ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ
ઉત્તરાખંડ વિધાનસભામાં યુનિફોર્મ સિવિલ કોડ (UCC) ધ્વનિમત સાથે પાસ થઈ ગયું હતું.
ઉત્તરાખંડ યુસીસી લાગુ કરનાર દેશનું પ્રથમ રાજ્ય બની ગયું છે.
ત્યાર બાદ હવે ગુજરાતમાં પણ યુનિફોર્મ સિવિલ કોડ લાગુ થઈ શકે છે.
રાજ્ય સરકાર UCCને લઇને પૂર્વ ન્યાયાધીશની અધ્યક્ષતામાં એક કમિટીની જાહેરાત કરશે.
આજે બપોરે મુખ્યમંત્રી અને ગૃહરાજ્યમંત્રી પત્રકાર પરિષદ કરવાના છે. જેમાં તેઓ UCC ના મામલે મોટી જાહેરાત કરી શકે છે.
ત્યારે કમિટી UCC અંગેનો નિર્ણય રાજ્ય સરકારને આપશે. કમિટીના નિર્ણયના આધારે UCCનું અમલીકરણ થશે.
મુખ્યમંત્રી યુનિફોર્મ સિવિલ કોડ અંગે આજે જાહેરાત કરી શકે છે.
યુનિફોર્મ સિવિલ કોડ અંગે વિધાનસભા ચૂંટણી પહેલા રાજ્ય સરકારે જાહેરાત કરી હતી.
ઉત્તરાખંડ અગાઉ યુસીસી લાગુ કરી ચૂક્યું છે. આગામી દિવસોમાં ગુજરાતમાં પણ UCC લાગુ થશે.
યુનિફોર્મ સિવિલ કોર્ડ નો કાયદો શું છે?
કેન્દ્ર સરકાર દ્વારા યુનિફોર્મ સિવિલ કોડ દેશભરમાં લાગુ કરવાની પહેલ કરાઈ છે.
આ કાયદામાં દેશના તમામ ધર્મો અને સમુદાયો માટે સમાન અને એક સરખા કાયદા બનાવવાની હિમાયત કરાઈ છે.
વિવિધ ધર્મના આધારે હાલના વિવિધ કાયદાઓ એક રીતે બિનઅસરકારક બની જાય છે.
આ કાયદાનો અર્થ એ છે કે દેશમાં તમામ ધર્મો અને સમુદાયો માટે કાયદો સમાન હશે, જે સંસદ દ્વારા નક્કી કરવામાં આવશે.
યુનિફોર્મ સિવિલ કોડનો અહેવાલ ચાર ભાગમાં તૈયાર કરવામાં આવ્યો છે.
યુનિફોર્મ સિવિલ કોડનો મુસદ્દો તૈયાર કરવા માટે 27 મે, 2022 ના રોજ નિવૃત્ત જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઈની અધ્યક્ષતામાં નિષ્ણાત સમિતિની રચના કરવામાં આવી હતી.
નિષ્ણાત સમિતિએ ચાર ભાગમાં પોતાનો અહેવાલ આપ્યો હતો.
ચાર વોલ્યુમના અહેવાલમાં, વોલ્યુમ બે અને ચાર યુનિફોર્મ સિવિલ કોડ એક્ટના હિન્દી અને અંગ્રેજી અનુવાદો છે.
વિભાગ-1 માં, સમાન નાગરિક સંહિતા લાગુ કરવા પાછળની વિભાવના અને તેના સામાજિક, ઐતિહાસિક, સમકાલીન અને બંધારણીય સંદર્ભો
અને પાસાઓને આગળ મૂકવામાં આવ્યા છે. તેમાં 180 પૃષ્ઠો અને 11 પ્રકરણો છે.
વિભાગ-2 મા ડ્રાફ્ટ તૈયાર કરવાની પ્રક્રિયા દરમિયાન સમિતિ દ્વારા પ્રાપ્ત પ્રતિસાદ વિશે વિગતવાર માહિતી આપે છે.
સમિતિએ 43 જાહેર સંવાદ કાર્યક્રમો અને વિવિધ માધ્યમો દ્વારા 2.33 લાખ વ્યક્તિઓ પાસેથી સૂચનો મેળવ્યા હતા.
READ MORE :
સોમનાથ મંદિરનો 3D લાઈટ એન્ડ સાઉન્ડ શો: જ્યાં ભગવાન પણ નાચશે-ગાશે