નવું આવકવેરા બિલ : લોકસભામાં રજૂ થયુ 10 મહત્વપૂર્ણ ફેરફારો સાથે ,આ ફેરફાર થી ખેડૂતોને શું લાભ મળશે?

By dolly gohel - author
નવું આવકવેરા બિલ : લોકસભામાં રજૂ થયુ 10 મહત્વપૂર્ણ ફેરફારો સાથે ,આ ફેરફાર થી ખેડૂતોને શું લાભ મળશે?

નવું આવકવેરા બિલ 

સંસદના નીચલા ગૃહ લોકસભામાં આજે સરકારે ન્યૂ ઈનકમ ટેક્સ બિલ રજૂ કર્યું હતુ.

લોકસભામાં બિલ રજૂ કરાયા બાદ તેને સમીક્ષા માટે સિલેક્ટ  કમિટીને મોકલવામાં આવ્યું છે.

આ સાથે જ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ 9 માર્ચ સુધી લોકસભાની કાર્યવાહી સ્થગિત કરી છે.

હવે 10 માર્ચના રોજ સવારે 11 વાગે બજેટ સત્રનું બીજું સેશન શરૂ થશે.

બીજા સેશનના પહેલા દિવસે કમિટી પોતાનો રિપોર્ટ આપી શકે છે.

એકવાર આ કમિટી પોતાનો અંતિમ રિપોર્ટ સબમિટ કરે તો સંસદ બિલને પાસ કરવા પર વિચાર કરશે.

નવું આવકવેરા બિલ એ ઈનકમ ટેક્સ એક્ટ 1961ની જગ્યા લેશે. નવા બિલમાં અનેક ફેરફાર કરાયા છે.

નવું આવકવેરા બિલ આવવાનુ છે તેની જાણકારી તેના રજૂ થતા પહેલા બુધવારે આવેલી ડ્રાફ્ટ કોપીમાં સામે આવી હતી. 

 

 

નવા ઈનકમ ટેક્સ બિલ મા જે મહત્વપૂર્ણ ફેરફારો થયા છે તે નીચે મુજબ છે.

 

1. બિલમાં પાનાની સંખ્યા ઘટાડવામા આવી છે.

નવા આવકવેરા બિલમાં પહેલો અને મોટો ફેરફાર એ કરાયો છે કે તેને સામાન્ય લોકોને સમજવા માટે પહેલાની સરખામણીમાં વધુ સરળ શબ્દો

સાથે કઈક સંપક્ષિપ્ત બનાવવામાં આવ્યો છે.

જેમ કે 1961 આવકવેરા બિલમાં 880 પાના હતા. પરંતુ છ દાયકા બાદ હવે તેમાં સામેલ પાનાની સંખ્યાને ઘટાડીને 622 કરાઈ છે.

ન્યૂ ટેક્સ બિલમાં 536 કરમો અને 23 ચેપ્ટર છે. 

 

2. ‘Tax Year’ નો કોન્સેપ્ટ

આજે રજૂ થયેલા નવા બિલમાં ટેક્સ યરનો કોન્સેપ્ટ લાવવામાં આવ્યો છે.

જે અત્યાર સુધી ઉપયોગમાં લેવાતા અસેસમેન્ટ યર અને પ્રીવિયસ યરને રિપ્લેસ કરશે.

સામાન્ય રીતે જોવા મળે છે કે ટેક્સ ભરવા દરમિયાન ટેક્સપેયર્સ અસેસમેન્ટ અને ફાઈનાન્શિયલ યર અંગે કન્ફ્યૂઝ થતા હતા

પરંતુ હવે તેને ખતમ કરતા ફક્ત ટેક્સ યરનો ઉપયોગ થશે.

દાખલા તરીકે 1 એપ્રિલ 2025થી 31 માર્ચ 2026 માટે ટેક્સ યર 2025-26 હશે.

એટલે કે ફાઈનાન્શિયલ યરના પૂરા 12 મહિનાને હવે ટેક્સ યર કરવામાં આશે. 

