ટ્રમ્પનો નવો નિર્ણય
વ્હાઈટ હાઉસ મા ટ્રમ્પ અને ઝેલેન્સ્કી ના વિવાદ બાદ અમેરિકા એ એકશન મોડ મા આવી ગયુ છે.
ટ્ર્મ્પે યુક્રેન ને અપાતી તમામ સૈન્ય મદદ પર તાત્કાલિક રોક લગાવવામા આવી છે.
વ્હાઈટ હાઉસ ના અધિકારી એ જણાવ્યુ છે કે જ્યા સુધી ટ્ર્મ્પ ને ખાતરી થાય કે ઝેલન્સ્કી એ શાંતિના પક્ષમા છે.
તે પછી જ યુક્રેન ને કોઈ મદદ કરવામા આવશે.
ટ્રમ્પનો નવો નિર્ણય આ નિર્ણય થી એક અબજ ડોલરના હથિયાર સંબંધિત પર સીધી અસર થશે.
થોડા દિવસ અગાઉ યુક્રેનના રાષ્ટ્રપતિ અમેરિકાના પ્રવાસ પર પહોંચ્યા હતા.
જોકે વ્હાઇટ હાઉસમાં મીડિયાની સામે જ ઝેલેન્સ્કી અને ટ્રમ્પ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ ગઈ હતી.
જે બાદ ઝેલેન્સ્કી બ્રિટન પહોંચ્યા, જ્યાં યુરોપિયન દેશોએ યુક્રેનને ટેકો જાહેર કર્યો હતો.
યુરોપના અનેક દેશોના વડા સાથે યુક્રેનના રાષ્ટ્રપતિએ બેઠક કરી હતી.
યુરોપિયન દેશો દ્વારા યુદ્ધ રોકવા માટે એક ‘પીસ પ્લાન’ પણ બનાવવામાં આવ્યો છે, જે ટ્રમ્પ સમક્ષ રજૂ કરવામાં આવશે.
READ MORE :
કેન્દ્ર સરકારની મોટી જાહેરાત : IRCTC અને IRFCને ‘નવરત્ન’ દરજ્જો આપ્યો, શું શેરના ભાવમાં વૃદ્ધિ થશે?
હવે યુક્રેનને યુરોપનો સહારો
ઝેલેન્સ્કી એ યુક્રેન ના સુરક્ષાની ગેરંટી માંગી રહ્યા છે. ઝેલેન્સ્કી અગાઉ પણ કહી ચૂક્યા છે.
કે તેમને નથી લાગતું કે યુદ્ધ વહેલા સમાપ્ત થશે, જે બાદ ટ્રમ્પે તેમની ટીકા કરી હતી.
હવે ટ્રમ્પના મોટા નિર્ણય બાદ યુક્રેનને ઝટકો લાગ્યો છે. હવે ઝેલેન્સ્કીની નજર યુરોપ પર રહેશે.
રશિયા સામેના યુદ્ધમાં યુરોપના મોટા ભાગના દેશો દ્વારા યુક્રેનને મદદનું આશ્વાસન આપવામાં આવ્યું હતું.
હાલમાં જ લંડનમાં યુરોપના દેશોની ઈમરજન્સી બેઠકમાં પણ તમામ દેશો યુક્રેનની મદદ માટે સહમત થયા હતા.
READ MORE :
ભારત અને ભુતાન વચ્ચે નવા રેલવે નેટવર્કની શરૂઆત, 3500 કરોડનું રોકાણ ચીન માટે આર્થિક ઝટકો
ટ્રમ્પનો મોટો નિર્ણય : 227 વર્ષ જૂના કાયદાને આધારે ગેરકાયદે પ્રવાસીઓને દેશમાંથી કાઢવાનો ઇરાદો