ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા વિદેશી કાર પર 25% ટેરિફની જાહેરાત , આ જાહેરાત થી વૈશ્વિક ઓટો ઉત્પાદકો માટે પડકાર

By dolly gohel - author
ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા વિદેશી કાર પર 25% ટેરિફની જાહેરાત , આ જાહેરાત થી વૈશ્વિક ઓટો ઉત્પાદકો માટે પડકાર

ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા 

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્ર્મ્પે બુધવારે ઓટો આયાત પર ભારે ટેરિફ ની જાહેરાત કરી છે.

વ્હાઈટ હાઉસે માહિતી આપતા કહ્યુ કે ટ્ર્મ્પે વિદેશી ઉત્પાદિત વાહનો પર 25 % ટેરિફ લગાડવાની જાહેરાત કરી છે.

ટ્રમ્પના આ પગલાથી ઓટો સેક્ટરમાં અરાજકતા ફેલાઈ શકે છે .

કારણ કે ટ્રમ્પના ઓચિંતા નિર્ણયને કારણે વ્યવસાયિક ભાગીદારો સાથે તણાવ વધશે.

વ્હાઇટ હાઉસના ઓવલ ઓફિસમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ટ્રમ્પે કહ્યું,

યુનાઇટેડ સ્ટેટસમા ન બનેલી બધી કાર પર 25 ટકા ટેરિફ લગાવવામાં આવશે. આ કાયમી રહેશે .

અમે હાલમાં લાગુ 2.5 ટકા ટેરિફથી શરૂઆત કરીશું અને પછી તેને 25 ટકા સુધી વધારીશું.

ટ્રમ્પે એમ પણ કહ્યું કે આ પગલાથી અમેરિકાના આર્થિક વિકાસને વેગ મળશે.

તેમણે કહ્યું આ ટેરીફ વિકાસને એવો વેગ આપશે જે તમે પહેલાં ક્યારેય નહીં જોયો હોય.

પરંતુ જો તમે અમેરિકામાં તમારી કાર બનાવશો, તો તેના પર કોઈ ટેરિફ નહીં લાગે.

ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા વિદેશી કાર પર 25% ટેરિફની જાહેરાત , આ જાહેરાત થી વૈશ્વિક ઓટો ઉત્પાદકો માટે પડકાર
ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા વિદેશી કાર પર 25% ટેરિફની જાહેરાત , આ જાહેરાત થી વૈશ્વિક ઓટો ઉત્પાદકો માટે પડકાર

આ ટેરિફ એ 2 એપ્રિલ થી અમલમા આવશે.

ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં કહ્યું કે, “જે કારનું નિર્માણ અમેરિકામાં થયું નથી અમે તેના પર 25 ટકા ટેરિફ લાદવા જઈ રહ્યા છીએ.

જો અમેરિકામાં જ કારનું નિર્માણ થયેલું હશે તો કોઈ ટેરિફ નહીં ચૂકવવો પડે.

મારો આ નિર્ણય એ આગામી 2 એપ્રિલથી અમલમાં આવશે.

ટ્રમ્પે ખાસ કહ્યું કે હાલમાં વિદેશી કાર અને હળવા ટ્રક પર જે ટેરિફ લાગુ છે એના સિવાય આ નવો ટેરિફ લગાવવામા આવી રહ્યો છે. 

READ MORE :

RBI નો મહત્વપૂર્ણ નિર્ણય : ATM થી પૈસા ઉપાડવાના ચાર્જમાં વધારાની મંજુરી આપી

ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા વિદેશી કાર પર 25% ટેરિફની જાહેરાત , આ જાહેરાત થી વૈશ્વિક ઓટો ઉત્પાદકો માટે પડકાર
ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા વિદેશી કાર પર 25% ટેરિફની જાહેરાત , આ જાહેરાત થી વૈશ્વિક ઓટો ઉત્પાદકો માટે પડકાર

આ નિર્ણય થી યુરોપિયન યુનિયન નારાજ થયુ 

યુરોપિયન યુનિયનના વડા ઉર્સુલા વોન ડેર લેયેને બુધવારે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા તમામ ઓટો આયાત પર 25 ટકાના નવા

ટેરિફની જાહેરાતની આકરી ટીકા કરી હતી.

વોન ડેર લેયેને એક નિવેદનમાં જણાવ્યું હતું કે યુરોપિયન ઓટોમોટિવ નિકાસ પર ટેરિફ લાદવાના અમેરિકાના નિર્ણય બદલ મને ખૂબ જ દુઃખ છે.

તેમણે કહ્યું કે યુરોપિયન યુનિયન તેના તેના આર્થિક હિતોનું રક્ષણ કરતા વાટાઘાટો દ્વારા આ વિવાદોનું ઉકેલ શોધવાનું ચાલુ રાખશે.

Share This Article
author
Follow:
ડોલી ગોહિલ – TV1 Gujarati News માં કન્ટેન્ટ રાઇટર હું ડોલી ગોહિલ, TV1 Gujarati News માં એક સમર્પિત કન્ટેન્ટ રાઇટર છું. લખવાનું મારા માટે માત્ર એક કામ નથી, તે મારી ઓળખ છે. મારી કલમે એ સમાચાર લખવા કેવળ જાણકારી આપે, પણ વાચકોના મનમાં અસર છોડી જાય. ડિજિટલ પત્રકારિતાની ગહન સમજ સાથે, હું એવા લેખો તૈયાર કરું છું જે માહિતીપ્રદ, રસપ્રદ અને SEO-ફ્રેન્ડલી હોય. તાજા સમાચાર, વિશ્લેષણાત્મક લેખો કે સમાજને પ્રેરણાદાયી સ્ટોરીઝ મારા લખાણનો ધ્યેય હંમેશા સાફ રહે છે: વાચકોને ચોકસાઈભર્યું અને વિશ્વસનીય કન્ટેન્ટ આપવા.