ટ્રમ્પનો વિવાદાસ્પદ નિર્ણય : ટ્રમ્પે કોર્ટના આદેશનો ઉલ્લંઘન કર્યો , હજારો ઇમિગ્રન્ટસ ને ડિપોર્ટ કર્યા

By dolly gohel - author
ટ્રમ્પનો વિવાદાસ્પદ નિર્ણય : ટ્રમ્પે કોર્ટના આદેશનો ઉલ્લંઘન કર્યો , હજારો ઇમિગ્રન્ટસ ને ડિપોર્ટ કર્યા

ટ્રમ્પનો વિવાદાસ્પદ નિર્ણય 

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફેડરલ કોર્ટનો નિર્ણય પણ માની રહ્યા નથી.

ફેડરલ કોર્ટના જજે ડિપોર્ટેશન પર રોક લગાવવાનો આદેશ આપ્યો હોવા છતાં ટ્રમ્પ સરકારે સેંકડો ઇમિગ્રન્ટસને અલ સાલ્વાડોરમાં ડિપોર્ટ કર્યા છે.

આ ડિપોર્ટેશન પ્રક્રિયા કોર્ટના નિર્ણયની વિરુદ્ધમાં હાથ ધરાઈ હતી.

ડોનાલ્ડ ટ્રમ્પની કોર્ટનો આદેશ ન માનવા બદલ ચારેકોર ટીકાઓ થઈ રહી છે.

એવામાં ટ્રમ્પ સરકારે પોતાનો બચાવ કરતાં કહ્યું કે, આ ડિપોર્ટેશન પ્રક્રિયા એવા સમયે હાથ ધરાઈ હતી, જ્યારે કોર્ટ ચુકાદો આપી રહી હતી.

કોર્ટનો ચુકાદો જાહેર થાય તે પહેલાં જ આ ઇમિગ્રન્ટસને ડિપોર્ટ કરતું વિમાન ટેક-ઑફ થઈ ચૂક્યુ હતું.

યુએસ ડિસ્ટ્રિક્ટ જજ જેમ્સ ઇ.બોસબર્ગે શનિવારે દેશનિકાલને અસ્થાયી રૂપે રોકવાનો આદેશ જારી કર્યો હતો.

ટ્રમ્પ વહીવટીતંત્રનું પ્રતિનિધિત્વ કરતા વકીલોએ તેમને તે સમયે કહ્યું હતું કે ઇમિગ્રન્ટસને લઈ જતા બે વિમાનો પહેલાથી જ ઉડાન ભરી ચૂકયા છે.

 

ટ્રમ્પનો વિવાદાસ્પદ નિર્ણય

ટ્રમ્પનો વિવાદાસ્પદ નિર્ણય : ટ્રમ્પે કોર્ટના આદેશનો ઉલ્લંઘન કર્યો , હજારો ઇમિગ્રન્ટસ ને ડિપોર્ટ કર્યા
ટ્રમ્પનો વિવાદાસ્પદ નિર્ણય : ટ્રમ્પે કોર્ટના આદેશનો ઉલ્લંઘન કર્યો , હજારો ઇમિગ્રન્ટસ ને ડિપોર્ટ કર્યા

વિમાન ને પરત લાવવાનો આદેશ કરાયો 

ચુકાદા બાદ પણ ઇમિગ્રન્ટસને ડિપોર્ટ કરવામાં આવ્યા હોવાની જાણ થતાં જજે મૌખિક રૂપે આ બંને વિમાનોને પરત લાવવાનો આદેશ આપ્યો હતો.

જો કે, આ બંને વિમાન અલ સાલ્વાડોર અને હોન્ડુરાસમાં પહોંચી ચૂક્યા હોવાથી અધિકારીઓએ જજના મૌખિક આદેશનું પણ પાલન કર્યું નથી.

 

ટ્રમ્પે જજનું માન જાળવ્યું નહીં

ટ્રમ્પ સરકારની કોર્ટના આદેશ વિરુદ્ધની કાર્યવાહી પર લોકો પ્રતિક્રિયા આપી રહ્યા છે.

