ઉત્તરાયણ ઉજવણીના
આ પ્રસંગે કેન્દ્રિય ગૃહમંત્રી ગુજરાતમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ ફરી એકવાર ગુજરાત આવશે.
તારીખ 14 ,15 ,16 જાન્યુઆરી એમ 3 દિવસ અમિત શાહ ગુજરાતમાં જ રહેશે.
દર વર્ષની જેમ આ વર્ષે પણ અમિત શાહ મકરસંક્રાંતિના દિવસે પતંગ ચગાવશે.
ગાંધીનગર સંસદીય વિસ્તારમાં 2 અથવા 3 જગ્યાએ અમિત શાહ પતંગોત્સવમાં હાજરી આપશે.
ભાજપ સંગઠન નવ રચના વચ્ચે અમિત શાહનો ગુજરાત પ્રવાસ ખૂબ જ મહત્ત્વનો ગણાઈ રહ્યો છે.
દરમિયાન ભાજપ સંગઠનની રચના સંદર્ભે રાજકીય બેઠકો પણ સંભવ માનવામા આવી રહી છે.
આ સાથે જ ગુજરાત ભાજપના નવા અધ્યક્ષની પસંદગી વિશે પણ બેઠકમાં ચર્ચા સંભવ માનવામાં આવી રહી છે.
ભાજપ દ્વારા અલગ અલગ રાજ્યોના પ્રદેશ પ્રમુખોની પસંદગી માટે ચૂંટણી અધિકારીઓની નિમણૂક કરવામા આવી છે.
ઉત્તરાયણ ઉજવણીના
READ MORE :
કેન્દ્રીય ભાજપ દ્વારા ગુજરાત પ્રદેશ અધ્યક્ષની ચૂંટણી માટે ભૂપેન્દ્ર યાદવને ચૂંટણી અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવ્યા છે.
જયારે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને રાજસ્થાન ભાજપના ચૂંટણી અધિકારી બનાવાયા છે.
અમિત શાહ દર વર્ષે મકરસંક્રાંતિમાં કાર્યકરોના ઘરે જઈને પતંગ ચગાવતા હોય છે. આ વર્ષે પણ તેઓ કાર્યકરો સાથે પતંગોત્સવની મજા માણશે.
આ વખતે તેઓ 3 દિવસ ગુજરાતમાં અમદાવાદ અને ગાંધીનગરમાં મકરસંક્રાંતિની ઉજવણી કરી શકે છે.
મકરસંક્રાંતિના દિવસે તેઓ પરિવાર સાથે અને ત્યારબાદ તેઓ સંસદીય વિસ્તારની મુલાકાતે જતા હોય છે.
પ્રમુખોની વરણી માટે નિયમો ગુજરાત ભાજપ (Gujarat BJP) દ્વારા બૂથ કમિટીઓ અને મંડલ પ્રમુખોની જાહેરાત કરવામાં આવી હતી.
હવે મહાનગર અને જિલ્લા પ્રમુખોની નિમણૂક કરવામાં આવશે.
આ મામલે 50 ટકા કામગીરી પૂર્ણ થયા બાદ પ્રદેશ પ્રમુખની ચૂંટણીનો કાર્યક્રમ હાથ ધરવામાં આવશે.
આ માટે ભાજપે કેટલાક ધારાધોરણ નક્કી કર્યા છે. ઈચ્છુક દાવેદાર ફોર્મ ભરે તે બાદ ફોર્મની ચકાસણી કરવામાં આવશે.
તેના બાદ નિરીક્ષકો દ્વારા સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરાશે.
READ MORE :
ગુજરાત એસ.ટી.ની નવી સિદ્ધિ : એસ.ટી.એ ઓનલાઇન ટિકિટ બુકિંગમાં દેશની પ્રથમ ક્રમે સ્થાન મેળવ્યું છે.
મોદી સરકારની કડક કાર્યવાહી: નવા સિમ કાર્ડના આ નિયમો જાણો, નહીં તો બ્લેકલિસ્ટ કરવામાં આવશે