સોમનાથ મંદિરનો 3D લાઈટ એન્ડ સાઉન્ડ શો: જ્યાં ભગવાન પણ નાચશે-ગાશે

By dolly gohel - author
26 01

સોમનાથ મંદિરનો 3D લાઈટ એન્ડ સાઉન્ડ શો

સોમનાથ મહાદેવનાં દર્શને આવતા શ્રદ્ધાળુઓ માટે ખુશ ખબર સામે આવ્યા છે.

ઉજાગરકરતો 3D લાઈટ એન્ડ સાઉન્ડ શો આજથી (25મી ઓકટોબર)થી શરૂ કરવામાં આવશે. 

આ શોમાં કઈ રીતે ચંદ્રદેવના તપથી ભગવાન સોમનાથ આ ભૂમિ પર પધાર્યા, કઈ રીતે ભગવાન

શ્રીકૃષ્ણએ પોતાની અંતિમલીલા દર્શાવી નિજધામ ગમન કર્યું, કઈ રીતે આ તીર્થ પ્રભાસ કહેવાયું,

શું છે ધાર્મિક કથા સહિતની તમામ બાબતોને આધુનિક 3D ટેકનોલોજીના ઉપયોગથી આવરી લેવામાં આવે છે. 

ચોમાસા દરમિયાન પ્રતિવર્ષ આ શો બંધ રાખવામાં આવ્યો હતો. પરંતુ દિવાળી પૂર્વે ધ્યાનમાં

રાખીને 25 ઓકટોબરથી પુનઃ શુભારંભ કરવામાં આવ્યો છે. શોનો સમય સાંજે 7:45 વાગ્યાનો રહેશે.

શનિવાર તથા રવિવાર અને તહેવારના દિવસોમાં યાત્રી પ્રવાહને ધ્યાને લઈ બે શો યોજવામાં આવશે.

જે શો આવનાર યાત્રીઓમાં પ્રસિદ્ધ છે. આ શો ચોમાસા દરમિયાન પ્રતિવર્ષ બંધ રહેતો હોય છે.

પણ દિપાવલી પુર્વે પુન: આ શો યાત્રીઓ માટે શરૂ કરવામાં આવતો હોય છે. ચોમાસાની સીઝન પૂર્ણ થતા

સોમનાથ મંદિર ખાતે તા.25 ઓકટોબર થી લાઈટ એન્ડ સાઉન્ડ શો પ્રારંભ થશે.. શો નો સમય સાયં આરતી

બાદ સાંજે 7-45 વાગ્યાનો રહેશે. શનિવાર તથા રવિવાર તહેવારોના દિવસોમાં યાત્રી પ્રવાહને ધ્યાને લઇ

બે શો યોજવામાં આવશે. જેની સર્વે યાત્રીઓએ નોંધ લેવી. શો ની ટિકિટ મંદિર પરિસરના બહાર

ડિજિટલ કેશલેસ કાઉન્ટર પર સાંજે 6 વાગ્યાથી તેમજ મંદિર પરિસરમાં સાહિત્ય કાઉન્ટર નજીક

અલાયદા ટિકિટ કાઉન્ટર પરથી સાંજે 6:30 વાગ્યાથી મળશે. 

 

read more : 

જાતિગત સમીકરણો: વાવ બેઠક પર રાજપૂતોનું રાજ કે ઠાકોર સમાજનો ઠાઠ?

દુ પટ્ટી : કૃતિ સેનન જોડિયા બહેનો, ઈર્ષ્યા અને ઘરેલૂ હિંસા વિશેની રોમાંચક નેટફ્લિક્સ થ્રિલરમાં ચમકી ઉઠી છે.

Godavari Biorefineries IPO day 3 : કંપનીના શેર GMP અને સબ્સ્ક્રિપ્શન સ્ટેટસ તપાસો રોકાણ કરવું કે નહીં?

International News : ઈઝરાયલ-પેલેસ્ટાઇન યુદ્ધમાં હજારો પરિવારો , એક વર્ષમાં 14 વાર વિસ્થાપિત થયેલા લોકો !

 
Share This Article
author
Follow:
ડોલી ગોહિલ – TV1 Gujarati News માં કન્ટેન્ટ રાઇટર હું ડોલી ગોહિલ, TV1 Gujarati News માં એક સમર્પિત કન્ટેન્ટ રાઇટર છું. લખવાનું મારા માટે માત્ર એક કામ નથી, તે મારી ઓળખ છે. મારી કલમે એ સમાચાર લખવા કેવળ જાણકારી આપે, પણ વાચકોના મનમાં અસર છોડી જાય. ડિજિટલ પત્રકારિતાની ગહન સમજ સાથે, હું એવા લેખો તૈયાર કરું છું જે માહિતીપ્રદ, રસપ્રદ અને SEO-ફ્રેન્ડલી હોય. તાજા સમાચાર, વિશ્લેષણાત્મક લેખો કે સમાજને પ્રેરણાદાયી સ્ટોરીઝ મારા લખાણનો ધ્યેય હંમેશા સાફ રહે છે: વાચકોને ચોકસાઈભર્યું અને વિશ્વસનીય કન્ટેન્ટ આપવા.