 

3. સ્ટાન્ડર્ડ ડિડક્શન એમનું એમ

ન્યૂ ટેક્સ બિલ અંતર્ગત જો તમે એક પગારદાર હોવ તો તમારા જૂના ટેક્સ રિજીમ હેઠળ 50,000 રૂપિયાનું સ્ટાન્ડર્ડ ડિડક્શન મળતું રહેશે.

પરંતુ જો તમે નવા ટેક્સ રિજીમને પસંદ ક રો તો પછી આ ડિડક્શન 75,000 રૂપિયા સુધીનું રહેશે.

આ સાથે જનવા ટેક્સ રિજીમ હેઠળ ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર નહીં થાય અને બજેટમાં જાહેર કરાયેલા દર યથાવત રહેશે. 

નવું આવકવેરા બિલ : લોકસભામાં રજૂ થયુ 10 મહત્વપૂર્ણ ફેરફારો સાથે ,આ ફેરફાર થી ખેડૂતોને શું લાભ મળશે?
નવું આવકવેરા બિલ : લોકસભામાં રજૂ થયુ 10 મહત્વપૂર્ણ ફેરફારો સાથે ,આ ફેરફાર થી ખેડૂતોને શું લાભ મળશે?

4. CBDT ને મળ્યો આ અધિકાર

ન્યૂ ટેક્સ બિલમાં આવકવેરા 1961 ની સરખામણીમાં કરાયેલા ફેરફારમાં આગામી મોટો ચેન્જ કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડ એટલે કે CBDT સંલગ્ન છે.

બિલ મુજબ પહેલા આવકવેરા ડિપાર્ટમેન્ટે વિવિધ ટેક્સ સ્કીમને શરૂ કરવા માટે સંસદનો સંપર્ક કરવો પડતો હતો.

પરંતુ ન્યુ ટેક્સ એક્ટ 2025 મુજબ હવે સીબીડીટીને સ્વતંત્ર રીતે આવી યોજનાઓ શરૂ કરવાનો અધિકાર અપાયો છે.

તેનો હેતુ નોકરશાહી સંબંધિત વિલંબની સમસ્યા દૂર કરવાનો છે. 

 

5. કેપિટલ ગેઈનના દરો યથાવત

ડ્રાફ્ટમાં શેર બજાર માટે શોર્ટ ટર્મ કેપિટલ ગેઈનના સમયગાળામાં કોઈ ફેરફાર કરાયો નથી.

સેક્શન 101 (બી) હેઠળ 12 મહિના સુધીના સમયગાળાને શોર્ટ ટર્મ કેપિટલ ગેઈન ગણવામાં આવશે.

આ ઉપરાંત તેના દરો પણ સમાન રાખવામાં આવ્યા છે.

શોર્ટ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ 20 ટકા પર યથાવત રાખવામાં આવ્યો છે.

જ્યારે લોંગ ટર્મ કેપિટલ ગેઈન હેઠળ 12.5 ટકાનો ટેક્સ લાગૂ થશે. 

 

6. પેન્શન, એનપીએસ અને ઈન્શ્યુરન્સ પર  છૂટ

નવા આવકવેરા બિલ હેઠળ પેન્શન, NPS કન્ટ્રીબ્યુશન અને ઈન્શુયરન્સ પર ટેક્સ ડિડક્શન ચાલુ રહેશે.

રિટાયરમેન્ટ ફંડ, ગ્રેચ્યુઈટી, અને પીએફ કન્ટ્રીબ્યુશનને પણ ટેક્સ છૂટના દાયરામાં રાખવામાં આવ્યા છે.

ઈએલએસએસ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ ઉપર પણ ટેક્સ રાહત મળશે. 

 

7. ટેક્સ ચોરી પર પેનલ્ટી

નવા ટેક્સ બિલમાં ટેક્સ  ચોરી કરનારાઓ પર વધુ કડકાઈ અને દંડની જોગવાઈ કરવામાં આવી છે.

જાણી જોઈને ટેક્સ ચોરી કરનારાઓ પર કેસ ચલાવવામાં આવી શકે છે.

ટેક્સની ચૂકવણી ન કરવા પર વધુ વ્યાજ અને દંડ વસૂલી શકાય છે.

