોગોમાં જ મળે છે.

આવું ખાસ કરીને ચોમાસા દરમિયાન થાય છે. ભારે વરસાદને કારણે જળાશયોનું જળસ્તર વધે છે, ત્યારબાદ પાણી પાકિસ્તાનમાં જાય છે.

આ સંધિ હેઠળ 6 નદીઓને બે ભાગમાં વહેંચવામાં આવી છે. ત્રણ નદીઓ ભારતના નિયંત્રણમાં છે અને ત્રણ પાકિસ્તાનના નિયંત્રણમાં છે.

આ સંધિનો હેતુ બંને દેશો વચ્ચે પાણીની વહેંચણી અંગેના વિવાદોને ઉકેલવાનો હતો.

જો કે, આ સંધિને લઈને સમયાંતરે બંને દેશો વચ્ચે તણાવ રહે છે.

 

READ MORE :

કેન્દ્ર સરકારની મહત્વપૂર્ણ ચેતવણી : ChatGPT અને DeepSeek નો ઉપયોગ ન કરવા માટે સરકારી કર્મચારીઓ માટે સરકારની નિર્દેશ

ભારત-પાકિસ્તાન સિંધુ જળ કરાર

સિંધુ જળ સંધિ પર 19 સપ્ટેમ્બર 1960ના રોજ કરાચી, પાકિસ્તાનમાં હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

વિશ્વ બેંકની પહેલ અને બંને દેશો વચ્ચે લગભગ 9 વર્ષ સુધી ચાલેલી વાટાઘાટો બાદ આખરે આ સમજૂતીએ આકાર લીધો.

આ કરાર પર ભારતના તત્કાલિન વડાપ્રધાન જવાહરલાલ નેહરુ અને તત્કાલિન લશ્કરી સરમુખત્યાર અને પાકિસ્તાનના રાષ્ટ્રપતિ અયુબ ખાને હસ્તાક્ષર કર્યા હતા.

કરાર હેઠળ, સિંધુ બેસિનમાં વહેતી 6 નદીઓને પૂર્વ અને પશ્ચિમ ભાગોના આધારે વહેંચવામા આવી હતી.

પૂર્વ ભાગમાં આવેલી રાવી, બિયાસ અને સતલજ આ ત્રણ નદીઓના પાણી પર ભારતનો સંપૂર્ણ અધિકાર છે.

બીજી તરફ પશ્ચિમ ભાગની ત્રણ નદીઓ સિંધુ, ચિનાબ અને જેલમનું પાણી પાકિસ્તાનના હિસ્સામા આવ્યુ છે.

READ  MORE :

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મહાકુંભ પ્રવાસ, આજે પાવન સંગમમાં સ્નાન કરશે

5મી ફેબ્રુઆરીએ પીએમ મોદીની મહાકુંભ મુલાકાત, સંગમમાં શ્રદ્ધાની ડૂબકી અને અન્ય કાર્યક્રમો

Share This Article
author
Follow:
ડોલી ગોહિલ – TV1 Gujarati News માં કન્ટેન્ટ રાઇટર હું ડોલી ગોહિલ, TV1 Gujarati News માં એક સમર્પિત કન્ટેન્ટ રાઇટર છું. લખવાનું મારા માટે માત્ર એક કામ નથી, તે મારી ઓળખ છે. મારી કલમે એ સમાચાર લખવા કેવળ જાણકારી આપે, પણ વાચકોના મનમાં અસર છોડી જાય. ડિજિટલ પત્રકારિતાની ગહન સમજ સાથે, હું એવા લેખો તૈયાર કરું છું જે માહિતીપ્રદ, રસપ્રદ અને SEO-ફ્રેન્ડલી હોય. તાજા સમાચાર, વિશ્લેષણાત્મક લેખો કે સમાજને પ્રેરણાદાયી સ્ટોરીઝ મારા લખાણનો ધ્યેય હંમેશા સાફ રહે છે: વાચકોને ચોકસાઈભર્યું અને વિશ્વસનીય કન્ટેન્ટ આપવા.