બજેટ 2025
ભારતના નાગરિકો માટે દરેક વર્ષનું બજેટ અત્યંત મહત્વ ધરાવે છે.
નાણાકીય વર્ષ 2025 માટે નાણામંત્રીની જાહેરાતો પ્રત્યે લોકોમાં ભારે ઉત્સુકતા છે.
આ વખતેના બજેટમાં કેટલીક એવી મોટી જાહેરાતો થવાની શક્યતા છે.
જે દેશના સામાન્ય નાગરિકો, ઉદ્યોગપતિઓ અને ખેડુતો માટે ઉન્નતીશીલ સાબિત થઈ શકે છે.
દરેક વર્ગ માટે આશાઓ અલગ છે, પરંતુ નાણાકીય નિષ્ણાતોનું માનવું છે.
કે આ વર્ષે સરકારે ટેક્સમાં રાહત, કૃષિ વિકાસ અને ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર જેવા
ક્ષેત્રોમાં ખાસ ધ્યાન કેન્દ્રિત કરવાનું નક્કી કર્યું છે.
આ બજેટ આવનારા વર્ષોમાં દેશમાં વિકાસ કાર્યો થશે તેની બ્લૂ પ્રિન્ટ રજૂ કરશે.
આવનારું બજેટ ખૂબ અગત્યનું એટલા માટે પણ માનવામાં આવે છે કારણ કે આ એવા સમયે આવી રહ્યું છે.
જ્યારે દેશ તેના વેપારને વધારવાનો પ્રયાસ કરી રહ્યો છે.
કારણ કે છેલ્લા ત્રિમાસિક ગાળામાં વિકાસ દર સરેરાશથી ઓછો હતો.
અને અર્થતંત્રને સકારાત્મક દિશામાં લઈ જવા માટે કેટલાક સાહસિક પગલાં લેવાની જરૂર છે.
બજેટ 2025
બીજા ત્રિમાસિક ગાળામાં ભારતની આર્થિક વૃદ્ધિ અચાનક જ ધીમી થઈને 5.4% પર આવી ગઈ હતી.
જેનું મુખ્ય કારણ આવકના સાધનોની અછત અને ભૌગોલિક રાજકીય અનિશ્ચિતતાઓ અને વિક્ષેપિત પુરવઠા શૃંખલાઓ વચ્ચે નબળા મૂડી
નિર્માણ અને નિકાસ પ્રદર્શનને કારણે છે.
ખાદ્ય પદાર્થોની વધી જતી કિંમતના કારણે ફુગાવો અસ્થિર રહે છે.
બે મહિનાને બાદ કરતાં સમગ્ર વર્ષ દરમિયાન ફુગાવો ભારતીય રિઝર્વ બેંક (RBI)ના 4 ટકાના લક્ષ્યાંક દરથી ઉપર રહ્યો છે.
ઓકટોબર 2024માં કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ (CPI) RBIની 6 ટકાની ઉપલી મર્યાદાને વટાવીને 6.21 ટકા સુધી પહોંચી ગયો છે.
નાણાકીય બજેટમાં સામાજિક સુરક્ષા યોજનાઓને પણ મહત્વ આપવામાં આવી શકે છે.
મહિલાઓ, વરિષ્ઠ નાગરિકો અને નબળા વર્ગ માટે આરોગ્ય અને પેન્શન યોજનામાં સુધારા થવાની ધારણા છે.
આ પ્રકારના પગલાં દેશના દરેક નાગરિક માટે જીવનને વધુ સુખદ બનાવશે.
સામાન્ય નાગરિકોથી લઈને ઉદ્યોગકારો અને ખેડુતો સુધી, આ બજેટ પર સમગ્ર દેશની નજર છે.
લોકો આશા રાખે છે કે નાણામંત્રી દ્વારા જાહેર થનારી યોજનાઓ દેશને નવી ઊંચાઈએ લઇ જશે અને દરેક વર્ગ માટે મક્કમ સહાયરૂપ થશે.
બજેટ 2025
READ MORE :
શું આવનારા બજેટમાં ઇન્કમ ટેક્સના દરમાં કાપ મૂકાશે? જાણો સરકારની રણનીતિ
નાણામંત્રી પાસેથી આ 5 સૌથી મોટી આશા રાખવામા આવી છે .
