સરકારનું બજેટ પ્લાન
નવી ટેક્સ સિસ્ટમ લાગુ થયા બાદ સરકારે ટેક્સ સ્લેબ મુજબ મર્યાદા વધારીને વાર્ષિક રૂ. 15 લાખથી ઓછી
આવક ધરાવતા કરદાતાઓને રાહત આપી છે. આ રાહતનો હેતુ વધતા ફુગાવાના સમયમાં તેમની આવક થતા ઘટાડાથી બચાવવાનો છે.
આપણે સૌથી વધુ ટેક્સ ચૂકવનારા કરદાતાઓની વાત કરીએ, તો તેમને છેલ્લા 5 વર્ષથી લિમિટ મુજબ કોઈ રાહત મળી નથી.
ડેટા અનુસાર, 2020માં નવી ટેક્સ સિસ્ટમની શરૂઆતથી, કોસ્ટ ઇન્ફલેશન ઇન્ડેક્સ (CII)માં લગભગ 21%નો વધારો થયો છે.
ફુગાવાની અસરને ઘટાડવા માટે, સરકારે પાંચ વર્ષમાં રૂ. 15 લાખથી ઓછી આવક ધરાવતા કરદાતાઓ માટે ઓછામાં
ઓછા 20% અને મહત્તમ 40%ની મર્યાદામાં વધારો કર્યો છે. જો કે, 15 લાખથી વધુ આવક ધરાવતા કરદાતાઓની મર્યાદામાં
કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી અને તેઓએ મહત્તમ 30%ના દરે ટેક્સ ચૂકવવો પડશે.
હવે ફુગાવા અને અન્ય ખર્ચાઓને જોતા સરકારે સૌથી વધુ સ્લેબમાં આવતા લોકોને રાહત આપવા અંગે વિચારવાની જરૂર છે.
આંકડાઓ અનુસાર, જો આપણે ITR ફાઇલ કરનારાઓની આવકના સ્લેબ પર નજર કરીએ,
તો 70% કરદાતાઓની કરપાત્ર આવક 5 લાખ રૂપિયા અથવા તેનાથી ઓછી છે.
સરકારનું બજેટ પ્લાન
સૌથી વધુ ટેક્સ કોણ ચૂકવે છે જાણો
આવી સ્થિતિમાં માત્ર 30% લોકો જ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન માટે સરકારનો સૌથી મોટો આધાર છે.
એટલા માટે એવી માંગ કરવામાં આવી રહી છે કે આ લોકોને પણ ટેક્સના બોજમાંથી થોડી રાહત મળવી જોઈએ.
જેનાથી શહેરી કર્મચારીઓને ઘણી રાહત મળશે, કારણ કે આ લોકો ઊંચા વ્યાજ દરે હોમ લોન EMI ચૂકવી રહ્યા છે.
તેમજ સારી લાઈફસ્ટાઈલ માટે ખર્ચા કરી રહ્યા છે.
ગ્રાન્ટ થોર્ન્ટન ઈન્ડિયા એ સરવે રિપોર્ટ રજૂ કર્યો
ગ્રાન્ટ થોર્ન્ટન ઈન્ડિયાના તાજેતરના સરવેમાં પણ લોકોએ ટેક્સ મુક્તિની માંગણી કરી છે.
સરવે અનુસાર, દેશના 57% વ્યક્તિગત કરદાતા ઇચ્છે છે કે સરકાર આગામી બજેટમાં ટેક્સમાં ઘટાડો કરીને તેમને રાહત આપે.
25% લોકોએ મહત્તમ ટેક્સ સ્લેબમાં છૂટછાટની માંગ કરી છે.
72% વ્યક્તિગત કરદાતાઓએ નવી ઇન્કમટેક્ષ સિસ્ટમ પસંદ કરી હોવા છતાં, 63% લોકો જૂની સિસ્ટમ હેઠળ પ્રોત્સાહનો વધારવાની તરફેણમાં છે.
નવી ટેક્સ સિસ્ટમ પ્રત્યે આકર્ષણ વધારવા માટે લગભગ 46% લોકોએ ટેક્સ રેટ ઘટાડવાનું સૂચન કર્યું છે.
47% લોકો ઈચ્છે છે કે જૂની ટેક્સ સિસ્ટમ હેઠળ ‘સેટ-ઓફ’ મર્યાદા વધારવી જોઈએ અથવા 2 લાખ રૂપિયાની મર્યાદા સંપૂર્ણપણે દૂર કરવામાં આવે.
મધ્યમ વર્ગને રાહત આપવા અને વપરાશ વધારવાના પ્રયાસો
બજેટ 2025માં મધ્યમ વર્ગને રાહત મળી શકે છે. આમ કરવાથી કન્જમ્પશનને મોટી પુશ મળી શકે છે.
આનાથી ભારતીય અર્થતંત્રને વેગ મળશે. કરમુક્તિ અને સ્લેબમાં ફેરફારને કારણે લોકોના હાથમાં વધુ પૈસા હશે.
જે તેઓ ખર્ચ કરી શકે છે, જેનાથી અર્થતંત્રમાં વધુ તેજીથી વિકાસ થશે.
READ MORE :
ભાવનગર-સોમનાથ હાઇવે પર ફોરવિલ અને મોટરસાયકલ વચ્ચે અકસ્માત સર્જાયો, બે વ્યક્તિનાના મોત