સુપ્રીમ કોર્ટનું મોટું નિવેદન
શુક્રવારે સુપ્રીમ કોર્ટે સ્પષ્ટતા કરી છે કે દિલ્હી હાઈકોર્ટ ના સીનિયર જજ યશવંત વર્માની હજુ બદલી થઈ નથી પરંતુ તેના પર હાલ વિચાર ચાલે છે.
આ સાથે જ કોર્ટે કહ્યું કે આ પ્રસ્તાવ તેમના ઘરમાં ઘટેલી કોઈ પણ ઘટના સાથે જોડાયેલો નથી.
જસ્ટિસ વર્મા એક વિવાદના કેન્દ્રમાં છે કારણ કે હાલમાં જ તેમના સરકારી ઘરમાંથી મોટા પ્રમાણમાં કેશ મળી હોવાના અહેવાલો સામે આવ્યા હતા.
એવી અફવાઓ હતી કે તેમની બદલી અલાહાબાદ હાઈકોર્ટ કરી દવાઈ છે.
પરંતુ સુપ્રીમ કોર્ટે પોતાના નિવેદનમાં કહ્યું કે જજોની બદલીનો પ્રસ્તાવ હજુ સંપૂર્ણ રીતે તપાસ કરાયો નથી.
અને આ કથિત કેશ મળવાની ઘટનાથી અલગ છે.
સુપ્રીમ કોર્ટનું મોટું નિવેદન
પ્રસ્તાવ પર ચર્ચા કરવામા આવી
સુપ્રીમ કોર્ટે કહ્યુ કે જસ્ટિસ વર્માના ઘરે ધટેલી ધટના ને લઈને ખોટી જાણકારી અને અફવાઓ ફેલાવવામા આવી રહી છે.
સુપ્રીમ કોર્ટના નિવેદનમાં કહેવાયું કે જસ્ટિસ વર્મા કે જેઓ દિલ્હી હાઈકોર્ટમાં સીનિયરિટીમાં બીજા સ્થાને છે અને કોલેજિયમના પણ સભ્ય છે.
તેમને મૂળ હાઈકોર્ટ એટલે કે અલાહાબાદ હાઈકોર્ટ મોકલવાના પ્રસ્તાવ પર હજુ ચર્ચા ચાલુ છે. ત્યાં તેમની વરિષ્ઠતા નવમાં સ્થાને હશે.
આ બદલીનો પ્રસ્તાવ સુપ્રીમ કોર્ટ દ્વારા શરૂ કરાયેલી કેશ વિવાદ તપાસથી સંપૂર્ણ રીતે અલગ છે.
ફાયર સર્વિસિસના પ્રમુખે આપી સફાઈ
દિલ્હી ફાયર સર્વિસિસના પ્રમુખ અતુલ ગર્ગે શુક્રવારે સ્પષ્ટતા કરી કે તેમણે એવું કોઈ નિવેદન આપ્યું નથી.
જેમાં કહેવાયું હોય કે જસ્ટિસ યશવંત વર્માના ઘરમાં આગ ઓલવવા દરમિયાન કોઈ કેશ મળી નથી.
તેમની આ સફાઈ એવા સમયે આવી કે જ્યારે અગાઉ એક પીટીઆઈ રિપોર્ટમાં તેમને એ કહેતા જોવા મળ્યા હતા.
કે ફાયર બ્રિગેડના કર્મચારીઓને આગ ઓલવવા દરમિયાન કોઈ કેશ મળી નથી.
READ MORE :
ડોનાલ્ડ ટ્રમ્પનો ચોંકાવનારો નિર્ણય : અમેરિકાના શિક્ષણ વિભાગને તાળું લગાવવાનો નિર્ણય લીધો
પહેલા શું આપ્યું નિવેદન હતુ
અગાઉ રિપોર્ટમાં ગર્ગના હવાલે કહેવાયું હતું કે, આગ ઓલવ્યાના તરત બાદ અમે પોલીસે આ ઘટનાની જાણકારી આપી.
ત્યારબાદ ફાયર વિભાગની ટીમ ત્યાંથી જતી રહી હતી. અમારા ફાયરકર્મીઓને આગ ઓલવવા દરમિયાન કોઈ કેશ મળી નથી.
જો કે બાદમાં ગર્ગે આ નિવેદનને ફગાવતા કહ્યું કે પીટીઆઈ દ્વારા ચલાવવામાં આવી રહેલું નિવેદન મારું નથી
READ MORE :
નીતિન ગડકરીની મોટી જાહેરાત : 6 મહિનામાં ઈલેક્ટ્રિક વ્હિકલ્સની કિંમત પેટ્રોલ ગાડીઓ જેટલી હશે