અમેરિકામાં કુદરતી તાંડવ : વાવાઝોડા અને ભારે વરસાદ એ તબાહી મચાવી 7 લોકો ના મોત અને 2 લાખ લોકોના ઘરોમાં અંધારપટ

By dolly gohel - author
અમેરિકામાં કુદરતી તાંડવ : વાવાઝોડા અને ભારે વરસાદ એ તબાહી મચાવી 7 લોકો ના મોત અને 2 લાખ લોકોના ઘરોમાં અંધારપટ

અમેરિકામાં કુદરતી તાંડવ 

અમેરિકાના સાઉથ અને મીડવેસ્ટ વિસ્તારમાં જોરદાર પવન અને વરસાદ સાથે ડઝનબંધ ટોર્નેડો ત્રાટકતાં સાતનાં મોત થયા છે.

અને ઘણાં લોકોને ઇજા થઇ હતી.

વાવાઝોડાને કારણે બે  લાખ ઘરોમાંથી વીજળી ગુલ થઇ ગઇ હતી અને સંખ્યાબંધ ઘરોના છાપરાં હવામાં ઉડી ગયા હતા.

અનેક કાર્સ પણ વાવાઝોડાંમાં ગડથોલિયા ખાતી દેખાઇ હતી.

આરાકાન્સાસ, ઇલિનોય, ઇન્ડિયાના, મિસુરી અને મિસિસિપી પર ડઝનબંધ ટોર્નેડો અને વાવાઝોડું ત્રાટકવાની ચેતવણી જારી કરવામાં આવી હતી.

આગામી ચાર દિવસમાં સાઉથ અને મીડ વેસ્ટ ઇલાકામાં ભારે બાર ઇંચ જેટલો વરસાદ થવાની અને પૂરના પાણી ફરી વળવાની આગાહી નેશનલ

વેધર સર્વિસ દ્વારા કરવામાં આવી છે.

ત્રીસ વર્ષના ઇતિહાસમાં ફૂંકયેલું આ અભૂતપૂર્વ વાવાઝોડું છે તેમ સ્થાનિકોએ જણાવ્યું હતું. 

અમેરિકામાં કુદરતી તાંડવ 

અમેરિકામાં કુદરતી તાંડવ : વાવાઝોડા અને ભારે વરસાદ એ તબાહી મચાવી  7 લોકો ના મોત અને 2 લાખ લોકોના ઘરોમાં અંધારપટ
અમેરિકામાં કુદરતી તાંડવ : વાવાઝોડા અને ભારે વરસાદ એ તબાહી મચાવી 7 લોકો ના મોત અને 2 લાખ લોકોના ઘરોમાં અંધારપટ

ઇન્ડિયાનામાં ભારે વરસાદ પડતાં ઘણાં વિસ્તારોમાં પૂરના પાણી કારની બારીની ઉંચાઇ સુધી પહોંચી ગયા હતા.

ટેક્સાસ, મિસિસિપી વેલી અને ઓહાયો વેલીમાં પણ શનિવાર સુધી ભારે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે.

મીડલ ટેનેસીમાં પણ આગામી ચાર દિવસ ભારે વરસાદ પડવાની આગાહી કરાઇ છે.

આગામી સાત દિવસમાં નોર્થ ઇસ્ટર્ન આરાકાન્સાસ,મિસુરી  અને  વેસ્ટર્ન કેન્ટુકીમાં પંદર ઇંચ વરસાદ ત્રાટકશે.

તેમાં પણ કેન્ટુકી અને ઇન્ડિયાનાના થોડા વિસ્તારોમાં ભારે પૂર આવવાની આગાહી વેધર સર્વિસે કરી છે. 

દરમ્યાન મિશિગનમાં બરફનું તોફાન આવતાં 122000 અમેરિકનોના ઘરોની વીજળીગુલ થઇ ગઇ હતી.

કેબલ અને ટાવર્સ પરથી બરફના ટુકડા પડતાં હોઇ મિશિગનના લોઅર અને અપર પેનિન્સુલાને સાંકળતાં મેકીનેક પુલને બંધ કરી દેવામાં

આવ્યો હતો.

સતત ત્રણ દિવસથી બરફના તોફાનને કારણે પુલના વાહનવ્યવહાર પર અસર થઇ છે. 

READ MORE :

કર્ણાટક હાઈકોર્ટનો મોટો નિર્ણય: Rapido, Uber, OLA બાઇક ટેક્સીઓની કામગીરી બંધ કરવાનો આદેશ આપ્યો

અમેરિકામાં કુદરતી તાંડવ : વાવાઝોડા અને ભારે વરસાદ એ તબાહી મચાવી  7 લોકો ના મોત અને 2 લાખ લોકોના ઘરોમાં અંધારપટ
અમેરિકામાં કુદરતી તાંડવ : વાવાઝોડા અને ભારે વરસાદ એ તબાહી મચાવી 7 લોકો ના મોત અને 2 લાખ લોકોના ઘરોમાં અંધારપટ

નેશનલ વેધર સર્વિસ સાથે કામ કરતી હવામાનશાસ્ત્રી ચેલી અમીને જણાવ્યુ કે આરાકાન્સાસમાં બ્લિથવિલેમાં ટોર્નેડો ઇમરજન્સી જાહેર કરવામાં આવી હતી.

ટોર્નેડોને કારણે ધૂળની ડમરીઓ 20000 ફૂટની ઉંચાઇ સુધી ફુંકાઇ હતી.

સાંજે આરાકાન્સાસમાં હેરિસબર્ગ ખાતે પણ ટોર્નેડો ત્રાટક્યો હતો.

ટોર્નેડોને કારણે બાવીસ કાઉન્ટીઓમાં પૂર આવવાને કારણે મોટું નુકશાન થયું હતુ.

અને ચાર જણને ઇજા થઇ હતી. કેન્ટુકીમાં જેફરસનટાઉન ખાતે બુધવારે રાત્રે ટોર્નેડો ત્રાટકયો હતો.

READ MORE :

જામનગરમાં પ્લેન ક્રેશ દુર્ધટના : ભારતીય વાયુસેનાનુ ફાઈટર પ્લેન ક્રેશ થયુ ,આ ઘટનામાં 1 પાયલોટનું મોત

મ્યાનમાર બાદ ટોંગા દેશમાં 7.1 ની તીવ્રતાનો ભૂકંપ ,સુનામીની ચેતવણી જારી

Share This Article
author
Follow:
ડોલી ગોહિલ – TV1 Gujarati News માં કન્ટેન્ટ રાઇટર હું ડોલી ગોહિલ, TV1 Gujarati News માં એક સમર્પિત કન્ટેન્ટ રાઇટર છું. લખવાનું મારા માટે માત્ર એક કામ નથી, તે મારી ઓળખ છે. મારી કલમે એ સમાચાર લખવા કેવળ જાણકારી આપે, પણ વાચકોના મનમાં અસર છોડી જાય. ડિજિટલ પત્રકારિતાની ગહન સમજ સાથે, હું એવા લેખો તૈયાર કરું છું જે માહિતીપ્રદ, રસપ્રદ અને SEO-ફ્રેન્ડલી હોય. તાજા સમાચાર, વિશ્લેષણાત્મક લેખો કે સમાજને પ્રેરણાદાયી સ્ટોરીઝ મારા લખાણનો ધ્યેય હંમેશા સાફ રહે છે: વાચકોને ચોકસાઈભર્યું અને વિશ્વસનીય કન્ટેન્ટ આપવા.