India News વિપક્ષને ચાણક્યની બે માગણીઓને પરીણામકારી ચૂંટણીપંચ નિર્ણય કરવાનો નવો સમાધાન

By dolly gohel - author
19 01

India news 

મહારાષ્ટ્રમાં ચૂંટણીનું રણશિંગુ ફૂંકાઈ ચૂક્યું છે. ઈલેક્શન કમિશને ગઈકાલે પ્રેસ કોન્ફરન્સ કરીને એલાન કર્યું કે મહારાષ્ટ્રમાં

20 નવેમ્બરે એક જ તબક્કામાં વિધાનસભા ચૂંટણી થશે. આ સાથે પંચે એનસીપીની બે માગો પર પણ પોતાના નિર્ણય વિશે જણાવ્યું.

ચૂંટણી પંચે જણાવ્યું કે ‘અમે શરદ પવારની તે વિનંતીનો સ્વીકાર કર્યો કે જેમાં તેમણે ઈવીએમના બેલેટ યુનિટ પર પોતાના ચૂંટણી ચિહ્ન ‘તુતારી’

ને મુખ્યરીતે દર્શાવવાની માગ કરી હતી. જોકે, પંચે ‘તુતારી’ ના ચિહ્નને ફ્રીજ કરવાની માગને ફગાવી દીધી છે.

મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું કે ‘એનસીપી-એસપીએ ચૂંટણી પંચને જણાવ્યું છે કે અમારા ચૂંટણી ચિહ્ન-  ‘તુતારી’ ને

ઈવીએમની બેલેટ યુનિટ પર મુખ્યરીતે દર્શાવાયું નથી. અમે તેમને એ સ્પષ્ટ કરવા માટે કહ્યું હતું કે તે પોતાના ચૂંટણી ચિહ્નને બેલેટ

યુનિટ પર કઈ રીતે દર્શાવવા ઈચ્છે છે. એનસીપી-એસપીએ અમને ચૂંટણી ચિહ્ન વિશે ત્રણ વિકલ્પ આપ્યા હતા.

અને અમે તેમના દ્વારા આપવામાં આવેલા પહેલા સૂચનનો સ્વીકાર કરી લીધો.

 

 

 

 

read more:ખર્ચમાં ઘટાડો: વિદેશમાં નાણાં મોકલવા માટે રેમિટન્સનો ખર્ચ ઘટાડવા પર આરબીઆઈના નવા નિયમો !

India News

લોકસભા પર ‘તુતારી’ પ્રતીકની અસર

જોકે, સીઈસીએ એ સ્પષ્ટ કર્યું કે પંચ ચૂંટણી ચિહ્નોની ફાળવણીની વર્તમાન સિસ્ટમમાં કોઈ ફેરફાર કરવા ઈચ્છતું નથી.

સાથે જ તેણે તુતારીના ચિહ્નને ઈવીએમની યાદીથી હટાવવાની માગને ફગાવી દીધી. શરદ પવારની અધ્યક્ષતાવાળી પાર્ટીએ તર્ક આપ્યો હતો

કે ‘તુતારી’ નું ચૂંટણી ચિહ્ન ‘તુતારી વગાડતા માનવી’ જેવો છે. જેનાથી લોકસભા ચૂંટણી દરમિયાન મતદાતા ભ્રમિત થઈ ગયા હતા.

એનસીપી (શરદ પવાર) એ તર્ક આપ્યો હતો કે સતારા મતવિસ્તારમાં જે અપક્ષ ઉમેદવારને તુતારીનું ચૂંટણી ચિહ્ન ફાળવવામાં આવ્યુ હતુ

તેને ભાજપ ઉમેદવાર ઉદયનરાજે ભોંસલેની જીતના અંતરથી વધુ વોટ મળ્યા હતા.

ઉદયનરાજે ભોંસલેએ એનસીપી-એસપી ઉમેદવાર શશિકાંત શિંદેને 32,771 વોટના અંતરથી હરાવ્યા હતા.

તુતારીના ચૂંટણી ચિહ્ન પર ચૂંટણી લડનાર અપક્ષ ઉમેદવાર સંજય ગાડેને 37,062 વોટ મળ્યા હતા. 

ગઈકાલે જ ચૂંટણી પંચે જાહેરાત કરી છે કે મહારાષ્ટ્રની 288 વિધાનસભા બેઠકો પર 20 નવેમ્બરે ચૂંટણી થશે અને પરિણામ 23 નવેમ્બરે આવશે.

 

read more :અંકલેશ્વર બાદ દાહોદમાં 168 કરોડ રૂપિયાના 112 કિલો જેટલું એમડી ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો !

 

Share This Article
author
Follow:
ડોલી ગોહિલ – TV1 Gujarati News માં કન્ટેન્ટ રાઇટર હું ડોલી ગોહિલ, TV1 Gujarati News માં એક સમર્પિત કન્ટેન્ટ રાઇટર છું. લખવાનું મારા માટે માત્ર એક કામ નથી, તે મારી ઓળખ છે. મારી કલમે એ સમાચાર લખવા કેવળ જાણકારી આપે, પણ વાચકોના મનમાં અસર છોડી જાય. ડિજિટલ પત્રકારિતાની ગહન સમજ સાથે, હું એવા લેખો તૈયાર કરું છું જે માહિતીપ્રદ, રસપ્રદ અને SEO-ફ્રેન્ડલી હોય. તાજા સમાચાર, વિશ્લેષણાત્મક લેખો કે સમાજને પ્રેરણાદાયી સ્ટોરીઝ મારા લખાણનો ધ્યેય હંમેશા સાફ રહે છે: વાચકોને ચોકસાઈભર્યું અને વિશ્વસનીય કન્ટેન્ટ આપવા.