રશિયાએ યુક્રેન પર આઈસીબીએમ મિસાઈલથી કર્યો હુમલો: યુદ્ધમાં વધુ તણાવ

By dolly gohel - author

રશિયાએ યુક્રેન પર 

યુક્રેને આજે (ગુરૂવારે) આક્ષેપ કર્યો છે કે રશિયાએ પહેલી જ વાર ‘ઇન્ટર કોન્ટીનેન્ટલ બેલાસ્ટિક મિસાઇલ થી હુમલો કર્યો છે.

આ બેલાસ્ટિક મિસાઇલ હજ્જારો માઇલ દૂર સુધી અચૂક પ્રહાર કરી શકે તેવાં હોય છે.

આ સાથે કીવે તેમ પણ કહ્યું છે કે, તે હુમલામાં બીજા અન્ય પ્રકારના મિસાઇલ્સ પણ હતા.

પરંતુ આ ઇન્ટરકોન્ટીનેન્ટલ બેલાસ્ટિક મિસાઇલની પ્રહાર શક્તિ પ્રચંડ હોય છે.

તે કાસ્પિયન સમુદ્રના તટ પાસેના આસ્ત્રાખાન ક્ષેત્રમાંથી તામ્બોલ વિસ્તારમાંથી ઉડાડેલા ‘મિગ-૩૧ કે’ નામક ફાઇટર જેટમાંથી છોડવામાં આવ્યું હતું.

બીજી તરફ રશિયન સેનાએ દાવો કર્યો છે કે તેણે બ્રિટનમાં નિર્મિત સ્ટોર્મ શેડો મિસાઇલ્સ જે યુક્રેનમાંથી રશિયા પર છોડવામાં આવ્યા હતા.

તેને ખત્મ કરી નાખ્યા છે પરંતુ રશિયન સેનાએ તે માહિતી આપી ન હતી.

કે એ મિસાઇલ્સ કયા વિસ્તારમાંથી અને કયા સમયે છોડવામાં આવ્યા હતા.

તે જે હોય તે પરંતુ આ ઘટનાક્રમ ઉપરથી સ્પષ્ટ થઈ જાય છે કે હવે યુક્રેન યુદ્ધમાં શાંતિ સ્થાપવાની કે શાંતિ-મંત્રણાની પણ સંભાવના દૂર થઈ ગઈ છે.

આ સંયોગોમાં શાંતિ- મંત્રણા કેમ થઈ શકે ?

 

READ MORE :

Baroda News :ગુજરાત હાઈકોર્ટે હરણી બોટકાંડમાં શું કહ્યું? ‘અદાલત સાથે રમત ના રમવાનો’

રશિયાએ યુક્રેન પર

હુમલો વધારો: યુક્રેનના DNIPRO શહેરમાં કેમ્પો.

શિયાએ યુક્રેનના દ્નિપો શહેર પર ICBM મિસાઇલની મદદથી હુમલો કર્યો છે. સંભવત તે RS-26 Rubezh મિસાઇલ છે.

આ હુમલો 21 નવેમ્બર 2024 ની સવારે 5 થી 7 વાગ્યા વચ્ચે થયો હતો. આ મહત્વપુર્ણ ઇમારતો અને ઢાંચાઓને આ મિસાઇલે બર્બાદ કરી દીધો છે.

આ મિસાઇલો રશિયાના અસ્ત્રાખાન વિસ્તારમાંથી છોડવામાં આવી હતી.

રશિયાએ યુક્રેનના Dnipro શહેર પર 21 નવેમ્બરે સવારે 5 થી 7 વાગ્યા વચ્ચે ICBM મિસાઇલોથી હુમલો કર્યો.

આ યુદ્ધમાં પહેલીવાર ઇન્ટરકોન્ટીનેંટ બેલેસ્ટિક મિસાઇલથી હુમલો કરવામાં આવ્યો છે.

શક્યતા છે કે, તેના માટે રશિયાએ RS-26 Rubezh મિસાઇલોનો પ્રયોગ કર્યો હોય. જેને અસ્ત્રાખાન વિસ્તારમાંથી છોડવામાં આવી હતી.

યુક્રેનની વાયુસેના દ્વારા આ હુમલાની પૃષ્ટી કરવામાં આવી છે.

આ મિસાઇલ ઉપરાંત કિંઝલ હાયપર સોનિક અને કેએચ 1010 ક્રૂઝ મિસાઇલો દ્વારા પણ હુમલો કરવામાં આવ્યો છે.

યુક્રેની વાયુસેના દ્વારા આ વાતની પૃષ્ટિ કરવામાં આવી છે તેના મહત્વપુર્ણ સંસ્થાનો, ઇમારતો અને ઢાંચાને નુકસાન પહોંચાડ્યું છે.

આ હુમલામાં બિન પરમાણુ હથિયારોનો પ્રયોગ કરવામાં આવ્યો છે.