1. વ્યક્તિગત ટેક્સમાં રાહત
ઘણા ઉધોગ પતિઓ અને નેતાઓએ 20 લાખ રૂપિયા/વર્ષની આવક પર ઇન્કમ ટેક્સમાં રાહત માંગી છે.
જેનાથી આવકના વધારો થશે અને વેપારને વેગ મળશે.
ટેક્સમાં રાહત માટે સૌથી વધારે માંગ છે, ખાસ કરીને મધ્યમ વર્ગ માટે.
લોકો આશા રાખી રહ્યા છે કે ટેક્સ સ્લેબ વધારવાથી તેમનાં ટેક્સના ભારમાં ઘટાડો થશે અને ઘરના બજેટમાં વધારાની બચત થશે.
આ સાથે, નાની અને મધ્યમ ઉદ્યોગો (MSME) માટે નવી સબસીડી અથવા નાણાકીય સહાય જાહેર કરાઈ શકે છે.
જે રોજગારીના નવા અવકાશ ઉભા કરી દેશને આર્થિક રીતે મજબૂત બનાવે છે.
2. ઈંધણ પર આબકારી જકાત ઓછી કરવી
એક મુખ્ય આશા ઈંધણ એટલે કે પેટ્રોલ અને ડિઝલના ભાવમાં ઘટાડાની છે.
વૈશ્વિક બજારોમાં કાચા તેલના ભાવમાં 40%નો ઘટાડો થવા છતાંપણ ઉત્પાદક કિંમતોમાં ભારે ભાવ વધારાને કારણે ઈંધણની કિંમતમાં ઘટાડો
થયો નથી.
ઈંધણના ભાવમાં ઘટાડાથી મોંઘવારી પર અંકુશ લગાવવા માટે અને વિશેષ રૂપથી ઓછી આવકવાળા પરિવારમાં ખરીદી વધશે.
3. મહિલા અને યુવાનો માટે ખાસ યોજનાઓ
મહિલાઓ માટે નારી શક્તિ યોજના, સ્કિલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ, અને સ્વરોજગારને પ્રોત્સાહિત કરવા માટે લોનના વધુ સરળ વિકલ્પો ઉપલબ્ધ કરાવાશે.
યુવાનો માટે નવી યોજનાઓ લાવી રોજગારીના અવકાશ વધારવા પર ધ્યાન આપવામાં આવશે.
4. કૃષિ વિકાસ માટે વિશેષ ફંડ
કૃષિ ક્ષેત્રે સુધારાને પ્રોત્સાહન આપવા માટે ખાસ ફંડનું વિતરણ થઈ શકે છે.
નવી ટેકનોલોજી આધારિત યોજનાઓ અને ફસલ વીમા સ્કીમમાં સુધારાથી ખેડૂતોને નાણાકીય સુરક્ષા મળશે.
ખેડુતોની આવકમાં વૃદ્ધિ કરવા માટે નવી ટેકનોલોજી આધારિત યોજનાઓ, કૃષિ ઉત્પાદન વધારવા માટેની સહાય અને વ્યાપક પ્રમાણમાં
ખેડૂતોને મદદરૂપ થાય તેવા પગલાં લેવામાં આવી શકે છે.
5. ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ
ગ્રામીણ વિસ્તારોમાં ડિજિટલ પેમેન્ટ અને ઈન્ટરનેટ કનેક્ટિવિટીને મજબૂત કરવા માટે વિશેષ પેકેજ લાવવામાં આવશે.
આ ઉપરાંત, શહેરોમાં સ્માર્ટ સિટી પ્રોજેક્ટ્સના વિકાસ માટે નવી યોજનાઓ રજૂ થશે.
READ MORE :
“સરકાર દ્વારા નવા નિયમના અંતર્ગત, બાળકોને સોશિયલ મીડિયા એકાઉન્ટ માટે વાલીઓની મંજૂરી લેવી પડશે”
ગુજરાત સરકારની નવી સુવિધા : સરકારની વેબસાઈટ પર વોઈસ એપ્લિકેશન દ્વારા અરજી કરવાની સુવિધા !