ભારતમાં એન્ટ્રી પહેલા
એલોન મસ્કની સેટેલાઇટ ઇન્ટરનેટ સેવા સ્ટારલિંકને ભારતમાં મંજૂરી મળી ગઈ છે, પરંતુ મસ્કના માર્ગમાં ચોક્કસપણે અવરોધો આવ્યા છે.
એરટેલ અને જિયો સાથેના તાજેતરના સોદાઓએ સ્ટારલિંક માટે ભારતમાં પ્રવેશવાનો માર્ગ કંઈક અંશે સાફ કરી દીધો છે.
પરંતુ ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) સેટેલાઇટ બ્રોડબેન્ડ સેવા માટે લાયસન્સ સમયગાળો 5 વર્ષ સુધી મર્યાદિત
કરવાની યોજના બનાવી છે.
આ નિર્ણય એલોન મસ્કની કંપની સ્ટારલિંક માટે મોટો ફટકો હોઈ શકે છે, કારણ કે કંપનીએ 20 વર્ષનું લાઇસન્સ માંગ્યું હતું.
ભારતમાં સેટેલાઇટ બ્રોડબેન્ડ સેવાઓ માટે સ્પેક્ટ્રમ ફાળવણી અંગે મોટો વિવાદ થયો હતો.
મસ્કની સ્ટારલિંક 20 વર્ષ માટે સ્પેક્ટ્રમ મેળવવા માંગતી હતી જેથી તે લાંબા ગાળાનું આયોજન કરી શકે અને સસ્તી સેવાઓ પૂરી પાડી શકે છે.
ભારતમાં એન્ટ્રી પહેલા
મુકેશ અંબાણી ની ભારતી એરટેલ ઈચ્છતા હતા કે આ સમયગાળો એ 3 થી 5 વર્ષ સુધી મર્યાદિત રહે.
જેથી ભારત સરકાર સમયાંતરે બજારનું મૂલ્યાંકન કરી શકે.
હવે ટ્રાઇએ અંબાણી અને એરટેલના સૂચનને સ્વીકારવાનો નિર્ણય લીધો છે અને 5 વર્ષની સમય મર્યાદા નક્કી કરી છે.
એલોન મસ્કની સ્ટારલિંકે તાજેતરમાં ભારતમાં તેની સેટેલાઇટ બ્રોડબેન્ડ સેવાઓનો વિસ્તાર કરવા માટે રિલાયન્સ અને એરટેલ સાથે ડિસ્ટ્રીબ્યુશ
ડીલ કરી છે.
જોકે, આ બિઝનેસ મોડેલને સફળ બનાવવા માટે કંપનીને લાંબા ગાળાના લાયસન્સની જરૂર હતી.
ટ્રાઈના આ નિર્ણયથી સ્ટારલિંકને ભારતમાં લાંબા ગાળાના રોકાણ અને કિંમત નિર્ધારણમાં મુશ્કેલી પડી શકે છે.
READ MORE :
કેન્દ્ર સરકારની મોટી જાહેરાત : IRCTC અને IRFCને ‘નવરત્ન’ દરજ્જો આપ્યો, શું શેરના ભાવમાં વૃદ્ધિ થશે?
ભારત પહેલા સેટેલાઇટ બ્રોડબેન્ડ બજારનું પરીક્ષણ કરવા માંગે છે, જેથી યોગ્ય સ્પેક્ટ્રમ કિંમત નક્કી કરી શકાય.
હાલમાં, પરંપરાગત ટેલિકોમ કંપનીઓને હરાજી દ્વારા 20 વર્ષ માટે સ્પેક્ટ્રમ મળે છે.
પરંતુ સેટેલાઇટ સેવાઓ માટે, સ્પેક્ટ્રમ સસ્તા દરે અને મર્યાદિત સમયગાળા માટે ફાળવવામાં આવશે.
ટ્રાઈ આગામી એક મહિનામાં ટેલિકોમ મંત્રાલયને તેની અંતિમ ભલામણો મોકલશે.
આ પછી સરકાર તેને લાગુ કરવાનો નિર્ણય લેશે.
ભારતમાં સેટેલાઇટ કોમ્યુનિકેશન ક્ષેત્રનું કદ 2028 સુધીમાં $25 બિલિયન સુધી પહોંચવાની ધારણા છે.
આવી સ્થિતિમાં, આ નિર્ણય આ ક્ષેત્રના ભવિષ્યને નક્કી કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.
READ MORE :
શેરબજારમાં તેજીનો પ્રારંભ : જાણો સેન્સેક્સ અને નિફ્ટી બંનેમાં કેટલો ઉછાળો નોંધાયો
તમિલનાડુ મા સ્ટાલિન સરકારની હિન્દી વિરુદ્ધ લડત: રૂપિયાના સિમ્બોલમાં બદલાવ લાવવામાં આવ્યો