જામનગર રિફાઈનરીના
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીની (Reliance) જામનગર રિફાઈનરીના 25 વર્ષ પૂર્ણ થવા પર સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સમારોહમાં અંબાણી પરિવાર સહિત રિફાઈનરીના કર્મચારીઓ હાજર રહ્યા હતા.
સમારોહને સંબોધિત કરતાં રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન અને સંસ્થાપક નીતા અંબાણીએ અને ધીરુભાઈ અંબાણી ને
જામનગર પ્રત્યેના તેમના લગાવને યાદ કર્યા હતા.
સંબોધતા નીતા અંબાણીએ કહ્યું કે, જામનગર માત્ર એક સ્થળ નથી. પરંતુ તે રિલાયન્સની આત્મા છે, તે આપણા હૃદયમાં ઊંડે સુધી છે.
આ કોકિલા મમ્મીનું જન્મસ્થળ છે. તે તેના મૂળ અને મૂલ્યોનું પ્રતિનિધિત્વ કરે છે.
તેઓ આજે આપણી સાથે છે અને તેમના આશીર્વાદથી જ બધું શક્ય બન્યું છે. તમે અમારા માટે જે કર્યું છે તેના માટે તમારો ખૂબ ખૂબ આભાર.
પપ્પા ધીરુભાઈ અંબાણી માટે જામનગર તેમનું કાર્યસ્થળ હતું, તેમનું સ્વપ્ન હતું, તેમનું ભાગ્ય હતું.
તે તેમની ફરજ, સમર્પણ અને હેતુનું પ્રતીક છે. થોડા દિવસ પહેલા જ તેમનો 92મો જન્મદિવસ આવ્યો હતો.
હું આશા રાખું છું કે તેમના આશીર્વાદ જામનગરમાં આપણા બધા પર વરસતા રહે.
મુકેશ માટે જામનગર આદરનું સ્થાન છે, ભક્તિ અને આદરની ભૂમિ છે.
અહીં પપ્પાએ વિશ્વની સૌથી મોટી ગ્રાસરૂટ રિફાઇનરીનું સ્વપ્ન જોયું હતું અને મુકેશે તેના પપાનું સ્વપ્ન સાકાર કર્યું.
અમારા બાળકો ખાસ કરીને અનંત માટે, આ સેવાની ભૂમિ છે, તેમની સેવા અને કરુણાની ભૂમિ છે.
આ જમીન માત્ર એક સ્થળ નથી. તે આપણા પરિવારના વિશ્વાસ અને આશાઓનું ધબકતું હૃદય છે.
READ MORE :
ગુજરાત સરકારની નવી સુવિધા : સરકારની વેબસાઈટ પર વોઈસ એપ્લિકેશન દ્વારા અરજી કરવાની સુવિધા !
હું અયોધ્યા ચુકાદાનો બચાવ કરવાનો ઈનકાર કરું છું જસ્ટિસ નરીમન સમક્ષ પૂર્વ સીજેઆઈની ટકોર
મનમોહન સિંહનાં સ્મારક અંગેનો વિવાદ હવે સમાપ્ત થશે! આ સ્થળે સ્મારક બનશે, જે આપણું ગૌરવ વધારશે !