જ્યોર્જ ટાઉન યુનિવર્સિટીના લૉ સેન્ટરના પ્રોફેસર સ્ટીવ વ્લાડેકે જણાવ્યું કે, બોસબર્ગે જે આદેશ આપ્યા હતા.

તેમાં લેખિતમાં વિમાન પાછા લાવવાનો ઉલ્લેખ નથી.

પરંતુ મૌખિક રૂપે તેમણે વિમાન પાછા લાવવા કહ્યું હતું. પરંતુ ટ્રમ્પ સરકારે તેનું પણ પાલન કર્યુ નથી.

ટ્રમ્પના આ વલણથી જજના આદેશનું માન જળવાયું નથી. ટ્ર્મ્પે જજના નિર્ણયનું અપમાન કર્યું હતુ.

 

READ MORE :

ભારતમાં એન્ટ્રી પહેલા જ મસ્કના સપનાઓ પર પાણી વળ્યુ , સ્ટારલિંકને મળ્યો મોટો ઝટકો

ટ્રમ્પનો વિવાદાસ્પદ નિર્ણય : ટ્રમ્પે કોર્ટના આદેશનો ઉલ્લંઘન કર્યો , હજારો ઇમિગ્રન્ટસ ને ડિપોર્ટ કર્યા
ટ્રમ્પનો વિવાદાસ્પદ નિર્ણય : ટ્રમ્પે કોર્ટના આદેશનો ઉલ્લંઘન કર્યો , હજારો ઇમિગ્રન્ટસ ને ડિપોર્ટ કર્યા

ટ્રમ્પ પ્રશાન ના આ નિર્ણય અંગે બધા નિષ્ણાતોના અલગ અલગ મંતવ્યો છે.

ટ્ર્મ્પ નુ વહીવટીતંત્ર કાયદેસર રીતે ન્યાયી હોઈ શકે છે, પરંતુ એ ચોક્કસ છે કે તેમણે ન્યાયાધીશના નિર્ણયની ભાવનાનું ઉલ્લંઘન કર્યું છે.

વ્લાડેકે કહ્યું કે આ ઘટના પછી, અદાલતો તેમના ભવિષ્યના આદેશોમાં વધુ સ્પષ્ટ રહેશે.

અને સરકારને કોઈપણ છૂટછાટ આપતા પહેલા વિચાર કરશે.

 

READ MORE :

પાકિસ્તાન માટે મુશ્કેલી : અમેરીકાએ પાકિસ્તાનના રાજદૂતને એરપોર્ટથી જ ડિપોર્ટ કર્યો, ઘૂસવાની મંજૂરી ન આપી

ટ્રમ્પ સરકારનો મોટો નિર્ણય : પાકિસ્તાન અને અફઘાન નાગરિકોને અમેરિકામાં પ્રવેશ ન મળવાની શક્યતા

 
Share This Article
author
Follow:
ડોલી ગોહિલ – TV1 Gujarati News માં કન્ટેન્ટ રાઇટર હું ડોલી ગોહિલ, TV1 Gujarati News માં એક સમર્પિત કન્ટેન્ટ રાઇટર છું. લખવાનું મારા માટે માત્ર એક કામ નથી, તે મારી ઓળખ છે. મારી કલમે એ સમાચાર લખવા કેવળ જાણકારી આપે, પણ વાચકોના મનમાં અસર છોડી જાય. ડિજિટલ પત્રકારિતાની ગહન સમજ સાથે, હું એવા લેખો તૈયાર કરું છું જે માહિતીપ્રદ, રસપ્રદ અને SEO-ફ્રેન્ડલી હોય. તાજા સમાચાર, વિશ્લેષણાત્મક લેખો કે સમાજને પ્રેરણાદાયી સ્ટોરીઝ મારા લખાણનો ધ્યેય હંમેશા સાફ રહે છે: વાચકોને ચોકસાઈભર્યું અને વિશ્વસનીય કન્ટેન્ટ આપવા.