Gold Price Today
મુંબઈ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવમાં તેજી આગળ વધી હતી.
જ્યારે ચાંદીના ભાવ આંચકા પચાવી ફરી વધી આવ્યા હતા.વિશ્વ બજારમાં ફંડોનું બાઈંગ વધ્યાના વાવડ હતા.
વૈશ્વિક સોનાના ભાવ ઔંશના ૨૭૦૬થી ૨૭૦૭ વાળા વધી ૨૭૩૨ થઈ ૨૭૨૬થી ૨૭૨૭ ડોલર રહ્યાના નિર્દેશો હતા.
વિશ્વ બજાર પાછળ ઘરઆંગણે પણ ઈમ્પોર્ટ કોસ્ટ ઉંચકાતાં ભાવ ઉંચા બોલાતા થયા હતા.
અમદાવાદ બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના વધુ રૂ.૩૦૦ વધી ૯૯.૫૦ના રૂ.૮૧૯૦૦ તથા ૯૯.૯૦ના રૂ.૮૨૧૦૦ બોલાતા થયા હતા.
અમદાવાદ ચાંદીના ભાવ કિલોના રૂ.૯૦૫૦૦ રહ્યા હતા. વિશ્વ બજારમાં
સોના પાછળ ચાંદીના ભાવ ઔંશના ૩૦.૨૩ વાળા ૩૦.૭૩ થઈ ૩૦.૬૧થી ૩૦.૬૨ ડોલર રહ્યા હતા.
દરમિયાન, મુંબઈ બુલીયન બજારમાં સોનાના ભાવ જીએસટી વગર ૯૯.૫૦ના રૂ.૭૯૦૨૭ વાળા રૂ.૭૯૧૩૫ જ્યારે
૯૯.૯૦ના રૂ.૭૯૩૪૫ વાળા રૂ.૭૯૪૫૩ રહ્યા હતા મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૯૦૨૦૦ વાળા
રૂ.૯૧૦૭૫ વાળા રૂ.૯૦૫૩૩ રહ્યા હતા. મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા.
Gold Price Today Ahmedabad
અમેરિકાના નવા 47માં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સત્તા પર આગમન સાથે તેમની વેપાર નીતિઓ મુદ્દે અનિશ્ચિતતાઓ
તેમજ ડોલર નબળો પડતાં કિંમતી ધાતુ બજારમાં તેજી જોવા મળી છે.
સ્થાનિક બજારમાં સોનાની કિંમત સર્વોચ્ચ ટોચે પહોંચી છે. વૈશ્વિક સ્તરે પણ સોનું 11 માસની ટોચે પહોંચ્યું છે.
અમદાવાદ કિંમતી ધાતુ બજારમાં સોનું આજે રૂ.82800 પ્રતિ 10 ગ્રામની ઐતિહાસિક ટોચે પહોંચ્યું છે.
જેની ગત 30 ઓક્ટોબરે કિંમત રૂ. 82300 પ્રતિ 10 ગ્રામ હતી.
સોનાનો ભાવ ગઈકાલની તુલનાએ 10 ગ્રામ દીઠ રૂ. 700 વધ્યો છે.
આજે અમેરિકન ડોલરમાં આકર્ષક તેજીએ વિરામ લેતાં સેફ હેવનમાં રોકાણ વધ્યું છે.
ઔદ્યોગિક માગના કારણે ગતવર્ષે આકર્ષક રિટર્ન આપનારી ચાંદી આજે રૂ. 1000 મોંઘી થઈ છે.
આજે અમદાવાદમાં રૂ. 91500 પ્રતિ કિગ્રાના ભાવે ક્વોટ થઈ રહી હતી.
ગતવર્ષે ઓક્ટોબરમાં ચાંદીનો ભાવ રૂ.99000 પ્રતિ કિગ્રાના રેકોર્ડ સ્તરે પહોંચ્યો હતો.
READ MORE :