ટ્રમ્પના ટેરિફ વોરની અસરો
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ વધારવાના નિર્ણય બાદ વિશ્વભરના બજારો પર દબાણ વધ્યું છે.
તેની અસર ભારતીય શેરબજાર પર પણ જોવા મળી હતી.
જ્યાં પ્રી-ઓપનિંગ સેશનમાં સેન્સેક્સ 731 પોઈન્ટ થી ઘટીને 76,774 પર પહોંચી ગયો હતો.
જ્યારે નિફ્ટી પણ 243 પોઈન્ટ થી ઘટીને 23,239 પર ટ્રેડ કરી રહ્યો હતો.
બજાર ખુલતાની સાથે જ વેચવાલી જોવા મળી અને સેન્સેક્સ 710.70 પોઈન્ટ ઘટીને 76,795.26 પર જ્યારે નિફ્ટી 211.75 પોઈન્ટ ઘટીને
23,270.40 પર ટ્રેડ કરી રહ્યો હતો.
શરૂઆતના ટ્રેડિંગમાં મોટી કંપનીઓના શેર વેચવાલીના દબાણ હેઠળ આવી ગયા હતા.
અને બેન્કિંગ, આઈટી અને ઓટો સેક્ટરમાં મોટો કડાકો નોંધાયો હતો.
ટ્રમ્પના ટેરિફ વોરની અસરો
અમેરિકન નીતિઓને કારણે રોકાણકારોમાં ગભરાટ
ડૉલર સામે રૂપિયો ઓલ ટાઈમ લૉ થયો
ડૉલરની સામે રૂપિયો ઓલ ટાઈમ લૉની સપાટીએ પહોંચી ગયો હતો. પહેલીવાર રૂપિયો 87 ના લેવલને ક્રોસ કરી ગયો.
શુક્રવારે રૂપિયો એ 86.61 ના સ્તરે બંધ થયો હતો પણ આજે 41 પૈસાના મોટા કડાકા સાથે તે 87.02 પર ઓપન થયો.
જે ફેબ્રુઆરી 2023 બાદ નો સૌથી મોટો કડાકો મનાઈ રહ્યો છે.
જોકે આ કડાકો ત્યાં જ ન રોકાયો અને રૂપિયો ડૉલર સામે 55 પૈસા તૂટીને 87.17ના લેવલને ક્રોસ કરી ગયો.
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા શરૂ કરાયેલા ટેરિફ વૉરને કારણે ડૉલર મજબૂત થઇ રહ્યો છે.
ડૉલર ઈન્ડેક્સ 1.4% ની મજબૂતી સાથે 109.84 પર પહોંચી ગયો છે.
રોકાણકારોએ 5 લાખ કરોડ રૂપિયા ગુમાવ્યા
બજારમાં કડાકાને કારણે BSE પર લિસ્ટેડ કંપનીઓનું કુલ માર્કેટ કેપ ગત ટ્રેડિંગ સત્રના રૂ. 424 લાખ કરોડથી ઘટીને રૂ. 419 લાખ કરોડ થયું હતુ.
જેના કારણે રોકાણકારોને પાંચ મિનિટમાં લગભગ રૂ. 5 લાખ કરોડનું નુકસાન થયું.
READ MORE :
NACDAC Infra IPO : SME ઈશ્યૂને તોફાની પ્રતિસાદ, 7 કરોડની ઓફર પર 14,000 કરોડથી વધુની બોલીઓ
ટૂંક સમયમાં દેશને વધુ એક એક્સપ્રેસવેની ગિફ્ટ મળશે, જે ત્રણ રાજ્યોને જોડશે