બિગ બોસ 18 : કરણવીર મહેરા બન્યો બિગ બોસ 18 નો વિજેતા, 50 લાખનું ઇનામ જીત્યું

બિગ બોસ 18

Bigg Boss 18ની આ સિઝિનમાં ખૂબ ઉતાર ચડાવ આવ્યા, સાથે અનેક ફેરફાર પણ કરવામાં આવ્યા હતા.

આ સિઝિનની થીમ ‘સમય કા તાંડવ’ હતી જેમાં આગળના સમયમાં શું થશે તેની માહિતી સમય પર આપતા રહેતા હતા.

જો કે હવે આ સિઝીનનો અંત આવ્યો છે, 6 ઓક્ટોબર 2024 ના રોજ શરૂ થઈ.

અને 19 જાન્યુઆરી 2025 ના રોજ ગ્રાન્ડ ફિનાલે સાથે તે સમાપ્ત થઇ છે.

કલર્સ ટીવીનો સૌથી પોપ્યુલર રિયાલિટી શો Bigg Boss છે, આ શોના દરેક સિઝિનમાં ખૂબ મોજ, મસ્તી અને મનોરંજન હોય છે.

આ શોની ખાસિયત છે કે તે  તેમના ચાહકો માટે કંઇક નવું લાવતા રહે છે.

Bigg Bossના ઇતિહાસમાં સિઝિન 13 સૌથી પોપ્યુલર ગઇ હતી, ત્યારબાદ ચાહકોનું માનવું છે કે Bigg Boss18 સૌથી વધારે સારી ચાલી છે.

આ સિઝિનમાં દર્શકોના વોટિંગને કારણે કરણવીર મહેરાએ વિજેતાનો ખિતાબ જીત્યો છે.

બીબી હાઉસની શરૂઆતથી જ તે ઘણા કારણોસર ચર્ચામાં છે. જ્યારે બિગ બોસે તેની જર્ની બતાવી તો તેના ફેન્સ ભાવુક થઈ ગયા.

કરણવીર મહેરા ને  ટ્રોફી સાથે કેટલી ઈનામી રકમ મળી?

બિગ બોસના પ્રેમીઓ દરેક સિઝનમાં આતુરતાથી જાણવા માંગે છે કે બિગ બોસના વિજેતાને ટ્રોફીની સાથે શું આપવામાં આવે છે.

 બિગ બોસ 17ના વિજેતા મુનવર ફારૂકીને સલમાન ખાનનો શો જીતવા માટે 50 લાખ રૂપિયાનું ઈનામ મળ્યું હતું.

આ સિઝનના વિજેતાને લાખોની સમાન રકમની ઈનામી રકમ પણ મળી છે.

ખરેખર, કોઈપણ કાર્ય દરમિયાન ઈનામની રકમ ઘટાડવામાં આવી ન હતી.

ખતરોં કે ખિલાડી પછી બિગ બોસ ટ્રોફી પણ જીતનાર સ્પર્ધકોની યાદીમાં કરણનું નામ સામેલ છે.

 

READ  MORE :

 

Baaghi 4 First Look : બ્લડી છે અને 2025 માં શું આવવાનું છે તેની ઝલક આપે છે

 

બિગ બોસ 18 ના ટોપ-6 સ્પર્ધકો વિવિયન ડીસેના, કરણ વીર મહેરા, અવિનાશ મિશ્રા, રજત દલાલ, ચૂમ દરંગ અને એશા સિંહ હતા.

ફિનાલે માં ઈશા સિંહને બહાર કાઢવામાં આવેલી પ્રથમ હતી. આ પછી, ઓછા મતોના કારણે ચમ દારંગને હાંકી કાઢવામાં આવ્યા હતા.

ત્યારબાદ અવિનાશ મિશ્રા આઉટ થયો હતો. આ પછી વિવિયન, કરણ અને રજત દલાલ ટોપ-3માં રહ્યા.

 સલમાન ખાને ચોથી વખત હકાલપટ્ટીની જાહેરાત કરી હતી. જ્યારે તેણે રજત દલાલનું નામ લીધું તો બધાને આશ્ચર્ય થયું.

ઘણા ભૂતપૂર્વ સ્પર્ધકો કે જેઓ તેને ટેકો આપી રહ્યા હતા તેઓ માની શકતા ન હતા કે રજત ટોપ-2માં પોતાનું સ્થાન બનાવી શકશે નહીં.

કરણ અને વિવિયને ટોપ-2માં પોતાની જગ્યા બનાવી છે. બંને એકસાથે ઘરની બહાર નીકળ્યા અને સ્ટેજ પર આવ્યા.

આ પછી સલમાન ખાને એક પછી એક બંનેના હાથ ઉંચા કર્યા અને પછી આખરે કરણ વીરના નામની જાહેરાત કરી.

વિજેતા બન્યા બાદ કરણની આંખોમાંથી આંસુ આવી ગયા.

 

READ  MORE :

Sikander : સિકંદરના ટીઝરની નવી તારીખ જાહેર, સલમાન ખાનના ટીઝરનું ત્રીજી વાર મુલતવી

‘Bigg Boss 18’ promo : રજત દલાલે કશિશ કપૂર પર વિશ્વાસઘાતનો આરોપ મૂક્યો, જોરદાર ડ્રામાની શરૂઆત

GPSC દ્વારા વધુ એક સરકારી ભરતીની જાહેરાત, ચેરમેન હસમુખ પટેલે આપી માહિતી

Share This Article