શેરબજારમાં તેજીનો પ્રારંભ
શુક્રવારે શેરબજારમા ઉથલપાથલ પછી આજે ટ્રેડિગ દિવસે થોડો ઉત્સાહ પાછો આવ્યો છે.
બીએસઈ સેન્સેકસ એ 229 પોઈન્ટ ના વધારા સાથે 73427 પર ખુલ્યો હતો.
NSE નો નિફટી પણ એ કારોબાર ની શરુઆત 69 પોઈન્ટ ના વધારા સાથે 22194 પર સફળ રહયો હતો.
ગયા અઠવાડિયે શેરબજારમાં ભારે વેચવાલી બાદ આજે વૈશ્વિક બજારમાંથી મજબૂત સંકેતો જોવા મળી રહ્યા છે.
શેરબજારમાં તેજીનો પ્રારંભ શુક્રવારે ટેરિફ વધારાની ચિંતા વચ્ચે સેન્સેક્સ-નિફ્ટીમાં લગભગ બે ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.
સોમવારે સ્થાનિક ઇક્વિટી બજારના બેન્ચમાર્ક સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટી 50 ઊંચા ખૂલવાની ધારણા સાચી પડી છે.
એશિયન બજારોમાં મિશ્ર વલણ જોવા મળી રહ્યું છે જ્યારે ટેક શેરોના કારણે ગયા શુક્રવારે યુએસ શેરબજારો વધારા સાથે બંધ થયા હતા.
એશિયન બજારો મા મજબૂતી
આજ રોજ એશિયન બજારો મા પણ તેજી જોવા મળી હતી.
GIFT નિફટી એ 106 પોઈન્ટ ના વધારા સાથે 22375 ના સ્તરે છે.
સ્ટ્રેસ ટાઈમ્સ મા પણ 7.68 પોઈન્ટ નો નજીવો વધારો જોવા મળી રહ્યો છે.
હેગસેંગ ઈન્ડેકસ એ 384.45 એ મજબૂત થયો છે. તાઈવાન વેઈટેડ એ 1.57% જેટલુ ધટયુ છે.
SET કમ્પોઝિટ 4.03 પોઈન્ટ, જકાર્તા કમ્પોઝિટ 162.78 પોઈન્ટ અને શાંઘાઈ કમ્પોઝિટ 17.75 પોઈન્ટ ઉપર છે.
યુરોપિયન બજારની સ્થિતિ
યુરોપિયન બજારની વાત કરીએ તો FTSE 53.53 પોઈન્ટ ઉપર છે.
તે જ સમયે CAC માં 9.11 પોઈન્ટનો થોડો વધારો જોવા મળ્યો. DAX લગભગ સ્થિર બંધ થયો.
READ MORE :
ગુજરાત બોર્ડ : ધોરણ 10-12 ની પરીક્ષા શરૂ, 14.28 લાખ વિદ્યાર્થીઓના માટે ST દ્વારા ખાસ સુવિધાઓ
ગયા સપ્તાહની સ્થિતિ
ગયા શુક્રવારે ભારતીય શેરબજારે આ વર્ષે અત્યાર સુધી નો સૌથી ખરાબ ઈન્ટ્રેડ નોધાવ્યો હતો.
જેમા બને મુખ્ય સૂચક આંકો એ 2 ટકા ધટયા હતા.
ગયા અઠવાડિયે 30 શેરો વાળા BSE સેન્સેક્સમાં 2112.96 પોઈન્ટનો ઘટાડો થયો હતો.
તો નેશનલ સ્ટોક એક્સચેન્જના નિફ્ટીમાં 671.2 પોઈન્ટનો ઘટાડો નોંધાયો હતો.
ફક્ત ફેબ્રુઆરી મહિનામાં જ નિફ્ટી 1384 પોઈન્ટ ઘટ્યો હતો.
આ સમયગાળા દરમિયાન સેન્સેક્સમાં 4302.47 પોઈન્ટનો ઘટાડો નોંધાયો હતો.
READ MORE :
ખેડૂતોને PM મોદીની રાહત : ખેડૂતોના ખાતામાં 2,000 રૂપિયા ટ્રાન્સફર કર્યા, 20,000 કરોડની સહાય
Gold Price Today : માર્ચ મહિના ના આરંભે સોનાના ભાવમાં ઘટાડો , ખરીદી કરતા પહેલા આજના ભાવ ચેક કરો