ક્રૂઝ મિસાઇલો છોડવા માટે રશિયાએ પોતાના લાંબાા અંતરના બોમ્બ વર્ષક Tu-95MS નો પ્રયોગ કર્યો છે.

આ બોમ્બવર્ષક વોલ્ગોગ્રાડ વિસ્તારથી ઉડ્યા હતા.

જ્યારે કિંઝાલ હાઇપરસોનિક મિસાઇલને તામ્બોવ વિસ્તારથી ઉડેલા Mig 31K ફાઇટર જેટથી છોડવામાં આવ્યા હતા.

બીજી તરફ રશિયા તરપથી દાવો કરવામાં આવ્યો કે, તેની હવાઇ ડિફેન્સ સિસ્ટમે બે બ્રિટિશન સ્ટોર્મ શેડો મિસાઇલને તોડી પાડવામાં આવી છે.

આ મિસાઇલોને યુક્રેને રશિયા તરફ છોડી હતી. પહેલી વાર યુક્રેને આ મિસાઇલોનો પ્રયોગ રશિયા વિરુદ્ધ કર્યો હતો.

 

યુક્રેનિયન ઇન્ટેલિજન્સ ડોઝિયર: અનકવર્ડ સિક્રેટ્સ

20 નવેમ્બર 2024 ના રોજ યુક્રેનની ઇન્ટેલિજન્સે દાવો કર્યો હતો કે, રશિયન સેના પોતાના ઇન્ટર કોન્ટિનેન્ટલ

બેલેસ્ટિક મિસાઇલને છોડવાની તૈયારી કરી રહ્યા છે. આ મિસાઇલ કપુસ્તિન યાર એર બેઝને લોન્ચ કરવામાં આવશે.

આ વિસ્તારને અસ્ત્રખાન પણ કહે છે. સંભાવના છે કે, આ મિસાઇલમાં પરમાણુ હથિયાર ન હોય. જો કે ઓછી

તિવ્રતા વાળુ પરમાણુ હથિયાર અથવા પારંપરિક વેપન લગાવી શકે છે.આ મિસાઇલનું વજન 36 હજાર કિલોગ્રામ છે.

તેમાં એક સાથે 150 થી 300 કિલો ટનના 4 હથિયાર લગાવી શકાય છે. જેથી આ મિસાઇલ MIRV ટેક્નોલોજીથી સજ્જ છે.

એટલે કે એક સાથે ચાર ટાર્ગેટ પર હુમલો કરી શકે છે. આ મિસાઇલ Avangard હાઇપરસોનિક ગ્લાઇડ વ્હીકલને લઇ

જવા માટે પણ સક્ષમ છે. એટલે કે હુમલો વધારે તગડો હોઇ શકે છે.યુક્રેનની વાયુસેનાએ આ હુમલાની પુષ્ટિ કરી છે.

આ મિસાઈલ ઉપરાંત કિંજલ હાઇપરસોનિક અને કેએચ-101 ક્રૂઝ મિસાઇલનોથી પણ હુમલો કરવામાં આવ્યો હતો.

યુક્રેનની વાયુસેનાએ તેમની મહત્ત્વપૂર્ણ સંસ્થાઓ, ઈમારતોને નુકસાન પહોંચ્યાની પુષ્ટિ કરી છે. આ હુમલામાં બિન

પરમાણુ હથિયારનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

 

READ MORE :

“પ્રેમ અને રાજકારણમાં કોઈ નિયમ નથી”: ગડકરીનું શરદ પવાર પર નિવેદન

અદાણી ભાઈબંધીના કોન્ટ્રાક્ટ જે રાજ્યોમાં તે રાજ્યોમાં વિપક્ષની સરકાર કેમ છે? રાહુલ ગાંધીએ કર્યો સવાલ

 
 
Share This Article
author
Follow:
ડોલી ગોહિલ – TV1 Gujarati News માં કન્ટેન્ટ રાઇટર હું ડોલી ગોહિલ, TV1 Gujarati News માં એક સમર્પિત કન્ટેન્ટ રાઇટર છું. લખવાનું મારા માટે માત્ર એક કામ નથી, તે મારી ઓળખ છે. મારી કલમે એ સમાચાર લખવા કેવળ જાણકારી આપે, પણ વાચકોના મનમાં અસર છોડી જાય. ડિજિટલ પત્રકારિતાની ગહન સમજ સાથે, હું એવા લેખો તૈયાર કરું છું જે માહિતીપ્રદ, રસપ્રદ અને SEO-ફ્રેન્ડલી હોય. તાજા સમાચાર, વિશ્લેષણાત્મક લેખો કે સમાજને પ્રેરણાદાયી સ્ટોરીઝ મારા લખાણનો ધ્યેય હંમેશા સાફ રહે છે: વાચકોને ચોકસાઈભર્યું અને વિશ્વસનીય કન્ટેન્ટ આપવા.