ભારત-અમેરિકા સંબંધો મજબૂત રહેવાનું ટ્રમ્પનો વિશ્વાસ, PM મોદીને ‘સ્માર્ટ’ ગણાવ્યા

By dolly gohel - author
ભારત-અમેરિકા સંબંધો મજબૂત રહેવાનું ટ્રમ્પનો વિશ્વાસ, PM મોદીને ‘સ્માર્ટ’ ગણાવ્યાભારત-અમેરિકા સંબંધો મજબૂત રહેવાનું ટ્રમ્પનો વિશ્વાસ, PM મોદીને ‘સ્માર્ટ’ ગણાવ્યા

ભારત-અમેરિકા સંબંધો મજબૂત રહેવાનું

ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ટેરિફ વાટાઘાટો વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આશા વ્યક્ત કરી કે ટેરિફ વાટાઘાટોના ખૂબ સારા

પરિણામ આવશે.

આ સાથે જ ટ્રમ્પે પીએમ મોદીને તેમના ‘સારા મિત્ર’ અને ‘સ્માર્ટ’ વ્યક્તિ ગણાવ્યા હતા.

ભારત અને અન્ય દેશો દ્વારા અમેરિકન ચીજવસ્તુઓ પર લાદવામાં આવતી ડયુટીની ટ્રમ્પની સતત ટીકા વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિની તાજેતરની ટિપ્પણી ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે.

અમેરિકી રાષ્ટ્રપતિએ શુક્રવારે વ્હાઇટ હાઉસમાં કહ્યું, વડાપ્રધાન મોદી હાલમાં જ અહીં આવ્યા હતા.

અને અમે હંમેશા ખૂબ સારા મિત્રો રહ્યા છીએ. તેમજ ભારત સાથે મારા સંબંધો ખૂબ જ સારા રહ્યા છે.

પરંતુ ભારત સાથે મારે એક જ સમસ્યા છે કે તે દુનિયામાં સૌથી વધી ટેરિફ લગાવતા દેશોમાંથી એક છે.

હું માનું છું કે ભારત  કદાચ તેના ટેરિફને નોંધપાત્ર રીતે ઘટાડવા જઈ રહ્યું છે.

પરંતુ 2જી એપ્રિલે અમે તેમની પાસેથી તે જ ટેરિફ વસૂલ કરીશું જે તેઓ અમારી પાસેથી ચાર્જ કરે છે.

અન્ય એક નિવેદનમાં ટ્રમ્પે ભારતને વેપાર કરવા માટે મુશ્કેલ સ્થળ ગણાવ્યું હતું.

 

ભારત-અમેરિકા સંબંધો મજબૂત રહેવાનું

ટેરિફ અંગે બને દેશો વચ્ચે વાતચીત થયી

બને દેશોએ પ્રારંભિક વેપાર કરારને અંતિમ સ્વરૂપ આપવા અને ટેરિફ અંગેના તેમના સ્ટેન્ડઓફને 2 એપ્રિલની સમયમર્યાદા નજીક આવતાં

ઉકેલવા માટે વાટાઘાટો શરૂ કરી છે.

ભારતે સોદાના પ્રથમ તબક્કામાં $23 બિલિયનની આયાત પર ટેરિફ કટની ઓફર કરી છે.

બદામ અને ક્રેનબેરી જેવા અમેરિકન કૃષિ ઉત્પાદનો પર પણ છૂટ આપવામા આવી છે.

ભારત-અમેરિકા સંબંધો મજબૂત રહેવાનું ટ્રમ્પનો વિશ્વાસ, PM મોદીને ‘સ્માર્ટ’ ગણાવ્યા
ભારત-અમેરિકા સંબંધો મજબૂત રહેવાનું ટ્રમ્પનો વિશ્વાસ, PM મોદીને ‘સ્માર્ટ’ ગણાવ્યા

READ MORE :

એલન મસ્કે ચોંકાવનારી જાહેરાત કરી ,સોશિયલ મીડિયા X પ્લેટફોર્મનું વેચાણ કર્યું

 

નવા ચાર્જ એ 2 એપ્રિલથી લાગુ થશે

પીએમ મોદીએ ફેબ્રુઆરીમાં વોશિંગ્ટન ડીસીની મુલાકાત લીધી હતી અને અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે દ્વિપક્ષીય વાતચીત કરી હતી.

પીએમ મોદીની આ મુલાકાત ટ્રમ્પની બીજી ટર્મ માટે શપથ લીધાના એક મહિનાથી પણ ઓછા સમયમાં થઈ હતી. 

 

READ MORE :

અમેરિકા તરફથી 2000 વિઝા ઍપોઇન્ટમેન્ટ રદ ઓટોમેટિક બોટ એપ્લિકેશનથી અરજીઓ થયેલી હતી

28 એપ્રિલે યોજાશે કેનેડાની સામાન્ય ચૂંટણી, નવા વડાપ્રધાન માર્ક કોર્નીએ કરી જાહેરાત

RBI નો મહત્વપૂર્ણ નિર્ણય : ATM થી પૈસા ઉપાડવાના ચાર્જમાં વધારાની મંજુરી આપી

 
Share This Article
author
Follow:
ડોલી ગોહિલ – TV1 Gujarati News માં કન્ટેન્ટ રાઇટર હું ડોલી ગોહિલ, TV1 Gujarati News માં એક સમર્પિત કન્ટેન્ટ રાઇટર છું. લખવાનું મારા માટે માત્ર એક કામ નથી, તે મારી ઓળખ છે. મારી કલમે એ સમાચાર લખવા કેવળ જાણકારી આપે, પણ વાચકોના મનમાં અસર છોડી જાય. ડિજિટલ પત્રકારિતાની ગહન સમજ સાથે, હું એવા લેખો તૈયાર કરું છું જે માહિતીપ્રદ, રસપ્રદ અને SEO-ફ્રેન્ડલી હોય. તાજા સમાચાર, વિશ્લેષણાત્મક લેખો કે સમાજને પ્રેરણાદાયી સ્ટોરીઝ મારા લખાણનો ધ્યેય હંમેશા સાફ રહે છે: વાચકોને ચોકસાઈભર્યું અને વિશ્વસનીય કન્ટેન્ટ આપવા.