ભાજપે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા 8 હોદ્દેદારોને સસ્પેન્ડ કરી, પાર્ટી એ કાર્યવાહી કરી

By dolly gohel - author
ભાજપે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા 8 હોદ્દેદારોને સસ્પેન્ડ કરી, પાર્ટી એ કાર્યવાહી કરી

ભાજપે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા

વડોદરા જીલ્લાના કરજણ નગરપાલિકાના સ્થાનિક સ્વરાજની ચૂંટણી માં શાસક પક્ષ ભાજપે 8 હોદ્દેદારોને સસ્પેન્ડ  કરાતા મોટી કાર્યવાહી

કરવામા આવી છે. વડોદરા તાલુકા એ પંચાયતની પેટા ચૂંટણીઓ યોજાનાર છે.

જેમાં પાદરાની વડુ, શિનોર તાલુકાની સાઘલી-2, વડોદરા તાલુકાની કોયલી-1, દશરથ-1 અને નંદેસરી બેઠકનાં નામ જાહેર કરવામાં આવ્યા છે.

આગામી દિવસોમાં ગુજરાતમાં, પાલિકા, નગરપાલિકાની સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાવાની છે .

ત્યારે કરજણ નગરપાલિકાની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપ વિરૂદ્ધ કામગીરી કરનાર 8 હોદ્દેદારોને 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

વડોદરા જીલ્લા ભાજપ સંગઠન છોડી ભાજપ વિરૂદ્ધ કામગીરી કરતા પક્ષે આકરી કાર્યવાહી કરી છે.

વડોદરાની કરજણ નગરપાલિકામાં કુલ 7 વોર્ડમાં ચૂંટણી યોજાશે.

ભાજપ દ્વારા વોર્ડ નં. 2 થી 7 માં કુલ ચાર ઉમેદવારોનાં નામ જાહેર કરી દીધા છે.

ભાજપે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા

READ MORE :

સુરતમાં હિટ એન્ડ રન દુર્ઘટના : કાર ચાલકે ડિવાઇડર કૂદાવતાં છ લોકોને અડફેટે લેતી ,બે ભાઈઓની મોત

 

કરજણ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે પ્રદેશ અધ્યક્ષ દ્વારા કુલ 28 ઉમેદવારોનાં નામ જાહેર કરી દેવામાં આવ્યા છે.

ચૂંટણીમાં ભાજપે જાહેર કરેલ મેન્ડે્ટ પ્રાપ્ત કરેલ પાર્ટીના કાયદેસરના ઉમેદવાર સામે કરજણ નગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારીપત્ર ભરી

ગેરશિસ્તનું આચરણ કરેલ છે.

તથા પાર્ટીને નુકસાન પહોંચાડવા બદલ કાર્યકર્તાઓને 6 વર્ષ માટે બરતરફ કરવામાં આવે છે.

ઓબીસી અનામત મુદ્દે સરકારે OBC Reservation મોટી જાહેરાત કરી છે. ગુજરાતમાં ઓબીસીને હવે 27 ટકા અનામત મળશે.

રાજ્યમાં 48થી પણ વધુ બેઠકો પર ઓબીસી મતદારોનું પ્રભુત્વ છે. રાજ્યમાં કુલ ઓબીસી મતદારો 40 ટકાથી પણ વધારે છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઓબીસીને 27 ટકા અનામત આપવામાં આવી છે.

તેમજ 50 ટકા અનામતને કારણે મહિલાઓને પણ તક આપવામાં આવી છે.

આમ હવે મહાનગરપાલિકા અને નગરપાલિકાની ચૂંટણીમાં ઓબીસીને 27 ટકા અનામત આપવામાં આવી છે.

આ અનામત પાછી એસસી અને એસસટીની અનામતમાં ફેરફાર કર્યા વગર આપવામાં આવી છે. જેમાં યુવાઓને તક આપવામાં આવી છે.

 

READ  MORE  :

વોલ્વો બસની નવી સેવા શરૂ : સુરત-રાજકોટથી પ્રયાગરાજ માટે વોલ્વો બસ સેવાનો શુભારંભ, 50% થી વધુ બુકિંગ કન્ફર્મ

ગુજરાત સરકારની નવી જાહેરાત : કઈ શ્રેણીના સરકારી કર્મચારીઓને હવે મુસાફરી ભથ્થું નથી મળશે?

ગુજરાત મ્યુનિસિપલ ક્રિકેટ ટુર્નામેન્ટ 2025 ની ઉજવણી, CM ભૂપેન્દ્ર પટેલે આદરપૂર્વક આરંભ કર્યો

Share This Article
author
Follow:
ડોલી ગોહિલ – TV1 Gujarati News માં કન્ટેન્ટ રાઇટર હું ડોલી ગોહિલ, TV1 Gujarati News માં એક સમર્પિત કન્ટેન્ટ રાઇટર છું. લખવાનું મારા માટે માત્ર એક કામ નથી, તે મારી ઓળખ છે. મારી કલમે એ સમાચાર લખવા કેવળ જાણકારી આપે, પણ વાચકોના મનમાં અસર છોડી જાય. ડિજિટલ પત્રકારિતાની ગહન સમજ સાથે, હું એવા લેખો તૈયાર કરું છું જે માહિતીપ્રદ, રસપ્રદ અને SEO-ફ્રેન્ડલી હોય. તાજા સમાચાર, વિશ્લેષણાત્મક લેખો કે સમાજને પ્રેરણાદાયી સ્ટોરીઝ મારા લખાણનો ધ્યેય હંમેશા સાફ રહે છે: વાચકોને ચોકસાઈભર્યું અને વિશ્વસનીય કન્ટેન્ટ આપવા.