જો કોઈ વ્યક્તિ પોતાની આવક છૂપાવવાનો પ્રયત્ન કરે તો તેનું એકાઉન્ટ સીઝ થઈ શકે છે.

આ ઉપરાંત ખોટું કે અધૂરી જાણકારી આપવા પર ભારે દંડ લાગશે. 

 

8. ટેક્સ પેમેન્ટને પારદર્શક બનાવવા માટે E-KYC જરૂરી

કેન્દ્ર સરકારનો નવા ટેક્સ બિલ દ્વારા હાલની ટેક્સ સિસ્ટમને ડિજિટલ અને વધુ પારદર્શક બનાવવાનો હેતુ છે.

આ માટે E-KYC અને ઓનલાઈન ટેક્સ ચૂકવણીને ફરજિયાત કરવામાં આવી રહી છે.

ઈ ફાઈલિંગ જરૂરી બનવાથી ટેક્સ ચૂકવણીમાં પારદર્શકતા વધશે. 

 

READ  MORE :

 

શ્રદ્ધાળુઓ માટે સુખદ સમાચાર: ચારધામ યાત્રામાં મળશે આ નવી સુવિધા, હવે યાત્રા થશે વધુ આરામદાયક

 

9. એગ્રીકલ્ચર આવક પર ટેક્સ છૂટ

ન્યૂ ટેક્સ બિલમાં કૃષિ આવકને કેટલીક શરતો હેઠળ કર મુક્ત રાખવામાં આવી છે.

ધાર્મિક ટ્રસ્ટ, સંસ્થાઓ, અને દાનમાં અપાયેલા રકમને કરમુક્તિ ફાયદો મળશે.

આ સાથે જ ઈલેક્ટ્રોરલ ટ્રસ્ટને પણ ટેક્સમાંથી છૂટ અપાઈ છે. 

 

10. ટેક્સ સંબંધિત વિવાદ ઘટાડવા માટે આ ચેન્જ

1961ના ટેક્સ બિલમાં અનેક અસ્પષ્ટ જોગવાઈઓના પગલે ટેક્સપેયર્સ અને સરકાર વચ્ચે વિવાદ જોવા મળે છે.

અને તેના પગલે કેસોની સંખ્યા સતત વધી છે.

નવું ટેક્સ બિલ સ્પષ્ટ નિયમો અને સરળ શબ્દો સાથે રજૂ થઈ રહ્યુ છે.

જેને સમજવું સરળ રહેશે અને આ સાથે જ વિવાદોની સંખ્યામાં પણ ઘટાડો થવાની અપેક્ષા છે. 

 

READ MORE :

સંસદમાં આજે ઊભી થશે ટક્કર, ન્યૂ ટેક્સ બિલ અને વક્ફ બિલ પર ભારે ચર્ચા ,જેપીસી રિપોર્ટ રજૂ થશે

PM મોદીનો ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમ, ગુજરાતના 14 લાખ વિદ્યાર્થીઓ માટે ખાસ વ્યવસ્થા

Share This Article
author
Follow:
ડોલી ગોહિલ – TV1 Gujarati News માં કન્ટેન્ટ રાઇટર હું ડોલી ગોહિલ, TV1 Gujarati News માં એક સમર્પિત કન્ટેન્ટ રાઇટર છું. લખવાનું મારા માટે માત્ર એક કામ નથી, તે મારી ઓળખ છે. મારી કલમે એ સમાચાર લખવા કેવળ જાણકારી આપે, પણ વાચકોના મનમાં અસર છોડી જાય. ડિજિટલ પત્રકારિતાની ગહન સમજ સાથે, હું એવા લેખો તૈયાર કરું છું જે માહિતીપ્રદ, રસપ્રદ અને SEO-ફ્રેન્ડલી હોય. તાજા સમાચાર, વિશ્લેષણાત્મક લેખો કે સમાજને પ્રેરણાદાયી સ્ટોરીઝ મારા લખાણનો ધ્યેય હંમેશા સાફ રહે છે: વાચકોને ચોકસાઈભર્યું અને વિશ્વસનીય કન્ટેન્ટ આપવા.