Google ની ધમાકેદાર નવી ફીચર લોન્ચ કરવામાં આવી રહ્યું છે. આ ફીચરની મદદથી યુઝર જાણી શકશે કે તેનો ફોટો ઓરિજિનલ છે કે પછી એને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ(AI)ની મદદથી બનાવવામાં આવ્યો છે. આજકાલ AIનો ઉપયોગ ખૂબ જ થઈ રહ્યો છે. આથી ઘણી વાર ફોટો ઓરિજિનલ છે કે એને બનાવવામાં આવ્યો છે એ જાણી નથી શકાતુ.
જોકે ગૂગલ હવે આને યુઝર માટે સરળ બનાવી દેશે. આ ફીચરને ‘અબાઉટ ધીસ ઇમેજ’નામ આપવામાં આવશે એવી શક્યતા છે.
Google ની આ નવી ફીચર ઉપયોગ
આ ફીચરનો ઉપયોગ કરવા માટે સૌથી પહેલાં એના પર ક્લિક કરવું પડશે .
અને જો જે ફોટો જોવો તે ફોટો ઇન્ટરનેટ પર હોવો જરૂરી છે.
કોઈ સેલિબ્રિટીનો ફોટો હોય કે સોશિયલ મીડિયા પોસ્ટ હોય કે પછી કોઈ ન્યુઝ ચેનલ પર હોય કે પછી અન્ય કોઈ પણ કારણસર એ ફોટો ઓનલાઇન હોય તો એ AIની મદદથી બનાવવામાં આવ્યો છે કે નહીં એ જાણી શકાશે.
આ માટે ફોટા પર ક્લિક કરવું. અને ક્લિક કરતાંની સાથે જ તેમા વિકલ્પ આવશે એમાં ‘અબાઉટ ધીસ ઇમેજ’ પર ક્લિક કરવું.
એના પર ક્લિક કર્યા બાદ ગૂગલ ફોટો નો મેટાડેટા શોધશે.
આ મેટાડેટા પરથી ફોટો ક્યારે અને કઈ જગ્યાએ અને કેવી રીતે બનાવવામાં આવ્યો છે.
જો કે આ માટે ફોટોમાં પણ મેટડેટા હોવા જરૂરી છે.
નકલી ફોટાની ઓળખ કરવી સરળ બની ગઈ છે
ફોટો રિયલ છે કે AI દ્રારા બનાવવામા આવેલો છે કે નહી તે પણ જાણી શકાશે .
આ ફોટાનો ઓરિજિનલ સોર્સ શું છે એ ગૂગલ જણાવશે.
આથી યુઝરને ખબર પડશે કે ફોટો રિયલ છે કે AIની મદદથી બનાવવામાં આવ્યો છે.
બની શકે કે ફોટા પરથી ચોક્કસ ખબર ન પડે કે રિયલ છે કે AI,
પરંતુ ગૂગલ જે માહિતી આપશે એના પરથી પણ વ્યક્તિ નક્કી કરી શકશે કે ફોટો ઓરિજિનલ છે કે નહીં.
ઉદાહરણ તરીકે વર્ષો પહેલાં થયેલી કોઈ ઘટનાનો ફોટો અથવા તો વીડિયો આજે બહાર આવ્યો.
તો એ ક્યારે બનાવવામાં આવ્યો છે એની તારીખ પણ ગુગલ આપશે.
એના પરથી નક્કી કરી શકાશે કે આ ફોટો ઓરિજિનલ છે કે નહીં.
ગૂગલ નુ આ નવુ ફીચર ક્યારે લોન્ચ થશે?
આ ફીચર એ હાલમાં ડેવલપમેન્ટ ના સ્ટેજમાં છે. ગૂગલ આને બહુ જલદી લોન્ચ કરી શકે છે. આ ફીચર ગૂગલ ફોટો એપ્સ અને અન્ય ગૂગલ સર્વિસ પણ જોવા મળશે.
આ ફીચર લોન્ચ થયા બાદ આંગળીના ટેરવે યુઝરને ખબર પડી જશે કે ફોટો ઓરિજિનલ છે કે AI.