ટ્રમ્પની મોટી જાહેરાત
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારે જાહેરાત કરી હતી કે, તે યુનાઇટેડ સ્ટેટ્સ, કેનેડા અને મેક્સિકો સહિત
તમામ સ્ટીલ અને એલ્યુમિનિયમ આયાત પર 25% ટેરિફ લાદવાની યોજના છે.
આ પગલું અમેરિકન ઉદ્યોગોને સુરક્ષિત રાખવા અને વેપાર અસંતુલનને સુધારવા માટે છે.
સુપર બાઉલમાં હાજરી આપવા માટે ફ્લોરિડાથી ન્યૂ ઓર્લિયન્સ જતા અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એરફોર્સ વનમાં આ જાહેરાત કરી હતી.
ટ્રમ્પની મોટી જાહેરાત કરી છે કે ,યુનાઇટેડ સ્ટેટ્સમાં આવતા કોઈપણ સ્ટીલ પર 25 ટકા ટેરિફ લાગશે.
એલ્યુમિનિયમ પર પણ આ વેપાર દંડ લાગશે ટ્રમ્પના આ નિર્ણયથી અમેરિકાની વેપાર નીતિમાં એક મોટો ફેરફાર દર્શાવે છે.
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એ પણ સ્પષ્ટ કર્યું કે, જો અન્ય દેશો અમેરિકન ઉત્પાદનો પર ટેરિફ લાદે છે, તો અમેરિકા પણ આવી જ નીતિ અપનાવશે.
જો અન્ય દેશો અમારી પાસેથી 130 ટકા ડયુટી વસૂલતા હોય અને અમે તેમની પાસેથી કંઈ વસૂલતા ન હોય.
તો આ પરિસ્થિતિ હવે વધુ સમય સુધી ચાલુ રહી શકે નહીં.
અમારે વેપાર સંબંધોને યોગ્ય રીતે સંતુલિત કરવા પડશે.
કેનેડા અને મેક્સિકો માટે ચિંતાનું કારણ
આ નિર્ણય એ ખાસ કરીને કેનેડા અને મેક્સિકો જેવા દેશો માટે ચિંતાનું કારણ બની શકે છે, જે અમેરિકાના વેપાર ભાગીદાર છે.
કેનેડાના કાર્યકારી વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો હાલમાં પેરિસમાં છે.
જ્યાં તેઓ એક હાઇ-પ્રોફાઇલ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સમિટમાં ભાગ લઈ રહ્યા છે.
પેરિસમાં ફ્રાન્સના પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોન સાથે રાત્રિભોજન પછી, તેમણે ટ્રમ્પના ટેરિફ પ્રસ્તાવ પર મીડિયાના પ્રશ્નોના જવાબ આપ્યા ન હતા.
ટ્રમ્પની મોટી જાહેરાત
READ MORE :
ટ્રમ્પનો મોટો દાવો : નવા આદેશના અંતર્ગત પ્રિન્સ હેરીનો દેશનિકાલ કરવા માટે જૂનો કેસ ફરી ખોલાયો
ટેરિફની અસર અને ટ્રમ્પની આર્થિક વ્યૂહરચના
ટ્રમ્પના આ પગલાને તેમની આર્થિક વ્યૂહરચના તરીકે જોવામાં આવી રહી છે.
જેનો ઉદ્દેશ્ય અમેરિકન ઉદ્યોગોનું રક્ષણ કરવાનો અને સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવાનો છે
ટ્રમ્પ માને છે કે, આ ટેરિફ નીતિ વિદેશી સ્પર્ધાને નિયંત્રિત કરવામાં અને અમેરિકામાં રોજગારની તકો વધારવામાં મદદ કરશે.
ટ્રમ્પ એ ઝુંબેશ દરમિયાન એમ પણ કહ્યું હતું કે, આ ટેરિફ એ અન્ય દેશો માટે ખર્ચ કરશે, અમેરિકન નાગરિકો માટે નહી હોય.
અને સ્પષ્ટ કર્યું કે, તેઓ આને તેમની મુખ્ય આર્થિક નીતિ તરીકે પ્રોત્સાહન આપી રહ્યા છે.
READ MORE :
CMએ અમદાવાદમાં ‘મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ’નું ઉદ્ઘાટન કર્યું