હવામાન વિભાગની નવી આગાહી
રાજ્યમાં ફેબ્રુઆરી મહિનો શરૂ થતાની સાથે જ બેવડી ઋતુનો અનુભવ લોકો કરી રહ્યા છે.
જેમાં સવારે ઠંડી અને બપોરે ગરમીનો અનુભવ લોકો કરી રહ્યા છે. ત્યારે ઠંડીને લઈ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.
જેમાં આગામી દિવસોમાં ઠંડીથી લોકોને રાહત મળી શકે છે. તેમજ હવામાન વિભાગે લઘુત્તમ તાપમાન વધવાનું અનુમાન કર્યું છે.
હવામાન વિભાગ દ્વારા આગામી સમયમાં ઠંડીને લઈ રાહતની આગાહી કરી છે.
આગામી સમયમાં લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થશે. તેમજ આગામી 7 દિવસ સૂકુ વાતાવરણ રહેવાનું અનુમાન કર્યું હતું.
તેમજ ઉત્તરથી ઉત્તર-પૂર્વનાં પવન ફૂંકાવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી
બુધવારે રાજય મા કયા કેટલુ તાપમાન નોધાયુ તે જાણીએ?
ગુજરાતમાં વહેલી સવારે લોકો ઠંડીનો અનુભવ કરી રહ્યા છે.
ત્યારે હવામાન વિભાગનાં આંકડા પ્રમાણે બુધવારે ગુજરાતમાં 9.8 થી લઈ 20.02 ડિગ્રી વચ્ચે લઘુત્તમ તાપમાન નોંધાવા પામ્યું હતું.
બુધવારે નલિયામાં 9.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. જ્યારે ઓખામાં 20.02 ડિગ્રી તાપમાન નોંધાવા પામ્યું હતું.
તેમજ ઉત્તર પૂર્વ તરફથી પવનો ફૂંકાતા તાપમાન નીચું જશે.
તેમજ દક્ષિણ રાજસ્થાન બાજુથી સાઈક્લોનિક સર્ક્યુલેશનનાં કારણે પવનની દિશા બદલાતા તાપમાન નીચું જવાની શક્યતાઓ છે.
READ MORE :
ગુજરાત મ્યુનિસિપલ ક્રિકેટ ટુર્નામેન્ટ 2025 ની ઉજવણી, CM ભૂપેન્દ્ર પટેલે આદરપૂર્વક આરંભ કર્યો
રાજ્યમાં તાપમાન કેટલુ રહેશે ?
આગાહી અનુસાર અમદાવાદ, આણંદ, બોટાદ, છોટાઉદેપુર, જુનાગઢ, ખેડા, પંચમહાલ સહિતના જિલ્લાઓમાં 16 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે
તેવી શક્યતા છે. સાબરકાંઠા , પંચમહાલ અને ઉત્તર ગુજરાતમાં પણ વરસાદની છાંટા પડવાની શક્યતા છે.
રાજ્યમાં 6 અને 7 ફેબ્રુઆરી દરમિયાન ઠંડી વધે તેવી શક્યતા છે. આ ઉપરાંત સુરેન્દ્રનગર, મહેસાણા, મહીસાગર, દાહોદ,
બનાસકાંઠા સહિતના જિલ્લાઓમાં 14 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે.
તેમજ અરવલ્લી, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, જામનગર, રાજકોટ, સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં 15 ડિગ્રી ન્યૂનતમ
તાપમાન રહે તેવી શકયતાઓ કરવામા આવી છે.
READ MORE :